Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાકિસ્તાનને 440 વોલ્ટનો ઝટકો:કાશ્મીરમાં કંઇક મોટું થઇ શકે, ટ્રમ્પના ખાસ વ્યક્તિએ ચીનને પણ ધ્રૂજાવ્યું, સર્જિયો ગોરની ઘાટી અને લદ્દાખ મુલાકાતનું મહત્ત્વ સમજો

    2 days ago

    ડોનાલ્ડ ટ્રમ્પના એક ખાસ અને પાવરફુલ માણસ આજે અને કાલે કાશ્મીર અને લદ્દાખની મુલાકાતે છે. સામાન્ય રીતે લોકો દુનિયાનું સ્વર્ગ જોવા કાશ્મીરની મુલાકાત કરતા હોય છે પણ આ મહાશયનો આવવાનું કારણ થોડું અલગ છે. કારણ કે તેના પગ પડવાથી જ પાકિસ્તાન અને ચીનની ઊંઘ હરામ થઈ જવાની છે. વોશિંગ્ટનથી ભારત મોકલેલા ટ્રમ્પના જમણા હાથ કેમ અચાનક કાશ્મીર અને લદ્દાખ પહોંચ્યા અને શું આવનાર સમયમાં પીઓકે ભારતમાં ભળી શકે છે? ચાલો તેની વિગતે વાત કરીએ… નમસ્કાર... સૌથી પહેલા તો એ માણસ વિશે જાણી લઈએ... તો તેમનું નામ છે સર્જિયો ગોર. પણ 40 વર્ષના આ મહાશય છે કોણ? ચાલો એ ઈન્ફોગ્રાફિક્સથી સમજી લઈએ. હવે વાત કરીએ મુદ્દાની તો.. સામાન્ય રીતે રાજદૂત ક્યાંય જાય તો એક રૂટિન પ્રવાસ જેવો માહોલ હોય છે પણ આ વખતે કંઈક અલગ નજરે આવી રહ્યું છે. 6 વર્ષમાં ભારતની બંને સરહદે શું થયું? એવું એટલા માટે કારણ કે વર્ષ 2019ના ઓગસ્ટ મહિનામાં કાશ્મીરમાંથી કલમ 370 હટી હતી. ત્યાર પછી 35A હટી. ત્યાર બાદ પાકિસ્તાન અને ચીનની સરહદે શું-શું થયું તે એક નજરે ઈન્ફોગ્રાફિક્સથી જાણી લો… 6 વર્ષ પછી કોઈ US રાજદૂત કાશ્મીરમાં છેલ્લે છ વર્ષ પહેલા અમેરિકાના રાજદૂત કેનેથ જસ્ટરે 15 અધિકારીઓની ટીમ સાથે કાશ્મીર ઘાટીની મુલાકાત લીધી હતી. તેના પછી 2024માં અમેરિકાના નેતાઓના એક પ્રતીનિધિ મંડળે ઓમર અબ્દુલ્લા, રુહુલ્લાહ મેહદી અને હિના ભટ્ટની મલાકાત પણ કરી હતી. ત્યાર બાદ કોઈ પહેલા US રાજદૂત કાશ્મીરની ધરતી પર પગ મૂકશે. ગોરની આ મુલાકાત કેમ ખાસ છે? પણ આ બધા વચ્ચે એક સવાલ થઈ રહ્યો છે કે અત્યારે જ મુલાકાત કેમ? તો ભારત હવે દુનિયાને કાશ્મીરની ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવા માગે છે. જે પાકિસ્તાન આખી દુનિયામાં બૂમો પાડતું હતું કે “કાશ્મીર વિવાદમાં કોઈ વચ્ચે પડો! કારણ કે ત્યાં બધુ બરોબર નથી.” એવામાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ટોચના નેતા શ્રીનગરમાં લેન્ડ થાય એટલે પાકિસ્તાન અને ચીનને ઝટકો લાગે એ સ્વાભાવિક છે. જો કે હકિકત એ પણ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે બધુ બરોબર નથી એવા સમયે પણ ગોરની મુલાકાત થઈ રહી છે. ગોર ત્યાં જઈને કરશે શું? પણ સવાલ એવો થાય કે ગોર ત્યાં જઈને વાદીઓની હવામાં શ્વાસ થોડી લેવાના છે? ત્યાં જઈને કરશે શું? તો એનો જવાબ છે કે આજે તેમણે કાશ્મીરના ચૂંટાયેલા મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાથી લઈને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, અનેક સરકારી અધિકારીઓ અને સેનાના જનરલ ઓફિસર કમાંડિંગ સાથે મીટિંગ કરી હતી. પણ મુખ્યમંત્રી અબ્દુલ્લાએ તો મુલાકાત પહેલા જ બોમ્બ ફોડી દીદો હતો કે, મુખ્યમંત્રીની આ વાત ઘણું બધું બીટવીન ધ લાઈન્સ કહી જાય છે. એક રીતે આને જોઈએ તો એવો અર્થ નીકળી શકે કે કાશ્મીર કે પીઓકે હવે ઈન્ટરનેશનલ ઈશ્યૂ નથી રહ્યો તે ભારતનો ઈન્ટરનલ મામલો બની ગયું છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે થોડા સમય પહેલા જ ઓમર અબ્દુલ્લાએ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો અને બંધારણીય સુરક્ષાની માગ સાથે દિલ્લીમાં વિરોધ કર્યો હતો. જો કે ઓમર અબ્દુલ્લા સાથે મુલાકાત પછી ગોરે કહ્યું હતું કે, શ્રીનગરમાં આજે ગોર રાજદ્વારી કામ પતાવીને આવતીકાલે સીધા લદ્દાખ જવા રવાના થવાના છે. સૌથી મહત્વની વાત અહીં એ રહેશે કે ગોર કાશ્મીરમાં જ હોટલમાં રાત રોકાવાના છે. પણ અહીં એક વાત આંખમાં એ ખટકે છે કે ગોર જૂના મુખ્યમંત્રી અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી સાથે મુલાકાત નથી કરવાના. મુફ્તી મેડમે થોડા સમય પહેલા જ વધુ અમેરિકન્સ કાશ્મીરમાં આવે તેવી માગ ઉઠાવી હતી. ખૈર આગળ વધીએ... આવતીકાલે ગોર સવારે સીધા લદ્દાખ જવા રવાના થવાના છે. અને અહીં જ થાય છે એક મોટો ધડાકો. કારણ કે કાશ્મીર જઈને તેમણે જાણ્યે અજાણ્યે પાકિસ્તાનનો અવાજ દબાવ્યો અને લદ્દાખ જઈને તે સીધો ચીનને મેસેજ આપવા માગે છે. ગોરની લદ્દાખ મુલાકાતથી ચીનને પેટમાં દુઃખશે હવે આ મુદ્દાને એક સ્ટેપ ઉપર લઈ જઈએ અને બિગર પિક્ચર જોઈએ. આમ તો આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2020 પછી LAC એટલે કે લાઈન ઓફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર ચીન ઘણા અટકચાળા કરતું રહે છે. આવા સેન્સેટિવ સમયે અમેરિકાના કોઈ દૂતનું લદ્દાખ પહોંચવું એ ચીનના પેટમાં તેલ રેડવા જેવું છે. લદ્દાખ મામલે શું નવી જાહેરાતો થઈ શકે તે તો અત્યારે નહીં પણ આવનાર સમયમાં ખબર પડશે. ગોરની મુલાકાતનું મોટું ચિત્ર આખી વાતનો સાર કંઈક સમજીએ તો એવો થાય કે સર્જિયો ગોરની આ વિઝિટ એ વાતનું સર્ટિફિકેટ છે કે કાશ્મીર અને લદ્દાખનો કન્ટ્રોલ હવે કાયમી ભારતની મુઠ્ઠીમાં છે અને અમેરિકાએ આ વાત ખાંડ ખાઈને માની લીધી છે. પણ આવું કંઈ રાતોરાત નથી થઈ ગયું. આ દાયકાઓથી બુદ્ધિપૂર્વક બંધ બારણે કામ કરવામાં આવી રહ્યું હતું. આપણે તેને પીઓકે અને કાશ્મીરની ઘટનાઓથી સમજીએ. PoK મોડલ Vs. કાશ્મીર મોડલ ટૂંકમાં પાકિસ્તાને ભારત પાસેથી પડાવેલા કાશ્મીરમાં સબસિડી અને સર્વાઈવલનું મોડલ ચાલી રહ્યું છે. સામેની બાજુ ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મોડલ લાગુ છે. શું ભારત-પાકિસ્તાનની મધ્યસ્થી ઈચ્છે છે અમેરિકા? શું ગ્રાઉન્ડ પર જે કંઈ પણ થઈ રહ્યું છે તે બીજાને નહીં દેખાતું હોય? એટલે જ અમેરિકાને સમજાવા લાગ્યું છે કે ભારતનું કાશ્મીર ક્યાંથી ક્યાં પહોંચી ગયું અને પાકિસ્તાને ભારત પાસેથી જે કાશ્મીર પડાવ્યું હતું એ ગર્તમાં ધકેલાઈ ગયું છે. અધૂરામાં પૂરું એના ઉપર સર્જિયો ગોરની આજની મુલાકાતે એટલે કે અમેરિકાએ ઓફિશિયલ સિક્કો મારી દીધો છે. પણ કંઈ કહી શકાય નહીં કારણ કે બનવા માટે એવું પણ બની શકે કે ફરી 1990ના સમયગાળાની જેમ અમેરિકા ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મધ્યસ્થી કરાવવા પણ માગતું હોય. ચીનના ઘા પર મીઠું ભભરાશે બીજી બાજુ ચીનની વાત કરીએ તો 2020માં ગલવાન અને 2022માં તવાંગમાં ભારત સાથેની ભીડંત પછી ભારતે 2024માં ડેપ્સાંગ અને ડેમચોકમાં પેટ્રોલિંગ એગ્રીમેન્ટ કરીને મોટી ડિપ્લોમેટિક જીત મેળવી છે. આજની તારીખે ચીન બાજુથી કોઈ મોટો ખતરો કે નવી ઘૂસણખોરીના પુરાવા સામે નથી આવ્યા. ચીન ચૂપ છે પણ અમેરિકા એ વાત બરોબર જાણે છે કે ડ્રેગન પર બિલકુલ પણ ભરોસો કરી શકાય એમ નથી. આ બધુ જાણ્યા પછી હવે વાત એવા હિડન એજન્ડાની કરીએ જે તમને બીજે ક્યાંય જાણવા નહીં મળે. પણ આખી વાત સમજવા અને જાણવા પહેલા એક ભારે એવો શબ્દ સમજીલો.... ડી હાઈફનેશન. યાદ કરો 1990નો દાયકો... ત્યારે અમેરિકા કાશ્મીર મામલે પંચાત કરવા દોડ્યું આવ્યું હતું. પણ આજે જ્યારે અમેરિકાથી કોઈ દૂત કાશ્મીર આવે છે તો કાશ્મીરને ભારતથી અલગ કરવાની મંશા રાખનાર કે પાકિસ્તાની વાત સુદ્દાં કરવાવાળું નજરે નથી પડી રહ્યું. કાશ્મીર અને લદ્દાખની ધરતી પર ટ્રમ્પના ખાસ માણસની હાજરીનો સીધો મતલબ એવો કાઢી શકાય કે લદ્દાખ અને કાશ્મીરની મુલાકાત ગોર નથી કરી રહ્યા પણ ખુદ ડોનાલ્ડ ટ્રમ્પ ગ્રાઉન્ડ ઝીરો પર પોતાની નજર રાખી રહ્યા છે. ગોરની લદ્દાખ મુલાકાત ચીનનું બીપી વધારશે હવે આપણે કાશ્મીરથી લદ્દાખ પર આવીએ... કારણ કે ગોર આવતીકાલે ત્યાં જશે. પણ કેમ? તો જવાબ છે ચીનના માથાનો દુખાવો વધારવા. બની શકે કે આપણી અને અમેરિકા વચ્ચે આ કોઈ છૂપી ડિફેન્સ અને ઈન્ટેલિજન્સ ડિલ પણ હોય. લદ્દાખની માઈનસ ડીગ્રીવાળી ઉંચાઈએ ભારતીય જવાનોના હાથમાં જે અમુક હાઈ લેવલના હથિયારો છે એ અમેરિકાની જ ભેટ છે. આટલું જ નહીં હોં! ચીનની બોર્ડર પર રિયલ ટાઈમ ડેટા શેરિંગ પણ અમેરિકા ભારત સાથે બંધ બારણે કરી રહ્યું છે. આનાથી ભારતને ખબર પડી જાય છે કે ચીની સેના ક્યારે ક્યાં અને કેટલી સંખ્યામાં હતી. પણ સર્જિયો ગોરની મીટિંગ પછી અમેરિકા સાથે મળીને ભારત ચીન સામે કંઈ મોટું કરી દેશે કે પીઓકે ભારતમાં ભળી જશે એવું કહેવું બહું વહેલું કહેવાશે. ભારત ડિફેન્સ નહીં, એટેક મોડમાં પણ આખી વાતનો એવો સાર કાઢી શકાય કે ભારત હવે એટેક થાય ત્યારે બચવાની મુદ્દામાંથી હટીને ફ્રન્ટફૂટની પોઝિશનમાં ચોક્કસ આવી ગયું છે. ગોરનું કાશ્મીર આવવું પાડોશના પાકિસ્તાન અને ચીનને જરા પણ નહીં ગમે. અને છેલ્લે… પાકિસ્તાને ભારત પાસેથી સિંધુ નદીના પાણીની ભીખ માગી એના પછી બાંગ્લાદેશ પણ લાઈનમાં ઉભું રહી ગયું છે. તેમને ગંગાનું પાણી શરતોથી જોઈએ છે. ભારતને ધમકી આપી છે કે આવું નહીં થાય તો ઈન્ટરનેશનલ લેવલે મામલો ચગાવશે. બાંગ્લાદેશને લગભગ ભૂલાઈ રહ્યું છે કે ગંગા વોટર્સ શેરિંગ ટ્રીટીની એક્સપાયરી ડેટ પૂરી થવા જઈ રહી છે. સોમવારથી શુક્રવાર સાંજે 7 વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર. (રિસર્ચ: સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    ઇન્ડિગોની વેબસાઇટ-એપ પર ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ફ્લાઇટ્સનું ભાડું અને શેડ્યૂલ દેખાતું નથી, વેબ ચેક-ઇનમાં પણ મુશ્કેલી
    Next Article
    ભરૂચ જિલ્લા જેલમાં રક્ષાબંધન પર્વની અનોખી ઉજવણી:બ્રહ્માકુમારી બહેનોએ બંદિવાનોને તિલક કરી રાખડી બાંધી, વ્યસનમુક્ત જીવન જીવવાનો સંકલ્પ લેવડાવ્યો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment