Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિની મનોકામના પૂરી થશે, ધન રાશિએ ભાઈઓ સાથે વિવાદ ટાળવો

    1 day ago

    ગુજરાતી પંચાંગ અનુસાર, 20 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ શ્રાવણ સુદ આઠમ/નોમ ​​છે. આ દિવસની ચંદ્ર રાશિ વૃશ્ચિક છે. રાહુકાળ બપોરે 02:18થી 03:53 સુધી રહેશે. જ્યોતિષી ડૉ. અજય ભામ્બીના મતે 12 રાશિ માટે દિવસ કેવો રહેશે, એ તમારી રાશિ પ્રમાણે જાણી લો… પોઝિટિવ- આજે ગ્રહ ગોચર તમારા માટે ઉત્તમ પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમારી સકારાત્મક તથા સંતુલિત વિચારધારા દ્વારા યોજનાબદ્ધ રીતે કાર્યો સંપન્ન થતા જશે. વરિષ્ઠ લોકોના માર્ગદર્શન હેઠળ તમારી કોઈ વ્યક્તિગત સમસ્યા પણ ઉકેલાવાની શક્યતા છે. પારિવારિક બાબતોમાં તમારું યોગદાન રહેશે. નેગેટિવ- ઘરના વરિષ્ઠ સભ્યો અને વડીલોનું માન-સન્માન જાળવી રાખો તથા તેમના માર્ગદર્શનની અવગણના ન કરો. આર્થિક રીતે કેટલીક મુશ્કેલીઓ ઊભી થવાથી ચિંતા રહેશે. પરંતુ આ અસ્થાયી છે, તેથી વધુ પરેશાન થવાની જરૂર નથી. પડોશી સાથે કોઈ દલીલબાજીની સ્થિતિ બની શકે છે. વ્યવસાય- વ્યાવસાયિક સંપર્ક સૂત્રો તથા મીડિયાના માધ્યમથી તમને યોગ્ય તકો મળશે. સાથે જ ફોન કોલ દ્વારા કોઈ મહત્વપૂર્ણ માહિતી પણ મળશે. આ સમયે માર્કેટિંગ સંબંધિત કાર્યો મુલતવી રાખો. કોઈ બહારના વ્યક્તિની સલાહ તમારા માટે નુકસાનકારક રહી શકે છે. લવ- જીવનસાથી તથા પરિવારના સભ્યો સાથે હસી-ખુશીની પળો વિતશે. પ્રેમ સંબંધોમાં કોઈ નાની બાબતને લઈને મતભેદ થઈ શકે છે. સ્વાસ્થ્ય- ગળામાં ઇન્ફેક્શન અને શરદી-ઉધરસની સમસ્યા રહેશે. બેદરકારી ન દાખવો, આયુર્વેદિક વસ્તુઓનો વધુમાં વધુ ઉપયોગ કરો. લકી કલર- સફેદ લકી નંબર- 7 પોઝિટિવ- કોઈ મનપસંદ કામ થવાથી ઉથલપાથલ ભરેલી દિનચર્યામાંથી રાહત મળશે. ફાઇનાન્સ સંબંધિત મહત્વપૂર્ણ યોજનાઓ પર લેવાયેલા નિર્ણયોના સકારાત્મક પરિણામો સામે આવશે. યુવાનોને જે પણ રોજગાર સંબંધિત તક મળે, તે ઝડપી લેવી જોઈએ. નેગેટિવ- ઘરના વરિષ્ઠ અને અનુભવી વ્યક્તિઓની સલાહ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. પરંતુ અજાણ્યા લોકો સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કે સલાહ લેવાથી દૂર રહો. કોઈની સાથે પણ અસભ્ય ભાષાનો પ્રયોગ ન કરો, આનાથી સંબંધો બગડી શકે છે. વ્યવસાય- વ્યવસાયમાં પ્રવૃત્તિઓ સામાન્ય રહેશે. પરંતુ કેટલાક ઓર્ડર મળવાથી રાહત મળશે. આ સમયે તમામ કાર્યો પોતાની દેખરેખ હેઠળ જ પતાવવાનો પ્રયાસ કરો, કોઈ કર્મચારીનું નકારાત્મક વલણ તમને પરેશાન કરી શકે છે. લવ- પરિવારમાં પરસ્પર પ્રેમ અને સૌહાર્દનું વાતાવરણ જળવાઈ રહેશે. નકામા પ્રેમ સંબંધો અને મિત્રો સાથે સમય વેડફશો નહીં. સ્વાસ્થ્ય- વર્તમાન હવામાનની અસર સ્વાસ્થ્ય પર પડી શકે છે. તેથી સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. લકી કલર- વાદળી લકી નંબર- 9 પોઝિટિવ- પ્રોપર્ટી સંબંધિત ખરીદ-વેચાણ કરવા માટે સમય અનુકૂળ છે. ઘરમાં પણ યોગ્ય અને સકારાત્મક વાતાવરણ રહેશે. તમે તમારી જીવનશૈલીને વધુ પ્રભાવશાળી બનાવવાનો પ્રયાસ કરશો. અટકેલું પેમેન્ટ કે ઉધાર આપેલા પૈસા પાછા મેળવવા માટે કરેલા પ્રયાસોમાં સફળતા મળશે. નેગેટિવ- ધ્યાન રાખો કે યોગ્ય સમયે કરેલા પ્રયાસોના પરિણામ પણ યોગ્ય મળે છે, તેથી સમયની કિંમત ઓળખો. બાળકો સાથે સંકળાયેલા કોઈ ખાસ કાર્યમાં અત્યારે મનગમતું પરિણામ નહીં મળે. ધીરજ અને સંયમથી પોતાના કાર્યો પૂર્ણ કરો, ધીમે-ધીમે પરિસ્થિતિઓ આપોઆપ સુધરી જશે. વ્યવસાય- નેટવર્કિંગ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓમાં કાર્યરત લોકો માટે ઉત્તમ તકો બની રહી છે. કારોબાર સંબંધિત કોઈ કેસ ચાલી રહ્યો છે, તો આજે તેનાથી સંબંધિત વિશેષ સફળતા મળવાની આશા છે. પરંતુ આ સમયે વિસ્તાર સંબંધિત યોજનાઓને મુલતવી રાખો. લવ- પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજશે તથા પરસ્પર સહયોગથી ઘરની સમસ્યાઓને પણ ઉકેલવામાં સક્ષમ રહેશે. સ્વાસ્થ્ય- અતિશય વ્યસ્તતા અને કાર્યભારના કારણે માનસિક તણાવ રહેશે. મેડિટેશનમાં થોડો સમય વિતાવવો તથા ઉત્તમ સાહિત્ય વાંચવું તમને ઊર્જાવાન રાખશે. લકી કલર- બદામી લકી નંબર- 3 પોઝિટિવ- આજે દિવસભર અતિશય કાર્યભાર તમને વ્યસ્ત રાખશે. જોકે તમારી સકારાત્મક અને સંતુલિત સોચ તમને યોજનાબદ્ધ રીતે કાર્ય પૂર્ણ કરવામાં મદદ કરશે. સામાજિક અથવા સોસાયટી સંબંધિત પ્રવૃત્તિઓમાં પણ તમારું યોગ્ય યોગદાન જળવાઈ રહેશે. નેગેટિવ- ભાવુકતામાં આવીને કોઈની જવાબદારી પોતાના પર ન લો. સમયના અભાવના કારણે તમે તેને નિભાવી શકશો નહીં. તેની નકારાત્મક અસર તમારા સ્વાસ્થ્ય પર પણ પડશે. કોઈ પણ યાત્રાનો પ્લાન કરતા પહેલાં તમામ પાસાઓ પર વિચાર ચોક્કસ કરી લો. વ્યવસાય- વ્યાવસાયિક દ્રષ્ટિએ સમય સામાન્ય જ રહેશે. પોતાના કારોબાર સાથે જોડાયેલા લોકો સાથે સંબંધોમાં કટુતા ન આવવા દો. નહીંતર આની અસર તમારા વ્યવસાય પર પડશે, સાથે જ તમારા માન-સન્માનમાં પણ ઘટાડો થશે. સરકારી સેવામાં કાર્યરત લોકો પબ્લિક સાથે સંકળાયેલા કાર્યોમાં ખૂબ જ સાવચેતી રાખે. લવ- કોઈ નજીકના સંબંધી તરફથી શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીઓ ભર્યું વાતાવરણ રહેશે. કોઈ ખાસ મિત્રને પણ મળવાની તક મળશે. સ્વાસ્થ્ય- થોડો સમય પોતાની શાંતિ અને આરામ માટે પણ ચોક્કસ કાઢો. બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ધરાવતા લોકો પોતાનું વિશેષ ધ્યાન રાખે. લકી કલર- ક્રીમ લકી નંબર- 1 પોઝિટિવ- આજે કોઈ સુખદ અને ખુશીઓ ભર્યા સમાચાર મળશે. જેના કારણે તમે પોતાને ખૂબ જ હળવા-ફૂલવા અને તણાવમુક્ત અનુભવશો. યુવાનોને કોઈ ઇન્ટરવ્યુમાં સફળતા મળવાથી આત્મવિશ્વાસ વધશે અને પૂરી ઊર્જા તથા મહેનતથી પોતાના કાર્યો પાર પાડશે. નેગેટિવ- ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. જેના કારણે તમારે કોઈ મહત્વપૂર્ણ કામ પણ મુલતવી રાખવું પડી શકે છે. સંયુક્ત પરિવારમાં વ્યવસ્થાને લઈને થોડો તણાવ રહેશે. પોતાના બજેટનું ધ્યાન ચોક્કસ રાખો. વ્યવસાય- વ્યવસાયમાં નફો આપવાની સ્થિતિ બનેલી છે. સહયોગીઓ અને કર્મચારીઓની સલાહ તમારા માટે ઉત્તમ સાબિત થશે. ઇમ્પોર્ટ-એક્સપોર્ટના કાર્યમાં કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લો. નોકરીયાતોને પણ અચાનક પ્રમોશન સંબંધિત કોઈ સત્તાવાર માહિતી મળશે. લવ- જીવનસાથી તથા પારિવારિક સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે. પ્રેમ સંબંધોમાં નિકટતા વધશે. સ્વાસ્થ્ય- ત્વચા સંબંધિત કોઈ એલર્જી થઈ શકે છે. વધુ ભીડભાડ તથા પ્રદૂષણવાળી જગ્યાએ જવાનું ટાળો. લકી કલર- લાલ લકી નંબર- 2 પોઝિટિવ- આજે તમારી કોઈ મનોકામના પૂરી થવાની છે. તેથી તમારા પ્રયાસોમાં અભાવ ન આવવા દો. સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેનો પૂરો ઉપયોગ કરો. જો કોઈ નવું મકાન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો, તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે. નેગેટિવ- ક્યારેક તમારા વિચારોની સંકુચિતતા પારિવારિક લોકોને પરેશાન કરી શકે છે. સમય સાથે પોતાના સ્વભાવને બદલવો પણ અતિ આવશ્યક છે. બાળકોએ મનોરંજનની સાથે સાથે પોતાના અભ્યાસ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાય- વ્યવસાયમાં આજે કોઈ નવી પ્રવૃત્તિ પર કામ ન કરો. આ સમયે જેવું ચાલી રહ્યું છે, તેમાં જ તમારી ઊર્જા લગાવો. ટૂર એન્ડ ટ્રાવેલ્સ, મીડિયા, આર્ટ વગેરે જેવા કાર્યોમાં સફળતા મળશે. નોકરીમાં અત્યારે બદલી માટે પ્રયાસ ન કરો. લવ- પારિવારિક વાતાવરણ સકારાત્મક બનેલું રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા રહેશે. સ્વાસ્થ્ય- એલર્જીના કારણે શરદી-ઉધરસથી પરેશાન રહેશો. યોગ્ય સાવચેતી રાખો તથા સારવાર લો. લકી કલર- સફેદ લકી નંબર- 1 પોઝિટિવ- બદલાતા પરિવેશના કારણે કેટલીક નવી નીતિઓ બનાવી છે, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. વીમા કે રોકાણ સંબંધિત કાર્યો પણ વિઘ્ન વગર પૂર્ણ થશે. કોઈ મિત્ર સાથે ખાસ મુદ્દા પર વાટાઘાટોના સકારાત્મક પરિણામો મળશે. નેગેટિવ- વ્યર્થની અવરજવર અને મોજમસ્તીમાં પોતાનો સમય અને પૈસા ન બગાડો. આ સમયે પારિવારિક જવાબદારીઓ પણ વધી શકે છે, જેને નિભાવવામાં થોડી મુશ્કેલીઓ આવશે. યુવાનોને કોઈ પણ જોખમી પ્રવૃત્તિમાં રસ લેવો નુકસાનનું કારણ બની શકે છે. આજે વાહનનો ઉપયોગ ન જ કરો. વ્યવસાય- પોતાની યોજનાઓ તથા કાર્યપ્રણાલીમાં બહારના વ્યક્તિઓનો હસ્તક્ષેપ ન થવા દો. તથા બીજા પર નિર્ભર રહેવાને બદલે પોતે જ કામ પતાવવાનો પ્રયાસ કરો. કામકાજી મહિલાઓ માટે ઘર અને કારોબારમાં સુમેળ જાળવવામાં કેટલાક પડકારો રહી શકે છે, પરંતુ લાભની શક્યતાઓ પણ બનશે. લવ- દાંપત્ય જીવન મધુર અને સુખદ રહેશે. મિત્રો સાથે મુલાકાત પરિવારમાં કેટલીક મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. સ્વાસ્થ્ય- આજે સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આળસ અને બેચેની જેવી સ્થિતિ રહેશે. લકી કલર- કેસરી લકી નંબર- 9 પોઝિટિવ- કેટલાક પારિવારિક વાદ-વિવાદ આજે ઉકેલાવાથી ઘરમાં શાંતિભર્યું વાતાવરણ રહેશે. જેનાથી તમે તમારી વ્યક્તિગત પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો. કોઈ નજીકના મિત્રનો સહયોગ પણ તમારા મનોબળ અને આત્મવિશ્વાસને જાળવી રાખશે. નેગેટિવ- મન મુજબ કોઈ વાત ન થવાથી ક્રોધ અને આવેશમાં ન આવો, શાંતિ અને ધીરજપૂર્વક પોતાની વાત રજૂ કરવાનો પ્રયાસ કરો. કલ્પનામાં ન જીવીને હકીકતનો સામનો કરો. જીવનની વાસ્તવિકતાને સમજવી જોઈએ. વ્યવસાય- વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અત્યારે ધીમી જ રહેશે. પરંતુ આવકના સ્ત્રોત બનેલા રહેશે, તેથી આર્થિક સમસ્યા ઊભી નહીં થાય. નોકરીમાં મનપસંદ જગ્યાએ ટ્રાન્સફરની માહિતી મળી શકે છે. કાનૂની મામલાઓમાં થોડું સચેત રહેવાની જરૂર છે, કોઈ તપાસ વગેરે થવાની પણ આશંકા છે. લવ- જીવનસાથીનો ઘર અને પરિવાર પ્રત્યે પૂર્ણ સહયોગ રહેશે. પરસ્પર સંબંધો પણ સૌહાર્દપૂર્ણ બનેલા રહેશે. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું તમને શારીરિક અને માનસિક રીતે ઊર્જાવાન બનાવી રાખશે. લકી કલર- ગુલાબી લકી નંબર- 5 પોઝિટિવ- પરિવારના સભ્યો સાથે મધુર સમય વિતશે. દૈનિક દિનચર્યાના કાર્યોથી અલગ હટીને થોડો સમય આત્મચિંતન તથા આત્મનિરીક્ષણમાં વિતાવો. આનાથી તમને ઘણી ગૂંચવાયેલી બાબતોને સુવ્યવસ્થિત કરવાની તક મળશે. નેગેટિવ- બીજા પાસેથી સહયોગની વધુ આશા ન રાખો. સમય અનુસાર પોતાના વ્યવહારમાં પણ ફેરફાર લાવવો જરૂરી છે. આનાથી તમારા સંબંધો યોગ્ય જળવાઈ રહેશે. અહંકારના કારણે ભાઈઓ સાથે કોઈ વાદ-વિવાદ થઈ શકે છે. પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા શોધી લેશો. વ્યવસાય- કાર્યક્ષેત્રની સાથે સાથે માર્કેટિંગ અને પોતાના સંપર્ક સંબંધો મજબૂત કરવામાં પણ સમય આપો. આર્થિક સ્થિતિ આ સમયે મજબૂત રહેશે. ક્લાયન્ટ સાથે પણ મધુર વ્યવહાર તથા ધીરજ જાળવી રાખવાની જરૂર છે, કારણ કે ગુસ્સાના કારણે સંબંધો બગડી શકે છે. લવ- પતિ-પત્ની વચ્ચે સુખદ સંબંધો રહેશે. યુવા વર્ગ પ્રેમ સંબંધો પ્રત્યે મર્યાદિત રહે. સ્વાસ્થ્ય- વર્તમાન વાતાવરણથી પોતાનો બચાવ ચોક્કસ કરો. ભેજવાળી ગરમીથી તમારું સ્વાસ્થ્ય પ્રભાવિત થઈ શકે છે. લકી કલર- ક્રીમ લકી નંબર- 3 પોઝિટિવ- આજે તમારો કોઈ હેતુ સફળ થવાનો છે, તેથી નકામી વાતોમાંથી ધ્યાન હટાવીને પોતાના લક્ષ્ય પર ધ્યાન આપો. આજે યુવાનોના કરિયર સંબંધિત કોઈ પ્રયાસ સફળ થવાની પૂરી શક્યતા છે. આવક અને ખર્ચનો યોગ્ય તાલમેલ જળવાઈ રહેશે અને સુખદ સમય વિતશે. નેગેટિવ- વ્યાવહારિક વિચાર રાખો, કોઈ પણ નકારાત્મક સ્થિતિ બનવા પર ગભરાવાને બદલે ઉકેલ શોધો, આનાથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. સારું રહેશે કે બીજાના મામલામાં ન ગૂંચવાઓ. પોતાની વાતચીત શૈલીમાં થોડી નમ્રતા લાવવી જરૂરી છે. વ્યવસાય- ભાગીદારી સંબંધિત વ્યવસાયમાં ચાલી રહેલા વિવાદોનો ઉકેલ આવશે તથા સંબંધો ફરીથી મધુર થઈ જશે. પરંતુ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે ન જ લો, કારણ કે થોડીક પણ અસાવધાની નુકસાનનું કારણ બની શકે છે. નોકરીયાતોએ પણ ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. લવ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજોના કારણે અંતર આવી શકે છે. સ્વાસ્થ્ય- વાયુ દોષ અને પેટ સંબંધિત તકલીફો પરેશાન કરશે. વધુ ભારે અને તળેલું ભોજન ખાવાનું ટાળો. કસરત અને યોગ નિયમિત રાખો. લકી કલર- જાંબલી લકી નંબર- 2 પોઝિટિવ- ગ્રહ સ્થિતિ ખૂબ જ સાનુકૂળ બનેલી છે. છેલ્લા કેટલાક સમયથી પોતાની કાર્યશૈલીમાં ફેરફાર લાવવા સંબંધિત જે યોજનાઓ બનાવી રહ્યા હતા, આજે તેના પર અમલ કરવાનો યોગ્ય સમય છે. રાજકીય ક્ષેત્રમાં તમારા સંપર્કો કેટલાક મહત્વપૂર્ણ લોકો સાથે થશે. કોઈ ખાસ મિત્ર સાથે મુલાકાતની તક પણ બનશે. નેગેટિવ- આ સમયે તમારા પર અતિશય કાર્યભારની સ્થિતિ રહેશે, જેના કારણે તમે તમારા વ્યક્તિગત જીવન પર વધુ સમય આપી શકશો નહીં. રૂપિયા-પૈસા સંબંધિત કોઈ પણ પ્રકારની લેવડ-દેવડ કરવા માટે સમય અનુકૂળ નથી. પરંતુ કોઈની સાથે સંબંધો પણ ન બગાડો. વ્યવસાય- વ્યાવસાયિક પાર્ટીઓ સાથે ડીલ કરતી વખતે ખૂબ જ સાવચેતી રાખવાની જરૂર છે. કાગળો વગેરે સારી રીતે તપાસી લો. આ સમયે કોઈ પણ પ્રકારની ઉધારી કે લેવડ-દેવડ ન કરો. સરકારી સેવામાં કાર્યરત લોકોને કાર્યભાર ઓછો થવાથી રાહત મળશે. લવ- પતિ-પત્ની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે. બહારના વ્યક્તિઓનો હસ્તક્ષેપ પોતાના દાંપત્ય જીવન પર ન થવા દો. સ્વાસ્થ્ય- સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત તપાસ નિયમિતરૂપે કરાવતા રહો. લકી કલર- લીલો લકી નંબર- 5 પોઝિટિવ- સમય અનુકૂળ છે. પરંતુ સાથે જ પોતાની અકાંક્ષાઓની પૂર્તિ માટે અતિશય મહેનતની પણ જરૂર છે. પોતાના કર્મ પર વિશ્વાસ રાખો. જો કોઈ જમીન-સંપત્તિ સંબંધિત કેસ ચાલી રહ્યો છે, તો આજે તેને ઉકેલવાનો અનુકૂળ સમય છે. નેગેટિવ- ક્યાંય પણ પૈસા ખર્ચતા પહેલાં યોગ્ય વિચાર-વિમર્શ ચોક્કસ કરો, નહીંતર ફિઝૂલખર્ચી થઈ શકે છે. દિવસના બીજા ભાગમાં કોઈ દુખદ સમાચાર મળવાથી મન વ્યથિત રહેશે. સંતાનની કોઈ હરકત પણ પરેશાન કરી શકે છે. વ્યવસાય- કાર્યક્ષેત્રમાં નાની-મોટી મુશ્કેલીઓ આવી શકે છે. પરંતુ ચિંતા ન કરો, સમયસર તેનો નિકાલ પણ થઈ જશે. આવકનો કોઈ નવો સ્ત્રોત પણ બનશે. ઓફિસમાં કોઈ પ્રકારનું રાજકારણ ચાલી શકે છે. ચાપલૂસ લોકોના પ્રભાવમાં ન આવો તથા પોતાના કામ પર જ ધ્યાન બનાવી રાખો. લવ- પતિ-પત્નીનો પરસ્પર સુમેળ ઘરમાં ખુશનુમા વાતાવરણ બનાવી રાખશે. પ્રેમ સંબંધોમાં પણ નિકટતા રહેશે. સ્વાસ્થ્ય- થોડો સમય પોતાના આરામ માટે પણ ચોક્કસ કાઢો. વધુ પડતી મહેનત અને થાકના કારણે નબળાઈ આવી શકે છે. લકી કલર- પીળો લકી નંબર- 1
    Click here to Read More
    Previous Article
    20 ઓગસ્ટનું અંકફળ:અંક 4ના જાતકોની દિવસની શરૂઆત કામની ટીકા સાથે થશે, અંક 5ના જાતકોને કામમાં સફળતા મળશે
    Next Article
    કન્સ્ટ્રક્શન સાઇટ પર યુવતી સાથે બળજબરીનો પ્રયાસ:નરોડામાં પિતાને ટિફિન આપવામાં આવેલી સગીરા સાથે ત્રણ યુવકોએ હાથ પકડી બળજબરી કરી, તાબે ના થતાં નીચે ફેંકી દીધી

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment