Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તાપીમાં હોટલ-રેસ્ટોરન્ટ્સ પર સઘન ચેકિંગ:વાસી, અખાદ્ય જથ્થો નાશ કરાયો, સોનગઢ, વ્યારા, વાલોડમાં કાર્યવાહી

    18 hours ago

    તાપી જિલ્લામાં નાગરિકોના આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ફૂડ સેફ્ટી વિભાગ સક્રિય બન્યો છે. વિભાગ દ્વારા ૧૮ અને ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સોનગઢ, વ્યારા અને વાલોડ પંથકમાં આવેલી હોટલો, રેસ્ટોરન્ટ્સ અને ખાણીપીણીની દુકાનો પર સઘન તપાસણી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં વાસી અને અખાદ્ય ખાદ્ય પદાર્થોનો મોટો જથ્થો ઝડપી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો.આ ઝુંબેશનો મુખ્ય હેતુ ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાના નિયમોનું કડક પાલન કરાવવાનો હતો. તપાસ દરમિયાન કુલ ૧૪ નામાંકિત સંસ્થાઓ પર સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં સોનગઢની લક્ષ્મી રેસ્ટોરન્ટ અને હોટલ આશીર્વાદ, વ્યારાના જીમીસ કેફે, હરે ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ (માર્ટીનસ), વનશ્રી રેસ્ટોરન્ટ, હેપ્પીનેસ પાર્લર અને હોટલ વ્રજભૂમિ, તેમજ વાલોડના બાજીપુરા બાયપાસ પર આવેલી મહાદેવ હોટલનો સમાવેશ થાય છે. તપાસણી દરમિયાન હોટલ અને રેસ્ટોરન્ટના રસોડામાંથી મોટી માત્રામાં અખાદ્ય અને વાસી સામગ્રી મળી આવી હતી. આ જથ્થામાં ૨૫૦ ગ્રામ વાસી ગ્રીન ચટણી, ૧૦૦ ગ્રામ વાસી ગાર્લિક બટર, ૭૫૦ ગ્રામ વાસી સોસ, ૫ કિલોગ્રામ ઘઉંનો લોટ, મરચું પાવડર, હળદર પાવડર, ધાણાજીરું પાવડર અને ૨ કિલોગ્રામ શેકેલા રીંગણનો સમાવેશ થતો હતો. ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ફૂડ સેફ્ટી ટીમે સ્થળ પર જ આ તમામ વાસી અને નાશ પાત્ર જથ્થાનો કાયદેસરનો નાશ કર્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીને પગલે કેટલાક એકમોના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાના ધંધાકીય સ્થળો બંધ કરી દીધા હતા. આમાં વ્યારાના ટી પોસ્ટ, ભારતીય ચાય ડોટ કોમ, દિલ ખુશ રેસ્ટોરન્ટ, હોટેલ ઝા, ખોડીયાર કાઠીયાવાડી અને મયપુર (વ્યારા)ની શ્રી હોટલ તુલસી ૨ જેવા એકમોનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી વિભાગની આ અચાનક અને સખત કામગીરીથી જિલ્લાના ખાદ્ય વ્યવસાયીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ કાર્યવાહીને સ્થાનિક નાગરિકો અને ગ્રાહકો દ્વારા આવકારવામાં આવી રહી છે, કારણ કે તે સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવાની અનિવાર્યતા પર ભાર મૂકે છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ ઝુંબેશ ચાલુ રહેવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    એસ.ટી. મુસાફરો માટે મોટી રાહતનો નિર્ણય:માસિક અને ત્રિમાસિક પાસમાં રાહત, અંદાજે 2.5 લાખથી વધુ મુસાફરોને સીધો લાભ
    Next Article
    વાપી મહાનગરપાલિકાની બે નવી સેવાઓ ઓનલાઈન શરૂ:આકારણી પત્રક અને પ્રોફેશનલ ટેક્સ હવે ઘરબેઠા ભરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment