Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ:ફૂડ સેફ્ટી અને સેનિટેશન ટીમના સંયુક્ત ઓપરેશનથી ખાદ્ય વિક્રેતાઓમાં ફફડાટ, સ્વચ્છતાના નિયમો નેવે મૂકનારી 43 હોટેલ-રેસ્ટોરન્ટ સીલ

    10 hours ago

    ફૂડ પોઇઝનિંગ કેસ બાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં લોકોના સ્વાસ્થ્યની સુરક્ષાને ધ્યાને રાખીને મોટા પાયે સઘન ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આરોગ્ય અધિકારીની સૂચના મુજબ ફૂડ સેફ્ટી ઓફિસરો અને સેનિટેશન સ્ટાફે દરેક ઝોનમાં સંયુક્ત ટીમો બનાવી આક્રમક ચેકિંગ કામગીરી કરી હતી. આ વિશેષ ઝુંબેશ હેઠળ સુરતના વિવિધ વિસ્તારોમાંથી કુલ 209 હોટેલ-રેસ્ટોરન્ટ તેમજ 34 જેટલા હાઈવે અને સ્થાનિક ધાબાઓ પર દરોડા જેવી તપાસ હાથ ધરાઈ હતી. કિચનની સ્વચ્છતાથી માંડી મેડિકલ ફિટનેસ સુધીની ઝીણવટભરી તપાસ ચેકિંગ દરમિયાન ટીમો દ્વારા હોટેલોના કિચન એરિયાની સાફ-સફાઈ, વાસી કે એક્સપાયરી ડેટવાળા ખાદ્ય પદાર્થોનો સંગ્રહ, ડીપ ફ્રિઝ અને અનાજ સ્ટોરેજની સ્થિતિ તપાસવામાં આવી હતી. આ ઉપરાંત ઉપયોગમાં લેવાતા પાણીની શુદ્ધતા, કચરાના નિકાલની વ્યવસ્થા, પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ તેમજ ફૂડ હેન્ડલર્સના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરાઈ હતી. ખાસ કરીને પનીર, ચીઝ, બટર, છાશ અને તેલની ગુણવત્તા બાબતે મેનુ કાર્ડ અને ડિસ્પ્લે બોર્ડ પર દર્શાવેલ વિગતોની પણ ઘનિષ્ઠ ચકાસણી કરવામાં આવી હતી. 548 કિલો અખાદ્ય ખોરાક જપ્ત કરી નાશ SMCની આ કામગીરી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે ત્વરિત શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. ટીમે સ્થળ પરથી મળી આવેલા કુલ 548 કિલો જેટલા અખાદ્ય, વાસી અને આરોગ્ય માટે હાનિકારક ખોરાકના જથ્થાનો તાબડતોબ નાશ કર્યો હતો. ગંભીર ક્ષતિઓ ધરાવતા 128 એકમોને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ સંચાલકો પાસેથી કુલ રૂ. 4,43,800/- નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. ગંભીર ક્ષતિઓ જણાતાં 43 હોટેલ-રેસ્ટોરન્ટ બંધ કરાવાઈ સ્વચ્છતાના અભાવ અને ફૂડ સેફ્ટીના નિયમોના સરેઆમ ઉલ્લંઘન બદલ પાલિકા તંત્ર દ્વારા 43 જેટલી હોટેલ-રેસ્ટોરન્ટને હાલ તુરંત અસરથી બંધ કરાવી દેવામાં આવી છે. આ એકમો દ્વારા નોટિસનો ખુલાસો અને જરૂરી સુધારા-વધારા કર્યા બાદ જ પુનઃ ઇન્સ્પેક્શન કરીને શરૂ કરવાની મંજૂરી અપાશે. મનપાએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા કોઈપણ વેપારીને બક્ષવામાં નહીં આવે અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવું ફરજિયાત રહેશે.
    Click here to Read More
    Previous Article
    પોપ્યુલર બિલ્ડરના દશરથ પટેલના બે કેસોમાં જમીન નકારાયા:સાણંદ અને બોપલ પોલીસ મથકમાં જમીન પચાવી પાડવાનો કેસ
    Next Article
    સાણંદ-સનાથલની એપલવૂડ વિલામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો:25 દિવસે પોલીસે રાજસ્થાનની ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી, 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment