Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કપુરાઈ પોલીસે ભાથીજી મંદિર પાસે જુગાર રમતા 9ને ઝડપ્યા:દરોડો પાડી રોકડ અને બે મોબાઈલ સહિત ₹ 23,580 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

    14 hours ago

    વડોદરા શહેરમાં જુગારની પ્રવૃત્તિઓને ડામવા ચાલી રહેલી સ્પેશ્યલ ડ્રાઈવ અંતર્ગત કપુરાઈ પોલીસે ભાલીયાપુરા ગામમાં દરોડો પાડી પત્તા પાના વડે હારજીતનો જુગાર રમતા 9 ઈસમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ અને બે મોબાઈલ સહિત કુલ રૂ.23,580નો મુદ્દામાલ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો છે. મંદિર પાસે જુગાર રમતા 9 શખસ ઝડપાયા કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.સી. રાઓલના માર્ગદર્શન હેઠળ પો.સ.ઈ. કે.ડી. પરમાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, ભાલીયાપુરા ગામમાં ભાથીજી મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પત્તા પાના વડે રૂપિયાની હારજીતનો જુગાર રમતા કુલ 9 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. 23 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો તેમની અંગઝડતીમાંથી ₹ 12,600 રોકડા, જમીન પરના દાવના ₹ 980 તથા બે મોબાઈલ ફોન, જેની કિંમત ₹ 10,000 સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. આ ઉપરાંત પત્તા પાના પણ કબજે કરવામાં આવ્યા હતા. ₹ 23,580નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પ્રણવ જગદીશભાઈ ઠાકરડા, ઉપેન્દ્ર ઉદેસીંગ ઠાકરડા, નવઘણભાઈ અંબાલાલ ઠાકરડા, કરણ સંજયભાઈ ઠાકરડા, વિશાલ દશરથભાઈ ઠાકરડા, ભરત ઠાકોર તડવી, જીતેન્દ્ર દિલીપભાઈ ઠાકરડા, ધર્મેશ ગોવિંદભાઈ ઠાકરડા અને કિશનભાઈ શંકરભાઈ ઠાકરડાની ધરપકડ કરી હતી. આ અંગે કપુરાઈ પોલીસે જુગારનો ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ:સગીરાનું અપહરણ કરી મીરાપુરમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું, જાનથી મારવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
    Next Article
    Sunil Pal Recalls Kapil Sharma Show Episode With Samay Raina: "I Didn't Know I Would Be Played"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment