Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાણંદ-સનાથલની એપલવૂડ વિલામાં થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો:25 દિવસે પોલીસે રાજસ્થાનની ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી, 23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

    11 hours ago

    અમદાવાદ ગ્રામ્ય હેઠળ આવતા સાણંદ-સનાથલ રોડ પર આવેલી પોશ એપલવૂડ વિલા સોસાયટીમાં ગત 25 જુલાઈની રાત્રે થયેલી મોટી ચોરીનો ભેદ ચાંગોદર પોલીસે 25 દિવસની ભારે જહેમત બાદ ઉકેલી કાઢ્યો છે. ભારે વરસાદના કારણે મકાન બંધ કરીને પરિવાર દીકરીના ઘરે ગયો હતો, જે તકનો લાભ લઈને રાજસ્થાનની રીઢા તસ્કરોની ગેંગે હાથફેરો કર્યો હતો. ચાંગોદર પોલીસે સઘન તપાસના અંતે ગેંગના 4 સભ્યોને ઝડપી પાડી 22 તોલા સોનું, 1.456 કિલો ચાંદી અને રોકડ રકમ સહિત કુલ ₹23.70 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે, જ્યારે ચોરીનું પ્લાનિંગ કરનાર મુખ્ય સૂત્રધાર અને ટીપ આપનાર શખ્સની શોધખોળ તેજ કરી છે. વરસાદી પાણી ભરાતાં પરિવાર સેટેલાઇટ ગયો અને તસ્કરો ત્રાટક્યા સનાથલની એપલવૂડ વિલા સોસાયટીમાં રહેતા સંદીપભાઈ અગ્રવાલ તેમની પત્ની અને દીકરી સાથે રહે છે. તેમની દીકરી પીપલજમાં ટેક્સટાઇલ કંપની ચલાવી એપરોનનું એક્સપોર્ટ કરે છે. ગત 23 જુલાઈએ વિસ્તારમાં ભારે વરસાદથી સોસાયટીમાં પાણી ભરાઈ જતાં સંદીપભાઈ પોતાના પરિવાર અને ઘરકામ કરતી બે મહિલાઓ સાથે સેટેલાઇટ સ્થિત દીકરીના ઘરે રહેવા ગયા હતા. 27 જુલાઈએ પરિવાર પરત ફર્યો ત્યારે ઘરના તાળાં તૂટેલાં મળ્યાં હતાં અને તિજોરીમાંથી ₹8 લાખ રોકડા તેમજ સોના-ચાંદીના દાગીના મળી કુલ ₹16.80 લાખની મતા ચોરાઈ ગઈ હતી. ચાંગોદર પોલીસે ગુનો નોંધી સોસાયટીના સીસીટીવી ફૂટેજ ચકાસતાં 25 જુલાઈની રાત્રે તસ્કરો ઘરમાં ઘૂસતા નજરે પડ્યા હતા. ઘરઘાટીની ટીપ પરથી હરીશ કટારાએ ચોરીનું નેટવર્ક ગોઠવ્યું હતું પોલીસ ટીમોએ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે રાજસ્થાનની ગેંગના ચાર સભ્યો કલ્પેશ પટેલ (રહે. વેજલપુર), નારાયણ પટેલ (રહે. જનતાનગર), રાનુ ભોઈ (રહે. ગાંધીનગર) અને દિનેશ ભોઈ (રહે. રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. આરોપીઓની આકરી પૂછપરછમાં બહાર આવ્યું કે આ ચોરીનું સમગ્ર ષડયંત્ર હરીશ કટારા નામના મુખ્ય સૂત્રધારે ઘડ્યું હતું. સોસાયટીમાં ઘરઘાટી તરીકે કામ કરતા એક સ્થાનિક શખ્સે હરીશને બંગલો બંધ હોવાની પાકી બાતમી આપી હતી. ત્યારબાદ હરીશે પોતાના સાગરીતો નારાયણ અને કલ્પેશને બોલાવી ચોરી કરાવી હતી અને પોતાનો હિસ્સો લઈને ફરાર થઈ ગયો હતો. અગાઉ પણ કરોડોની ચોરી કરી હોવાની આશંકા: મુખ્ય આરોપીની શોધખોળ શરૂ પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલા દાગીના સહિત ₹23.70 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ઝડપાયેલા નારાયણ પટેલ, રાનુ ભોઈ તેમજ ફરાર હરીશ કટારા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અગાઉ પણ અનેક સ્થળોએ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂક્યા છે. આ ગેંગે અગાઉ પણ કરોડો રૂપિયાની ચોરીઓ કરી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. હાલ ચાંગોદર પોલીસે ફરાર મુખ્ય આરોપી હરીશ કટારા તેમજ ટીપ આપનાર ઘરઘાટીને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    548 કિલો અખાદ્ય ખોરાકનો નાશ:ફૂડ સેફ્ટી અને સેનિટેશન ટીમના સંયુક્ત ઓપરેશનથી ખાદ્ય વિક્રેતાઓમાં ફફડાટ, સ્વચ્છતાના નિયમો નેવે મૂકનારી 43 હોટેલ-રેસ્ટોરન્ટ સીલ
    Next Article
    ભાવનગર લઠ્ઠાકાંડમાં નવો ઘટસ્ફોટ, શિક્ષકની ઘરમાંથી લાશ મળી:રસોડામાં રોયલ સ્ટેગની અડધી બોટલ મળી, નકલી ઇંગ્લિશ દારૂ પીવાથી 6ના મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment