Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનના અધિકાર પર ચર્ચા:પેપર લીક આંદોલનના સંદર્ભમાં બંધારણીય મર્યાદાઓ પર સંવાદ

    10 hours ago

    સરદાર પટેલ યુનિવર્સિટીના રાજ્યશાસ્ત્ર અનુસ્નાતક વિભાગ દ્વારા 18 ઓગસ્ટના રોજ માનવ વિદ્યાભવન ખાતે એક વિશેષ ગ્રુપ ચર્ચાનું આયોજન કરાયું હતું. સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા આ સંવાદનો મુખ્ય વિષય "લોકશાહીમાં વિરોધ પ્રદર્શનનો અધિકાર અને તેની બંધારણીય મર્યાદાઓ (પેપર લીક વિરોધી આંદોલનના વિશેષ સંદર્ભમાં)" રહ્યો હતો. આ ચર્ચામાં વિભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.ચર્ચા દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર આવેગપૂર્ણ દલીલો કરવાને બદલે બંધારણીય જોગવાઈઓ, કાયદાકીય માળખું અને લોકશાહીનાં મૂલ્યોના આધારે તર્કબદ્ધ અને સકારાત્મક રજૂઆત કરવા પ્રેરિત કરાયા હતા. વિદ્યાર્થીઓએ કલમ ૧૯ (વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા તથા શાંતિપૂર્ણ રીતે એકઠા થવાનો મૂળભૂત અધિકાર), કલમ ૧૬ (જાહેર રોજગારીમાં સમાન તક) અને કલમ ૨૧ (ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર) ના બંધારણીય સંદર્ભ સાથે ઊંડાણપૂર્વક તૈયારી કરીને પોતાના પક્ષ રજૂ કર્યા હતા. મૂળભૂત અધિકારો અને જાહેર વ્યવસ્થા વચ્ચે સમન્વય સાધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ચર્ચામાં જણાવાયું કે લોકશાહીમાં દરેક નાગરિકને વિરોધ પ્રદર્શન કરવાનો અધિકાર છે, પરંતુ તે કલમ ૧૯(૨) અને ૧૯(૩) માં દર્શાવેલી બંધારણીય મર્યાદાઓ અને જાહેર વ્યવસ્થાને જાળવીને જ થવો જોઈએ. વિદ્યાર્થીઓએ જાહેર સંપત્તિ અને પરિવહનને નુકસાન પહોંચાડ્યા વિના શાંતિપૂર્ણ રીતે અવાજ ઉઠાવવાની રીતો પર પણ ચર્ચા કરી હતી.ભારતની પરીક્ષા પદ્ધતિઓમાં મહત્વના સુધારાની તાતી જરૂરિયાત પર પણ ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. રાજ્ય દ્વારા આ દિશામાં થઈ રહેલા નવા સુધારા અને કાયદાકીય પહેલનું હકારાત્મક મૂલ્યાંકન થવું જોઈએ. માત્ર કાયદાઓ ઘડવાથી નહીં, પરંતુ જ્યારે પણ પેપર લીક થાય ત્યારે તેના માટે જવાબદાર વ્યક્તિની 'જવાબદારી નિશ્ચિત' કરવી અત્યંત આવશ્યક છે. કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે નવો કાયદો બનાવવામાં આવ્યો તે એક સકારાત્મક પગલું છે. ડિજિટલ યુગમાં જવાબદાર અભિવ્યક્તિ અને બંધારણીય વિકલ્પો અંગે પણ ચર્ચા થઈ. સોશિયલ મીડિયાનો ઉપયોગ સાચી માહિતીના પ્રસાર માટે જ થવો જોઈએ. વિરોધ પ્રદર્શનો દરમિયાન બંને પક્ષે વપરાતા અપશબ્દો અને ભાષાકીય મર્યાદાઓનો ભંગ એ ચિંતાનો વિષય છે. આંદોલન એ કોઈ એકમાત્ર વિકલ્પ નથી; જો કોઈપણ પદ્ધતિ કે વ્યવસ્થા સામે વાંધો હોય તો 'જાહેર હિતની અરજી' જેવા બંધારણીય અને કાનૂની માર્ગોનો ઉપયોગ કરવો પણ લોકશાહીમાં સક્ષમ અને અસરકારક વિકલ્પ છે. આ સમગ્ર બૌદ્ધિક કાર્યક્રમનું સફળ સંયોજન વિભાગના પ્રાધ્યાપક ધવલ ચૌહાણ દ્વારા કરાયું હતું, જ્યારે કાર્યક્રમનું સુચારુ સંચાલન ડો. પ્રિયંકા પટનીએ કર્યું હતું. આ માર્ગદર્શક ચર્ચામાં ડો. અર્પિત પાટડીયા અને વિધિ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    જામનગરનો 487મો સ્થાપના દિન ઉજવાયો:રાજપૂત યુવા સંઘે ખાંભી પૂજન કરી રાજવીઓને શ્રદ્ધાંજલિ આપી
    Next Article
    રાજકોટમાં મનપાની દુકાનો ખરીદવા પડાપડી !:વાવડીની લક્ષ્મણરાવ ઈનામદાર ટાઉનશિપની 9 દુકાનો ટપોટપ વેચાઈ, ધારણા કરતાં રૂ. 1.25 કરોડ વધુ મળતા કુલ રૂ. 4.24 કરોડ તિજોરીમાં ઠલવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment