Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં રસ્તા પહોળા કરવા પાલિકાનું બુલડોઝર ફર્યું:રોટરી સર્કલથી છાપરા રોડ સુધી દબાણો હટાવાયા; મેયર-વૃદ્ધ વચ્ચે બોલાચાલી

    11 hours ago

    નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરને ટ્રાફિકમુક્ત અને વધુ સુવિધાજનક બનાવવા માટે રસ્તા વિસ્તૃતિકરણની વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ટાઉન પ્લાનિંગ અને એસ્ટેટ વિભાગની ટીમે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોટરી સર્કલથી છાપરા રોડ સુધીના માર્ગ પર ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન મેયર અશોકભાઈ ધોરજીયા પોતે સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને કામગીરીની જાતતપાસ કરી હતી. 10.50 મીટરનો રોડ 18 મીટર પહોળો કરાશે પાલિકા દ્વારા રોટરી સર્કલ, કોન્વેન્ટ સ્કૂલ અને ડો. સૌરભ મહેતા ક્લિનિક આસપાસના વિસ્તારોમાં દબાણો હટાવાયા હતા. ખાસ કરીને દુધિયા તળાવ વોટર વર્ક્સ બિલ્ડિંગથી છાપરા રોડ તરફ જતા માર્ગ પૈકી રોટરી સર્કલ અને વલ્લભ એસ્ટેટ સર્કલ પાસે હાલના 10.50 મીટર ના રસ્તાને 18.00 મીટરપહોળો કરવાનો નિર્ણય લેવાયો છે. GPMC એક્ટની કલમ 210(બ) અને 212 હેઠળ અગાઉ નોટિસ પાઠવ્યા બાદ રસ્તાની લાઈનમાં આવતા ઓટલા તેમજ પતરાના શેડ જમીનદોસ્ત કરાયા હતા. સર્કિટ હાઉસથી તીઘરા રોડને આઇકોનિક બનાવાશે મંજૂર TP પ્લાન મુજબ સર્કિટ હાઉસથી તીઘરા જકાતનાકા હનુમાન મંદિર સુધીના રસ્તાને પણ 18.00 મીટર પહોળો કરીને આઇકોનિક રોડ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. આ માર્ગ પર અસરગ્રસ્ત 1.00 થી 1.40 મીટર જેટલા ભાગ માટે સંબંધિત મિલકતદારોને દસ્તાવેજી પુરાવા રજૂ કરવા તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી છે. ડિમોલિશન દરમિયાન મેયર અને પારસી વૃદ્ધ વચ્ચે બબાલ કામગીરી દરમિયાન કોન્વેન્ટ સ્કૂલ પાસે એક પારસી વૃદ્ધ સાથે તંત્રના અધિકારીઓની બોલાચાલી થઈ હતી. પારસી અગ્રણીએ ઉશ્કેરાઈને અપશબ્દો ઉચ્ચારતા મેયરે તેમને ગાળો ન બોલવા માટે વાંધો ઉઠાવ્યો હતો. આ ઘટનાને કારણે થોડા સમય માટે સ્થળ પર ઘર્ષણ અને તણાવનો માહોલ સર્જાયો હતો. ટેકનિકલ સ્કૂલની કંપાઉન્ડ વોલ 10 ફૂટ અંદર લેવાશે મેયર અશોક ધોરજીયાએ જણાવ્યું હતું કે સામેની મિલકતના માલિકની માપણી શીટ અને પુરાવા તપાસ્યા બાદ નિર્ણય લેવાશે. શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાથી સરકારી ટેકનિકલ સ્કૂલની દીવાલ પણ 10 Feet અંદર લેવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું કે આગામી દિવસોમાં વીરાવળથી ટાટા સ્કૂલ થઈ સ્ટેશન સુધીનો રિંગ રોડ, હનુમાનજી મંદિરથી ઈટાળવા સુધીનો 24.00 મીટર રોડ અને હાઈવેથી એરુ ચાર રસ્તા સુધીનો 24.00 મીટર રોડ પણ પહોળો કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદ સિવિલ હોસ્પિટલનું સિક્યુરિટી ટેન્ડર વિવાદમાં:ટર્નઓવર ₹13 કરોડથી વધારી ₹69.82 કરોડ કરાતાં ચોક્કસ એજન્સીને લાભ કરાવવાના આક્ષેપ, સુપ્રિટેન્ડન્ટે ખરીદ નીતિ મુજબ ગણાવ્યું
    Next Article
    ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા બાદ દુષ્કર્મ:સગીરાનું અપહરણ કરી મીરાપુરમાં અવારનવાર દુષ્કર્મ આચર્યું, જાનથી મારવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment