Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ:સગીરાનું અપહરણ કરી મીરાપુરમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું, જાનથી મારવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો

    12 hours ago

    સુરત શહેરના લિંબાયત પોલીસ મથક વિસ્તારમાં સગીર વયની બાળા સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ગંભીર ગુનો આચરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર સગીરાની આરોપી સાથે ઇન્સ્ટાગ્રામ પર વાતચીત શરૂ થઈ હતી, જે બાદ બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આરોપીએ આ મિત્રતાનો ગેરલાભ ઉઠાવી સગીરાને પ્રેમજાળમાં ફસાવી પોતાની સાથે લઈ જવાનું કાવતરું ઘડ્યું હતું. પંચમહાલ લઈ જઈ અવારનવાર આચર્યું દુષ્કર્મ આરોપીએ સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેનું સુરતથી અપહરણ કર્યું હતું અને તેને પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા સ્થિત મીરાપુર ગામે લઈ ગયો હતો. ત્યાં આરોપીએ સગીરાની મરજી વિરુદ્ધ જબરજસ્તીથી તેની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. આટલું જ નહીં, આરોપીએ કોઈને પણ આ બાબતે જાણ ન કરવા અંગે સગીરાને જાનથી મારી નાખવાની ગંભીર ધમકી પણ આપી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસ એક્શનમાં સમગ્ર મામલે સગીરાના પરિવારે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને ધમકી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લિંબાયત પોલીસે બનાવની ગંભીરતા સમજી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને આરોપીનું પગેરું મેળવવા અલગ-અલગ ટીમો બનાવી કાર્યવાહી શરૂ કરી હતી. શહેરા ખાતેથી આરોપી ઝડપાયો પોલીસે મળેલી ચોક્કસ બાતમીના આધારે પંચમહાલ જિલ્લાના શહેરા ખાતે દરોડો પાડી આરોપી સુરેશભાઈ લિંબાભાઈ ખાંટ (ઉં.વ. 22, ધંધો-મજૂરી, રહે. ખાંટ ફળિયું, જૂના મીરાપુર, તા. શહેરા, જી. પંચમહાલ)ને ઝડપી પાડ્યો છે. લિંબાયત પોલીસે આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવસારીમાં રસ્તા પહોળા કરવા પાલિકાનું બુલડોઝર ફર્યું:રોટરી સર્કલથી છાપરા રોડ સુધી દબાણો હટાવાયા; મેયર-વૃદ્ધ વચ્ચે બોલાચાલી
    Next Article
    કપુરાઈ પોલીસે ભાથીજી મંદિર પાસે જુગાર રમતા 9ને ઝડપ્યા:દરોડો પાડી રોકડ અને બે મોબાઈલ સહિત ₹ 23,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment