Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારે વરસાદ બાદ આજે કેબિનેટ બેઠક:નુકસાનીના સર્વે અને સહાયના નિર્ણય પર રહેશે ખાસ ફોકસ

    एक दिन पहले

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે સવારે 9:30 વાગ્યે રાજ્ય કેબિનેટની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. રાજ્યમાં તાજેતરમાં થયેલા ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ વચ્ચે યોજાનારી આ બેઠકમાં વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં થયેલી નુકસાનીના અંદાજ, સર્વેની કામગીરી અને અસરગ્રસ્તોને સહાય ચૂકવવા અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. જળાશયોમાં પાણીની આવક અને રાહત-બચાવ કામગીરીની સમીક્ષા કેબિનેટ બેઠકમાં રાજ્યના વિવિધ ઝોનમાં નોંધાયેલા વરસાદની સ્થિતિ સાથે જળાશયો અને ડેમોમાં પાણીની નવી આવક તેમજ ઉપલબ્ધ જળજથ્થા અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત વરસાદી આપત્તિ બાદ ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરી, વીજળી ગુલ થયેલા વિસ્તારોમાં વીજ પુરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવાની કામગીરી તેમજ રસ્તાઓની સ્થિતિ અંગે પણ ઉચ્ચ સ્તરે સમીક્ષા હાથ ધરાશે. કૃષિ, આરોગ્ય અને સફાઈ ઝુંબેશ પર ભાર બેઠકમાં રાજ્યમાં ચોમાસું વાવણીની પ્રગતિ, ખેડૂતો માટે બિયારણ અને ખાતરની ઉપલબ્ધતા અંગે પણ મંથન થવાની શક્યતા છે. ભારે વરસાદ બાદ રોગચાળો ફેલાતો અટકાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલાં પગલાં અને સ્થાનિક તંત્ર દ્વારા હાથ ધરાનારી સફાઈ ઝુંબેશને વધુ વેગ આપવા સૂચનાઓ આપવામાં આવી શકે છે. વિકાસકાર્યો અને આગામી ચોમાસુ સત્ર આ બેઠકમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ચાલી રહેલા વિવિધ વિકાસપ્રકલ્પોની પ્રગતિની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત, વિધાનસભાના આગામી ચોમાસુ સત્રના આયોજન અંગે પણ પ્રાથમિક વિચારણા થવાની સંભાવના છે. રાજ્યમાં વર્તમાન વરસાદી માહોલને ધ્યાનમાં લેતાં આજના કેબિનેટ નિર્ણય પર સૌની નજર રહેલી છે.
    Click here to Read More
    Previous Article
    Cell Block 2B: Inside the Meerut jail barrack housing five women accused of killing their husbands
    Next Article
    આપત્તિના સમયે પણ એકેય અધિકારી ફરક્યા ન હોવાની રાવ‎:રતનપુરમાં 25થી વધુ ઝૂપડામાં પાણી ફરી વળતા પરિવારોની સ્થિતિ દયનિય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment