Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારત 600મી ટેસ્ટ મેચમાં જીત્યું, શ્રીલંકાને 165 રનથી હરાવ્યું:દેવદત્ત પડિકલની સેન્ચુરી; માનવ સુથારે ટોટલ 10 વિકેટ લીધી

    1 week ago

    ભારતે ગૉલમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં શ્રીલંકાને 165 રનથી હરાવીને બે મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. આ ભારતની 600મી ટેસ્ટ મેચ હતી. ભારતની જીતના હીરો 24 વર્ષીય લેફ્ટ આર્મ સ્પિનર ​​માનવ સુથાર રહ્યો. તેણે શ્રીલંકાની બીજી ઇનિંગ્સમાં 6 વિકેટ સહિત મેચમાં કુલ 10 વિકેટ લીધી. દેવદત્ત પડિકલને પ્લેયર ઑફ ધ મેચ તરીકે પસંદ કર્યો. તેણે આ મેચમાં કુલ 211 રન બનાવ્યા. પડિકલે પહેલી ઇનિંગ્સમાં 167 અને બીજી ઇનિંગ્સમાં 44 રનની ઇનિંગ્સ રમી. માનવ સુથારને એક ઓવરમાં 3 વિકેટ મેચના પાંચમા દિવસે બુધવારે બીજી ઇનિંગ્સમાં શ્રીલંકાનો સ્કોર 75 ઓવરમાં 6 વિકેટે 199 રન હતો. માનવ સુથારે પછીની ઓવરમાં ત્રણ વિકેટ લઈને ભારતની જીત લગભગ નિશ્ચિત કરી દીધી. આ ઓવરમાં તેણે સોનલ દિનૂષા, પ્રભાત જયસૂર્યા અને લાહિરુ કુમારાને આઉટ કર્યા. શ્રીલંકાનો સ્કોર 9 વિકેટે 199 રન થઈ ગયો. માનવે પોતાની પછીની ઓવરમાં કેશરા નુવાંથાને આઉટ કરીને શ્રીલંકાની ઇનિંગ્સ સમેટી લીધી. પહેલી ઇનિંગ્સમાં પડિકલની સદી, ભારતે 462 રન બનાવ્યા ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દેવદત્ત પડિકલે ત્રીજા નંબરે ઉતરીને 230 બોલમાં 167 રન બનાવ્યા. તેની ઇનિંગ્સમાં 15 ચોગ્ગા અને એક છગ્ગો હતો. તેણે કેએલ રાહુલ સાથે 162 રનની ભાગીદારી કરી. કેએલ રાહુલે 82, ધ્રુવ જુરેલે 51 અને રિષભ પંતે 39 રન બનાવ્યા. ભારતે 462 રન બનાવ્યા. શ્રીલંકા તરફથી પ્રભાત જયસૂર્યાએ 4 અને કેશરા નુવાંથાએ 3 વિકેટ લીધી. શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સમાં દિનૂષાની સદી શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સમાં સોનલ દિનૂષાએ 168 બોલમાં 100 રન બનાવ્યા. નિરોશન ડિકવેલાએ 80 રનની ઇનિંગ્સ રમી. ભારત તરફથી માનવ સુથારે 4 અને રવીન્દ્ર જાડેજાએ 3 વિકેટ લીધી. શ્રીલંકા પહેલી ઇનિંગ્સમાં 284 રન બનાવી શક્યું. બીજી ઇનિંગ્સમાં પંતે 66 રન બનાવ્યા ભારતની બીજી ઇનિંગ્સ 193 રનમાં સમેટાઈ ગઈ. રિષભ પંતે 69 બોલમાં 66 રન બનાવ્યા. તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. પંત ઉપરાંત કેએલ રાહુલે 35 અને પડિકલે 44 રન બનાવ્યા. શ્રીલંકા માટે અસિથા ફર્નાન્ડોએ 4, પ્રભાત જયસૂર્યાએ 3 અને લહિરુ કુમારાએ 2 વિકેટ લીધી. ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પાંચમા સ્થાને ભારત ગૉલ ટેસ્ટ જીત્યા પછી WTC પોઇન્ટ્સ ટેબલમાં ટીમ 53.33% પોઇન્ટ પર્સેન્ટેજ સાથે પાંચમા નંબરે છે. ભારતની 10 ટેસ્ટમાં 5 જીત, 4 હાર અને 1 ડ્રો છે. તેના ખાતામાં 64 પોઇન્ટ્સ છે. ભારત પાસે હવે 9 ટેસ્ટ બાકી છે. શ્રીલંકા સામે એક, ન્યૂઝીલેન્ડ સામે બે અને ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટેસ્ટ. એટલે કે ભારત પાસે વધુમાં વધુ 108 પોઇન્ટ્સ ઉમેરવાની તક છે. WTCમાં એક જીતના 12 પોઇન્ટ્સ મળે છે. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો. મેચ સંબંધિત અપડેટ્સ માટે નીચેના LIVE બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલમાં હિમાલયના સ્ફટિકના મહાદેવજીનું પ્રથમ મંદિર:સાધુતાવાન દેવકૃષ્ણદાસજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ
    Next Article
    ગોવિંદા પર અફેરના આરોપ વચ્ચે સુનીતા ફેમિલી કોર્ટ પહોંચી:પાપારાઝીના પ્રશ્ન પર ભડકી, કહ્યું- 'બર્થ ડે ઉજવવા ગયા હતા'; દીકરો કેમેરાથી બચાવતો દેખાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment