Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાપી મહાનગરપાલિકાની બે નવી સેવાઓ ઓનલાઈન શરૂ:આકારણી પત્રક અને પ્રોફેશનલ ટેક્સ હવે ઘરબેઠા ભરી શકાશે

    17 hours ago

    વાપી મહાનગરપાલિકાએ કરદાતાઓને વધુ સુવિધા આપવા માટે બે નવી સેવાઓ ઓનલાઈન શરૂ કરી છે. હવે નાગરિકો ઘરબેઠા આકારણી પત્રક મેળવી શકશે અને પ્રોફેશનલ ટેક્સ પણ ભરી શકશે. આ ઉપરાંત, માર્ચ-2027 સુધી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરનારને 1% રિબેટનો લાભ મળશે. મહાનગરપાલિકા દ્વારા ઘરવેરા વિભાગનું ડિજિટાઈઝેશન કરવામાં આવી રહ્યું છે, જેથી કરદાતાઓને વધુને વધુ સેવાઓ ઘરબેઠા મળી રહે. કમિશનર એન.એફ. ચૌધરી અને નાયબ કમિશનર કિરણસિંહ રાણાના માર્ગદર્શન હેઠળ આ પગલું લેવામાં આવ્યું છે. મિલકતધારકો આકારણી પત્રક મેળવવા માટે મહાનગરપાલિકાની વેબસાઈટ vapi.in પર પોતાના રજીસ્ટર્ડ મોબાઈલ નંબરથી લોગિન કરી શકશે. ટેક્સ વિભાગના હેડ ક્લાર્ક રાકેશ ઠક્કરે જણાવ્યું હતું કે, જો મિલકતનો પ્રોપર્ટી ટેક્સ બાકી હશે, તો તેની ચુકવણી કર્યા બાદ રૂ. 20ની સત્તાવાર ફી ભરીને આકારણી પત્રક ઓનલાઈન મેળવી શકાશે. આકારણી પત્રક માટે હવે કોઈ સહી કે સિક્કાની જરૂર રહેશે નહીં. પત્રક પર આપવામાં આવેલા બારકોડના માધ્યમથી તેની ઓનલાઈન ખરાઈ પણ કરી શકાશે, જે પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવશે. પ્રોફેશનલ ટેક્સના કરદાતાઓ માટે પણ RC (રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ) અને EC (એનરોલમેન્ટ સર્ટિફિકેટ) નોંધાવવાની તેમજ ટેક્સ ભરવાની પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન કરવામાં આવી છે. સ્વતંત્ર વ્યવસાય કરતા EC કરદાતાઓ દર વર્ષે જ્યારે કર્મચારીઓ ધરાવતા વેપારીઓ કે સંસ્થાઓના RC કરદાતાઓ દર મહિને વેબસાઈટ પર જરૂરી ફોર્મ ભરી અપલોડ કરી ઓનલાઈન પ્રોફેશનલ ટેક્સ ચૂકવી શકશે. મહાનગરપાલિકા કરદાતાઓને પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવા પ્રોત્સાહિત કરવા માટે માર્ચ-2027 સુધી 1% રિબેટનો લાભ આપી રહી છે. મહાનગરપાલિકાએ તમામ કરદાતાઓને આ ઓનલાઈન સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    તાપીમાં હોટલ-રેસ્ટોરન્ટ્સ પર સઘન ચેકિંગ:વાસી, અખાદ્ય જથ્થો નાશ કરાયો, સોનગઢ, વ્યારા, વાલોડમાં કાર્યવાહી
    Next Article
    તાપી કલેક્ટરે સોનગઢ-ઉચ્છલ તાલુકાની મુલાકાત લીધી:વિકાસ કાર્યો અને ગ્રામીણ સેવાઓની સ્થળ પર સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment