Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરનો 487મો સ્થાપના દિન ઉજવાયો:રાજપૂત યુવા સંઘે ખાંભી પૂજન કરી રાજવીઓને શ્રદ્ધાંજલિ આપી

    11 hours ago

    જામનગરનો 487મો સ્થાપના દિન ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ઉજવાયો હતો. આ નિમિત્તે જામનગર શહેર-જિલ્લા રાજપૂત યુવા સંઘ દ્વારા દરબારગઢ સ્થિત દિલાવર સાયકલ સ્ટોર ખાતે શહેરની સ્થાપનાના પ્રતીકરૂપ થાંભલીનું વિધિવત્ પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે જામ રાવળજી, જામ રણજીતસિંહજી, જામ દિગ્વિજયસિંહજી, જનરલ રાજેન્દ્રસિંહજી અને મહારાણા પ્રતાપની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમમાં જામનગરના ભવ્ય રાજવી ઇતિહાસ, શૌર્ય અને બલિદાનની પરંપરાને યાદ કરીને મહાનુભાવોને નમન કરાયા હતા. સ્થાપના દિનના આ ગૌરવપૂર્ણ અવસરે રાજપૂત સમાજના ભાઈઓ મોટી સંખ્યામાં પરંપરાગત વસ્ત્રો અને રાજાશાહી પાઘડી ધારણ કરીને ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓ, વિવિધ રાજપૂત સંસ્થાઓના મહાનુભાવો અને રાજકીય-સામાજિક ક્ષેત્રના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ રાજવી પરંપરા, શૌર્ય અને સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા તેમજ નવી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. જામનગરની સ્થાપના અને તેના ભવ્ય રાજવી વારસાને સ્મરણમાં રાખીને આ સમગ્ર કાર્યક્રમ ગૌરવપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં પુસ્તકમેળો યોજાશે:ભાઈકાકા ગ્રંથાલય ખાતે 20 અને 21 ઓગસ્ટે આયોજન કરાયું
    Next Article
    સરદાર પટેલ યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શનના અધિકાર પર ચર્ચા:પેપર લીક આંદોલનના સંદર્ભમાં બંધારણીય મર્યાદાઓ પર સંવાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment