Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્ડિગોની વેબસાઇટ-એપ પર ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ફ્લાઇટ્સનું ભાડું અને શેડ્યૂલ દેખાતું નથી, વેબ ચેક-ઇનમાં પણ મુશ્કેલી

    2 days ago

    દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં મુશ્કેલી આવી રહી છે. કેટલાક મુસાફરોને એરલાઇનની વેબસાઇટ પર ફ્લાઇટ શોધવા અથવા નવા બુકિંગ કરવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરોને શેડ્યૂલ અને ભાડું દેખાતું નથી. એરલાઇને કહ્યું- સિસ્ટમમાં વારંવાર સમસ્યા આવી રહી છે. તેનાથી કેટલાક ગ્રાહકોને અમારી ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી શકે છે. અમારી ટીમો આ સમસ્યાને વહેલી તકે ઠીક કરવા માટે કામ કરી રહી છે. ઇન્ડિગો ગ્રાહકોની 3 સમસ્યાઓ… નવું બુકિંગ: શેડ્યૂલ અથવા ભાડું ન દેખાવાને કારણે ટિકિટ બુકિંગ થઈ રહ્યું નથી. વેબ ચેક-ઇન: જે લોકોની આજે કે કાલે ફ્લાઇટ્સ છે, તેમને વેબ ચેક-ઇન કરવામાં અને બોર્ડિંગ પાસ ડાઉનલોડ કરવામાં મુશ્કેલી પડી રહી છે. એરપોર્ટ્સ પર ભીડ: ડિજિટલ સેવાઓ ઠપ થવાને કારણે એરપોર્ટ કાઉન્ટરો પર મેન્યુઅલ ચેકિંગ અને બુકિંગને કારણે ભીડ. યાત્રીઓએ સોશિયલ મીડિયા પર ઇમેજ શેર કરી થોડા સમય પછી બુકિંગ, ચેક-ઇનની સલાહ ઇન્ડિગોએ મુસાફરોને થોડા સમય પછી ડિજિટલ ચેનલનો ફરીથી ઉપયોગ કરવા જણાવ્યું. ઇન્ડિગોએ જણાવ્યું કે જે ગ્રાહકોને તાત્કાલિક મુસાફરી સંબંધિત મદદની જરૂર હોય, તેઓ કસ્ટમર સપોર્ટ હેલ્પલાઇનનો સંપર્ક કરે. જે ગ્રાહકોની મુસાફરી પછીની છે, તેઓ થોડા સમય પછી પ્રયાસ કરે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો ઇન્ડિગો ભારતની સૌથી મોટી બજેટ એરલાઇન છે, જેની પાસે ઘરેલુ એવિએશન માર્કેટનો 60%થી વધુ હિસ્સો (માર્કેટ શેર) છે. રોજ હજારોથી વધુ ફ્લાઇટ્સ ઓપરેટ કરતી આ કંપનીના રિઝર્વેશન સિસ્ટમમાં ખામી આવવાને કારણે દેશભરના હજારો યાત્રીઓની ટ્રાવેલ પ્લાન પ્રભાવિત થયો છે. -------------------------------------------- આ સમાચાર પણ વાંચો: SBI ખાતાધારકો માટે એલર્ટ!:હવે બેંકમાંથી રોકડ રૂપિયા ઉપાડવા પર ચાર્જ લાગશે, 1 ઓક્ટોબરથી લાગુ થશે નવા નિયમો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ખાતાધારકો માટે એલર્ટ જાહરે કર્યું છે. સાથે જ નિયમમાં પણ ફેરફાર કર્યો છે. બેંકની ચેતવણી છે કે જો તમે SBI ની બ્રાન્ચમાંથી 4 થી વધુ વખત પૈસા ઉપાડશો તો તમારે ચાર્જ ચૂકવવો પડી શકે છે. નવા ફેરફાર હેઠળ, હવે ફક્ત બ્રાન્ચમાંથી ઉપાડ પર પ્રથમ 4 ટ્રાન્ઝેક્શન મફત કરવામાં આવ્યા છે. 5મા ટ્રાન્ઝેક્શનથી શુલ્ક લાગુ પડશે. આ નિયમ 1 ઓક્ટોબર, 2026 થી લાગુ થશે. ETના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ખાતાધારકોને જાણ કરી છે કે આ ફેરફારો તમામ ખાતાધારકોને લાગુ પડશે નહીં. ફક્ત બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતા માટે સર્વિસ ચાર્જ લાગુ પડશે. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    હોકી વર્લ્ડકપ: ભારતે પાકિસ્તાન સામે 4 ગોલ કર્યા:કેપ્ટન હરમનપ્રીત-અભિષેકે લીડ અપાવી; પાકિસ્તાનના પણ 2 ગોલ
    Next Article
    પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો:કાશ્મીરમાં કંઇક મોટું થઇ શકે, ટ્રમ્પના ખાસ વ્યક્તિએ ચીનને પણ ધ્રૂજાવ્યું, સર્જિયો ગોરની ઘાટી અને લદ્દાખ મુલાકાતનું મહત્ત્વ સમજો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment