Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાવરકુંડલામાં ગણપતિ બાપ્પાનો 25 લાખની નોટો અને ડોલરથી શણગાર:પંડાલમાં ભારતીય રૂપિયા સાથે અમેરિકી ડોલરની સજાવટ આકર્ષણનું કેન્દ્ર બની, 'લખપતિ ગણપતિ'ના દર્શને ભક્તો ઉમટ્યાં

    14 hours ago

    અમરેલીના સાવરકુંડલા શહેરમાં 'લખપતિ ગણપતિ'નો અનોખો શણગાર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં ગણપતિ બાપ્પાને 25 લાખ રૂપિયાની ભારતીય ચલણી નોટો અને ડોલરથી સજાવવામાં આવ્યા છે. આ શણગાર જોવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. સાવરકુંડલાના સેવાભાવી સદભાવના ગ્રુપ દ્વારા આ ગણેશ પંડાલ તૈયાર કરાયો છે. ગ્રુપના ગણેશ પંડાલમાં વિરાટ ગણેશજીની પ્રતિમાની આસપાસ રૂ.10 થી લઈને રૂ.500 સુધીની ભારતીય ચલણી નોટો અને ડોલરનો ખાસ શણગાર કરાયો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો આવે છે આ અનોખો શણગાર જોવા માટે સાવરકુંડલા શહેર ઉપરાંત રાજુલા, જાફરાબાદ, ધારી, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. સદભાવના ગ્રુપ છેલ્લા 15 વર્ષથી ગણેશ મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે. ગણેશ મહોત્સવના દસ દિવસ દરમિયાન દરરોજ ગણપતિ બાપ્પાને અલગ-અલગ પ્રકારના શણગાર કરાઈ છે. ચલણી નોટોના શણગારને જોઈને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ આ વર્ષે ભારતીય ચલણી નોટો સાથે ડોલરનો પણ સમાવેશ થતા 'લખપતિ ગણપતિ'નો શણગાર ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. પંડાલમાં ગણપતિજીની આસપાસ કરાયેલા ચલણી નોટોના શણગારને જોઈને દર્શનાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો બાપ્પાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. દર્શનાર્થી જયેશભાઈએ જણાવ્યું કે, હું સદભાવના ગ્રુપ દ્વારા આયોજીત ગણેશમહોત્સવમાં દસ-પંદર વર્ષથી દર્શન કરવા આવું છું. આ વર્ષે બહુ સરસ આયોજન કર્યું છે. રૂ. 10, રૂ.20, રૂ.50, રૂ.100 અને રૂ. 200ની નોટોની સાથે આ વખતે ડોલર પણ ગોઠવ્યા છે, જે અદભુત છે. ‘રોજ અલગ-અલગ થીમના દર્શન હોય છે’ સદભાવના ગ્રુપના રાજુ નાગ્રેચાએ જણાવ્યું કે, દર વર્ષની જેમ ગણેશ મહોત્સવનું આ વખતે પણ આયોજન થયું છે. સદભાવના ગ્રુપ ફક્ત ને ફક્ત સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે આ ગણેશ મહોત્સવનું આયોજન કરે છે. રોજ અલગ-અલગ થીમના દર્શન હોય છે. બે દિવસ પહેલા અમરનાથની ગુફાના દર્શન હતા. સૌરાષ્ટ્રમાં પ્રથમ વખત રૂપિયાની સાથે અમેરિકન ડોલરના પણ શણગાર કરાયો છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના સ્પીડવેલ ચોક કા રાજા ગણેશ મહોત્સવ 2026:રોબોટ કરે છે બાપ્પાની આરતી, 'ઉમા કા લાલ વરસાવો વ્હાલ'
    Next Article
    લાલપુર કન્યા શાળાની કબડ્ડી ટીમ જામનગર જિલ્લામાં ત્રીજા ક્રમે:બે દીકરીઓની સ્ટેટ લેવલ માટે પસંદગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment