Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ક્રાઈમ બ્રાન્ચની હેકાથોન:10 વર્ષમાં સાયબર ગુનાઓ વધ્યા, સાયબર હેકાથોન માત્ર સ્પર્ધા નથી, ગુજરાત પોલીસને નવી દિશા આપતી પહેલ: DYCM

    7 hours ago

    ડિજિટલ યુગમાં સાયબર સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા અને કાયદો-વ્યવસ્થા જાળવતી એજન્સીઓને અત્યાધુનિક ટેક્નોલોજીથી સજ્જ કરવાના આશય સાથે અમદાવાદ સ્થિત KCG કેમ્પસ (i-Hub Gujarat) ખાતે 'KANAD SHIELD' સાયબર સિક્યોરિટી હેકાથોન-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય કક્ષાના હેકાથોનમાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોએ સાયબર ગુનાખોરી સામે નવીનત્તમ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂક્યો હતો. આગામી સમયમાં પરંપરાગત ગુનાઓની સરખામણીએ સાયબર ક્રાઇમમાં ધરખમ વધારો થવાની સંભાવના હોવાથી તેના અસરકારક નિવારણ માટે સહિયારા અને સઘન પ્રયાસો હાથ ધરવાની તાતી જરૂરિયાત દર્શાવવામાં આવી હતી. રાજ્યના સીસીટીવી નેટવર્કને AI સાથે જોડવા ₹52 લાખનું ચેલેન્જ હાલમાં કાર્યરત સીસીટીવી કેમેરા મારફતે માત્ર વિઝ્યુઅલ ફૂટેજ જ મળે છે, જેથી હવે આ વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ઓટોમેટેડ સોફ્ટવેર સિસ્ટમ અમલમાં લાવવી સમયની માંગ બની ગઈ છે. સમગ્ર રાજ્યના સીસીટીવી નેટવર્કને એકત્રિત કરી સંપૂર્ણપણે AI-આધારિત ઇન્ટેલિજન્ટ સિસ્ટમ વિકસાવવા માટે હેકાથોનમાં ₹52 લાખનું વિશેષ ચેલેન્જ જાહેર કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માત્ર ઇનામ જીતવા પૂરતો સીમિત નથી, પરંતુ હેકાથોનના વિજેતા યુવા ઇનોવેટર્સ અને તેમના સ્ટાર્ટ-અપ્સને આગામી સમયમાં રાજ્ય સરકાર સાથે સીધા જોડાઈને આ પ્રોજેક્ટ પર કામ કરવાની તક પૂરી પાડવા અંગે સક્રિય વિચારણા ચાલી રહી છે. સ્ટાર્ટ-અપ્સ અને યુવા ઇનોવેટર્સ માટે સોનેરી અવસર અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા યોજાયેલી આ હેકાથોન સામાન્ય સ્પર્ધા પૂરતી સીમિત ન રહેતાં સાયબર સુરક્ષા સામે લડવા માટે ગુજરાત પોલીસને ટેકનોલોજીની નવી દિશા આપતી સીમાચિહ્નરૂપ પહેલ છે. મોટા પ્રોજેક્ટ્સમાં સામાન્ય રીતે કોર્પોરેટ કંપનીઓને અગ્રતા મળતી હોય છે, પરંતુ આ પહેલ થકી દેશના નવયુવાનો, વિદ્યાર્થીઓ અને સ્ટાર્ટ-અપ્સને પોતાના મૌલિક આઇડિયા તેમજ સોફ્ટવેર સોલ્યુશન્સ પ્રદર્શિત કરવાનો મોટો મંચ મળ્યો છે. ટેક-સેવી યુવાનોને આ સાયબર ચેલેન્જમાં ઉત્સાહભેર જોડાઈને 'વિકસિત ગુજરાત'ના નિર્માણમાં ટેકનોલોજીકલ ભાગીદાર બનવા માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સાયબર નિષ્ણાતોની ઉપસ્થિતિ આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં રાજ્યના પોલીસ વડા જી. એસ. મલિક, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ કુમાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ગૃહ સચિવ નિપુણા તોરવણે, અમદાવાદ રેન્જ આઈજીપી રાઘવેન્દ્ર વત્સ તેમજ જેસીપી ક્રાઇમ બ્રાન્ચ શરદ સિંઘલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખાસ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સાયબર સુરક્ષા ક્ષેત્રના અગ્રણી તજજ્ઞો, i-Hubના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં આઇટી નિષ્ણાતો અને ટેકનોલોજી ક્ષેત્રના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Sergio Gor Kashmir : J&K पर America का बड़ा बयान, Sergio Gor ने पाकिस्तान को दिया झटका! | Top News
    Next Article
    પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલના બે કેસોમાં જમીન નકારાયા:સાણંદ અને બોપલ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાનો કેસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment