Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોવિંદા પર અફેરના આરોપ વચ્ચે સુનીતા ફેમિલી કોર્ટ પહોંચી:પાપારાઝીના પ્રશ્ન પર ભડકી, કહ્યું- 'બર્થ ડે ઉજવવા ગયા હતા'; દીકરો કેમેરાથી બચાવતો દેખાયો

    1 week ago

    ગોવિંદાની પત્ની સુનીતા આહુજા અને તેનો દીકરો યશવર્ધન બુધવારે મુંબઈમાં ફેમિલી કોર્ટમાંથી બહાર નીકળતા જોવા મળ્યા. બંનેની કોર્ટમાં હાજરીએ લોકોનું ધ્યાન ખેંચ્યું. જોકે, તેમના ત્યાં પહોંચવાના કારણ સંબંધિત વિગતવાર માહિતી હાલમાં સામે આવી નથી. દીકરો યશવર્ધન માતાની ઢાલ બન્યો કોર્ટની બહારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પાપારાઝીએ સુનીતા અને તેના દીકરાને પ્રશ્ન કર્યો કે, 'કોર્ટમાં શું થયું?' જેના પર દીકરા યશવર્ધન આહુજાએ કહ્યું, 'કંઈ થયું નથી. જવા દો.' યશ પોતાની માતાને કેમેરાથી બચાવતો કાર સુધી લઈ ગયો. તે જ સમયે, કારમાં બેસતા પહેલા સુનીતાએ ગુસ્સે થઈને કહ્યું, 'બર્થડે મનાવવા ગયા હતા.' આ પછી તે કારમાં બેસીને ચાલ્યા ગયા. આ મામલે દિવ્ય ભાસ્કરે ગોવિંદાના મેનેજરનો સંપર્ક કર્યો, તો તેમણે જણાવ્યું છે કે, આ વિશે તેમને હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. નોંધનીય છે કે, સુનીતા આહુજાએ ડિસેમ્બર 2024માં ગોવિંદા વિરુદ્ધ બાંદ્રા ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. જ્યારે, આ સમાચાર ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં સામે આવ્યા હતા, જ્યારે હોટરફ્લાઈએ તેના રિપોર્ટમાં કહ્યું હતું કે, સુનીતાએ હિંદુ મેરેજ એક્ટ 1955ની કલમ 13 (1) (i), (ia), (ib) હેઠળ છૂટાછેડા માટે અરજી કરી છે. અરજીમાં તેણે ગોવિંદા પર ક્રૂરતા, બેવફાઈ અને ત્યાગ જેવા ગંભીર આરોપો લગાવ્યા છે. સંપૂર્ણ સમાચાર અહીં વાંચો... કોમલ રાની સ્વર્ણકાર સાથે અફેરની ચર્ચા તાજેતરમાં ગોવિંદા તેની આગામી કમબેક ફિલ્મ 'રૂપા'ની કો-એક્ટ્રેસ કોમલ રાણી સ્વર્ણકાર સાથે અવારનવાર જોવા મળી રહ્યો છે. આ અંગે સુનીતાએ કહ્યું હતું કે, 'ગોવિંદા પોતાની દીકરીની ઉંમરની છોકરીને લઈને ફરી રહ્યો છે અને તેને આ વાત પર થોડી શરમ આવવી જોઈએ.' સુનીતા આહુજાએ ગોવિંદા સાથે દેખાયેલી એક્ટ્રેસ કોમલના ડ્રેસિંગ સેન્સ પર પણ ટિપ્પણી કરી. તેણે કહ્યું કે, 'જો સામેવાળાનો શુગર ડેડી એટલો અમીર છે, તો ઓછામાં ઓછા કપડાં તો યોગ્ય પહેરવા જોઈએ.' સુનીતાએ આગળ કહ્યું હતું કે, 'માણસનું પોતાનું એક સ્ટાન્ડર્ડ હોવું જોઈએ.' સુનીતાએ પોતાનું ઉદાહરણ આપતા કહ્યું કે, લોકોએ જોવું જોઈએ કે તેઓ કઈ રીતે સ્ટાઈલ સાથે રહે છે. તેણે આખી ઘટનાને ખૂબ જ ખરાબ અને હલકી વિચારસરણી ગણાવી. પત્નીના નિવેદનો પર ગોવિંદા ભડક્યો પત્ની સુનીતાના વાંધાજનક નિવેદનો પર ગોવિંદા ભડકી ગયો. ગોવિંદાએ ચેતવણી આપીને કહ્યું છે કે, તેને (સુનીતાને) હદમાં રહેવું જોઈએ. સાથે જ એક્ટરે કોમલ રાનીનો બચાવ પણ કર્યો અને કહ્યું કે, ‘સુનીતા તેને બદનામ કરવામાં કોઈ કસર છોડી રહી નથી.’ સંપૂર્ણ સમાચાર અહીં વાંચો...
    Click here to Read More
    Previous Article
    ભારત 600મી ટેસ્ટ મેચમાં જીત્યું, શ્રીલંકાને 165 રનથી હરાવ્યું:દેવદત્ત પડિકલની સેન્ચુરી; માનવ સુથારે ટોટલ 10 વિકેટ લીધી
    Next Article
    પાકિસ્તાને કહ્યું- ઓપરેશન સિંદૂર પર બનેલી ડોક્યુમેન્ટરી પ્રોપેગેન્ડા:આમાં માત્ર ભારતનો જ પક્ષ, હકીકત નહીં; 15 ઓગસ્ટે રિલીઝ થઈ હતી ફિલ્મ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment