Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હોકી વર્લ્ડકપ: ભારતે પાકિસ્તાન સામે 4 ગોલ કર્યા:કેપ્ટન હરમનપ્રીત-અભિષેકે લીડ અપાવી; પાકિસ્તાનના પણ 2 ગોલ

    2 days ago

    હોકી વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો ચાલુ છે. ભારતે 4 ગોલ કર્યા છે. પાકિસ્તાને બીજા ક્વાર્ટરમાં વાપસી કરી અને 2 ગોલ કર્યા. હાફ ટાઈમ સુધી સ્કોર 4-2 છે. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત સિંહ અને સ્ટ્રાઈકર અભિષેકે 2-2 ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી સુફિયાન અને શાહિદે ગોલ કર્યા. ભારત એક મેચ જીત્યું, એક હાર્યું પૂલ-Dમાંથી આગલા રાઉન્ડમાં જવા માટે ભારતે આ મેચમાં ઓછામાં ઓછો ડ્રો રમવો પડશે. ભારતે વેલ્સ સામેની પ્રથમ મેચ 3-1થી જીતી હતી, જ્યારે ઇંગ્લેન્ડ સામે 1-4થી હાર્યું હતું. ટીમ 2 મેચમાં 3 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો ટીમ આ મેચ જીતશે તો 6 પોઈન્ટ સાથે આગલા રાઉન્ડ માટે ક્વોલિફાય કરશે. જો પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. બન્ને ટીમની સ્ક્વોડ ભારત: હરમનપ્રીત સિંહ (કેપ્ટન), જરમનપ્રીત સિંહ, અભિષેક, મનપ્રીત સિંહ, હાર્દિક સિંહ, દિલપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત, નીલકંતા શર્મા, લાલગે આદિત્ય અર્જુન, શશિકુમાર મોહિત હોન્નેનહલ્લી, અમિત રોહિદાસ, જુગરાજ સિંહ, વિવેક સાગર પ્રસાદ, સુખજીત સિંહ, યશદીપ સિવાચ, સંજય, સૂરજ કરકેરા (ગોલકીપર), રાજિન્દર સિંહ, શિલાનંદ લાકડા. પાકિસ્તાન: મહમૂદ અબુ (કેપ્ટન), વકાર (ગોલકીપર), મુહમ્મદ અબ્દુલ્લા, સુફિયાન ખાન, મોઈન શકીલ, વહીદ અશરફ રાણા, હન્નાન શાહિદ, ઝિક્રિયા હયાત, અરશદ લિયાકત, અદીલ લતીફ, અહેમદ નદીમ, ગઝનફર અલી, અમ્માદ બટ, મુહમ્મદ હમ્માદુદ્દીન, અબ્દુલ રહેમાન, અફરાજ, ઉમર મુસ્તફા, અબુ મહમૂદ, અલી રઝા (ગોલકીપર), અબ્દુલ મનાન, મુહમ્મદ અમ્માદ.
    Click here to Read More
    Previous Article
    રેસ્ટોરન્ટ માલિકોએ ગ્રાહકોને રિસેપ્શનમાં જ કિચનના લાઈવ CCTV દેખાડવા પડશે:અમદાવાદમાં 11 હજારથી વધુ રેસ્ટોરન્ટ અને ફૂડ બિઝનેસ ઓપરેટર્સને સૂચના
    Next Article
    ઇન્ડિગોની વેબસાઇટ-એપ પર ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ફ્લાઇટ્સનું ભાડું અને શેડ્યૂલ દેખાતું નથી, વેબ ચેક-ઇનમાં પણ મુશ્કેલી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment