Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલના બે કેસોમાં જમીન નકારાયા:સાણંદ અને બોપલ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાનો કેસ

    9 hours ago

    અમદાવાદ ગ્રામ્ય કોર્ટે પોપ્યુલર ગ્રૂપના બિલ્ડર દશરથ પટેલને જમીન પચાવી પાડવાના બે અલગ-અલગ કેસોમાં જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. આરોપી સામે સાણંદ અને બોપલ પોલીસ સ્ટેશનમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનો બોગસ દસ્તાવેજો અને નકલી વારસદારો ઊભા કરી હડપી લેવાના ગંભીર ગુના નોંધાયેલા છે. બંને પક્ષોની લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા બાદ અદાલતે આરોપીનો ગુનાહિત ઇતિહાસ અને કાયદાકીય પ્રક્રિયાથી ભાગતા રહેવાના વલણને ધ્યાને રાખીને રાહત આપવાનો ઈનકાર કર્યો છે. સાણંદના ચેખલા ગામની ₹40 કરોડની જમીન કેસમાં બચાવ પક્ષ અને સરકારની દલીલો સાણંદ પોલીસ મથકમાં નોંધાયેલા કેસમાં આરોપી પક્ષે રજૂઆત કરી હતી કે તેમણે કોઈ બનાવટી દસ્તાવેજ બનાવ્યો નથી કે વેચાણ દસ્તાવેજ કરી આપ્યો નથી. આ કેસમાં તપાસ પૂર્ણ થઈને ચાર્જશીટ રજૂ થઈ ચૂકી હોવાથી કસ્ટડીમાં રાખવાની જરૂર નથી. વધુમાં, 1996ના બનાવ અંગે 27 વર્ષના લાંબા વિલંબ બાદ ૨૦૨૩માં એફઆઈઆર નોંધાઈ છે અને 67 વર્ષીય આરોપી વૃદ્ધાવસ્થા સંબંધિત બીમારીઓથી પીડાય છે. તેની સામે સરકારી વકીલે ધારદાર દલીલો કરતાં જણાવ્યું હતું કે, આરોપીઓએ મામલતદાર કચેરીનો બનાવટી હુકમ ઊભો કરીને ફરિયાદીના પિતાની ચેખલા ગામની નવી શરતની ₹40 કરોડની જમીન હડપી લીધી હતી અને પુરાવાનો નાશ કરવા માટે મૂળ દસ્તાવેજો ગાયબ કરી દીધા છે. આરોપી સામે અગાઉથી ખૂનની કોશિશ સહિત કુલ સાત ગંભીર ગુનાઓ નોંધાયેલા છે અને આ જ કેસમાં સહ-આરોપી રમણ પટેલને ચાર વર્ષની સજા પણ થઈ ચૂકી છે. બોપલના ગોધાવી ગામની જમીનમાં બોગસ વારસદાર ઊભો કરવાનું કૌભાંડ બોપલ પોલીસ મથકે નોંધાયેલા કેસની વિગત મુજબ, મોજે ગોધાવી ગામની જમીનના મૂળ ખાતેદારના અવસાન બાદ રેકોર્ડ પર સરયૂદાસ શત્રુઘ્નદાસજી નામના બોગસ વ્યક્તિને વારસદાર દર્શાવી મહેસૂલી ચોપડે નામ દાખલ કરાવાયું હતું. ત્યારબાદ ૧૯૮૩ના બોગસ વેચાણ દસ્તાવેજના આધારે આરોપીઓએ આ જમીન પોતાના નામે કરાવી લીધી હતી. આ કેસમાં દશરથ પટેલ તરફથી દલીલ કરાઈ હતી કે તેઓ માત્ર ખરીદનાર હતા અને દસ્તાવેજ બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા નહોતી, ઉપરાંત સમાન ભૂમિકા ધરાવતા અન્ય સહ-આરોપીને જામીન મળેલા હોવાથી સમાનતાના ધોરણે તેમને પણ જામીન મળવા જોઈએ. ગુનાહિત ઇતિહાસ અને નાસતા ફરતા આરોપીને રાહત ન મળી શકે સરકારી વકીલે બોપલ કેસમાં વિરોધ નોંધાવતા અદાલતનું ધ્યાન દોર્યું હતું કે આરોપીઓ બોગસ વ્યક્તિઓ અને નકલી કાગળો બનાવી જમીનો હડપતી રીઢા ગુનેગારોની ટોળકી સાથે સંકળાયેલા છે. આરોપી સામે સુરત સહિત અન્ય સ્થળોએ પણ ગુનાહિત ઇતિહાસ છે અને ભૂતકાળમાં બોગસ સમજૂતી કરાર બનાવી અદાલતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો પણ ફગાવી દેવાયા હતા. આરોપી લાંબા સમય સુધી નાસતો-ફરતો રહ્યો હતો અને છેવટે રાજસ્થાનથી તેની ધરપકડ કરાઈ હતી. બંને કેસોની ગંભીરતા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાઓને ધ્યાને રાખીને અમદાવાદ ગ્રામ્ય અદાલતે દશરથ પટેલની બંને નિયમિત જામીન અરજીઓ નામંજૂર કરી દીધી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ક્રાઈમ બ્રાન્ચની હેકાથોન:10 વર્ષમાં સાયબર ગુનાઓ વધ્યા, સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ: DYCM
    Next Article
    548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ:ફૂડ સેફ્ટી અને સેનિટેશન ટીમના સંયુક્ત ઓપરેશનથી ખાદ્ય વિક્રેતાઓમાં ફફડાટ, સ્વચ્છતાના નિયમો નેવે મૂકનારી 43 હોટેલ-રેસ્ટોરન્ટ સીલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment