Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મનપાની દુકાનો ખરીદવા પડાપડી !:વાવડીની લક્ષ્મણરાવ ઈનામદાર ટાઉનશિપની 9 દુકાનો ટપોટપ વેચાઈ, ધારણા કરતાં રૂ. 1.25 કરોડ વધુ મળતા કુલ રૂ. 4.24 કરોડ તિજોરીમાં ઠલવાયા

    9 hours ago

    રાજકોટ મહાપાલિકા દ્વારા આજે વેસ્ટઝોન વિસ્તારમાં વાવડી ખાતેની લક્ષ્મણરાવ ઇનામદાર (વકિલ સાહેબ) ટાઉનશીપના શોપિંગ સેન્ટરની કુલ 9 દુકાનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. મનપાની આ મિલકતો ખરીદવા માટે વેપારીઓ અને નાગરિકોમાં ભારે પડાપડી જોવા મળી હતી. આ હરાજી પ્રક્રિયા દરમિયાન તમામ 9 દુકાનો ટપોટપ વેચાઈ ગઈ હતી. તંત્રની ધારણા અને ગણતરીઓ કરતાં પણ ખૂબ જ ઊંચી બોલીઓ બોલાતા મહાપાલિકાને અપસેટ કિંમત કરતાં રૂ. 1.25 કરોડ વધુ મળ્યા છે. આ સફળ ઓક્શનના પરિણામે મનપાની તિજોરીમાં કુલ રૂ. 4.24 કરોડની માતબર રકમ ઠલવાઈ છે. પ્રાપ્ત વિગત અનુસાર, વાવડીમાં ટીપી સ્કીમ નંબર 15 હેઠળ નિર્માણ પામેલી આ ટાઉનશીપની 9 દુકાનો માટે મનપાના એસ્ટેટ વિભાગ દ્વારા અલગ અલગ કાર્પેટ એરિયા મુજબ રૂ. 21.10 લાખથી માંડીને રૂ. 36.80 લાખ સુધીની અપસેટ પ્રાઇઝ નક્કી કરવામાં આવી હતી. તમામ દુકાનોની કુલ અપસેટ કિંમત રૂ. 2,99,40,000 રાખવામાં આવી હતી. આ હરાજીમાં ભાગ લેવા માટે કુલ 33 બોલીદાતાઓએ રસ દાખવ્યો હતો. હરાજી શરૂ થતાં જ ખાસ ગ્રાઉન્ડ ફ્લોરની મિલકતો મેળવવા માટે બોલીદાતાઓ વચ્ચે તીવ્ર હરીફાઈ જામી હતી, જેના કારણે દરેક દુકાનના ભાવ અપેક્ષા કરતાં ખૂબ જ ઊંચા બોલાયા હતા. હરાજીમાં 42.210 ચોરસ મીટર (454.57 ચોરસ ફૂટ)નો એરિયા ધરાવતી ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન નંબર-1 માટે સૌથી વધુ આકર્ષણ જોવા મળ્યું હતું. રૂ. 36.70 લાખની અપસેટ કિંમત ધરાવતી આ દુકાન રૂ. 55 લાખમાં વેચાઈ હતી. આ જ રીતે દુકાન નંબર-2 રૂ. 47 લાખ, દુકાન નંબર-3 રૂ. 43.50 લાખ, દુકાન નંબર-4 રૂ. 44.70 લાખ, દુકાન નંબર-5 રૂ. 38.50 લાખ, દુકાન નંબર-6 રૂ. 38.80 લાખ, દુકાન નંબર-7 રૂ. 49.10 લાખ અને દુકાન નંબર-8 રૂ. 50.70 લાખના ભાવે વેચાઈ હતી. જ્યારે હરાજીનું મુખ્ય કેન્દ્ર બનેલી દુકાન નંબર-9 સર્વોચ્ચ રૂ. 56.60 લાખની બોલી સાથે વેચાઇ હતી. આ તમામ દુકાનો માટે મનપા દ્વારા યોજવામાં આવેલી હરાજીને જોરદાર પ્રતિસાદ મળ્યો છે. વાવડી વિસ્તારમાં કોમર્શિયલ ગ્રોથ ઝડપથી વધી રહ્યો હોવાથી હરાજીમાં સામેલ થયેલા વેપારીઓએ ઊંચી કિંમતે પણ મિલકતો ખરીદવામાં મોટો ઉત્સાહ દાખવ્યો હતો. વેપારીઓનાં આ ઉત્સાહને કારણે તમામ દુકાનોની મળી તંત્રને કુલ રૂ. 4.24 કરોડ જેટલી જંગી આવક થઈ હતી. આગામી સમયમાં મનપાની માલિકીનાં મોકાના પ્લોટની હરાજી પણ યોજવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનના અધિકાર પર ચર્ચા:પેપર લીક આંદોલનના સંદર્ભમાં બંધારણીય મર્યાદાઓ પર સંવાદ
    Next Article
    Jasmin Bhasin Shows How She Spends A Rainy Day With Tea And Indian Snacks

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment