Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કન્સ્ટ્રક્શન સાઇટ પર યુવતી સાથે બળજબરીનો પ્રયાસ:નરોડામાં પિતાને ટિફિન આપવામાં આવેલી સગીરા સાથે ત્રણ યુવકોએ હાથ પકડી બળજબરી કરી, તાબે ના થતાં નીચે ફેંકી દીધી

    1 day ago

    અમદાવાદ શહેરમાં મહિલા અને સગીરાઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આનંદનગરમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા યુવતી પર દુષ્કર્મ આચરવાની ઘટના બાદ હવે નરોડા વિસ્તારના મુઠીયા નજીક આવેલી ‘શ્યામ ઉપવન’ નામની કન્સ્ટ્રક્શન સાઇટ પર 17 વર્ષીય સગીરા સાથે ત્રણ શ્રમિક યુવકોએ બળજબરી કરી છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરાએ હિંમતપૂર્વક વિરોધ કરતાં ઉશ્કેરાયેલા શખ્સોએ તેને નિર્દયતાથી દસમા માળેથી નીચે ફેંકી દીધી હતી. સદનસીબે લિફ્ટના ભાગમાં પટકાતાં સગીરાનો જીવ બચી ગયો હતો, જેને હાલ અત્યંત ગંભીર હાલતમાં ચાંદખેડા સ્થિત એસએમએસ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે. પિતાને ટિફિન આપીને પરત ફરતી વખતે ત્રણ શખ્સોએ છેડતી કરી મૂળ દાહોદના વતની અને હાલ નરોડા વિસ્તારમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટની લેબર કોલોનીમાં રહેતા શ્રમિક દંપતીની 17 વર્ષીય પુત્રી 17 ઓગસ્ટના રોજ બપોરે મુઠીયા ખાતે આવેલી સાઇટ પર પિતાને ટિફિન આપવા આવી હતી. પિતા ટિફિન જમી લીધા બાદ સગીરા સીડીઓ મારફતે નીચે ઉતરી રહી હતી રે દસમા માળે મજૂરી કામ કરતા રાજસ્થાનના રાહુલ ડોડીયાર, સુરેશચંદ્ર ચરપોટા અને દિનેશ નીનામા નામના ત્રણ યુવકો ત્યાં ઊભા હતા. તે પૈકી રાહુલે સગીરાને પોતાનો મોબાઈલ નંબર લેવા માટે દબાણ કર્યું હતું, જેનો સગીરાએ સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. તાબે ન થતાં 10મા માળેથી નીચે ફેંકી દેતાં સગીરા લિફ્ટ ડક્ટમાં પટકાઈ સગીરા આગળ વધતાં ત્રણેય આરોપીઓ તેની પાછળ પડ્યા હતા અને નજીક આવી તેના બંને હાથ પકડી લઈ છેડતી શરૂ કરી દીધી હતી. આરોપીઓએ મોબાઈલ નંબર લેવા માટે જબરદસ્તી ચાલુ રાખી હતી, પરંતુ સગીરાએ સતત વિરોધ કરી પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો હતો. સગીરા તાબે ન થતાં ઉશ્કેરાયેલા શખ્સોએ તેને ઊંચકીને સીડીમાંથી દસમા માળેથી નીચે ફેંકી દીધી હતી. સગીરા લિફ્ટના ખુલ્લા ભાગમાં પટકાતાં ભારે ધડાકો અને ચીસાચીસ થઈ હતી, જેના પગલે પિતા સહિત આસપાસના લોકો દોડી આવ્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ગંભીર હાલતમાં પડેલી પુત્રીને તાત્કાલિક સાબરમતીની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. નરોડા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા આ અત્યંત ગંભીર ઘટનાની જાણ થતાં જ નરોડા પોલીસનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોની મદદથી પોલીસે દિનેશ નીનામા નામના આરોપીને તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. નરોડા પોલીસે સગીરા પર હુમલો અને છેડતી સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગુરુવારનું રાશિફળ:કન્યા રાશિની મનોકામના પૂરી થશે, ધન રાશિએ ભાઈઓ સાથે વિવાદ ટાળવો
    Next Article
    સંત રવિદાસ કળશ યાત્રા વલસાડ પહોંચી:650મી જન્મજયંતિ નિમિત્તે સામાજિક સમરસતાનો સંદેશ આપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment