Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલમાં હિમાલયના સ્ફટિકના મહાદેવજીનું પ્રથમ મંદિર:સાધુતાવાન દેવકૃષ્ણદાસજીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિનો પ્રારંભ

    1 week ago

    નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલમાં હિમાલયના સ્ફટિકના મહાદેવજીનું પ્રથમ મંદિર અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથ મહાદેવજીની પ્રતિષ્ઠાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મહાદેવજીની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે ત્રણ દિવસીય (ત્રિદિનાત્મક) વિવિધ ધાર્મિક પ્રતિષ્ઠા વિધિઓનો પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પૂજ્યવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના પાવન હસ્તે મહાદેવજીનું પૂજન-અર્ચન કરીને પ્રતિષ્ઠા પૂર્વેની વિધિઓ શરૂ કરવામાં આવી હતી. શાસ્ત્રોક્ત વિધિથી સ્ફટિકના શિવલિંગનું શુદ્ધિકરણ અને સ્થાપન ઉમરેઠના વિદ્વાન શ્રી મિતુલ શુકલાજી અને ભૂદેવો દ્વારા 108 વિવિધ ધાન્ય, પંચગવ્ય, પંચામૃત, વિવિધ ઔષધિઓ, પવિત્ર નદીઓ તેમજ સમુદ્રના જળ અને શેરડીના રસથી સ્ફટિકના ભગવાન ભોળાનાથજીનું શાસ્ત્રોક્ત શુદ્ધિકરણ કરી ધાન્ય, પુષ્પ અને ફળ આદિમાં વાસ કરાવી સ્થાપન વિધિ કરાવવામાં આવી હતી. આ વિધિમાં નિકોલ સ્વામિનારાયણ ગુરુકુલના સંચાલક શ્રી યોગેશ્વર સ્વામી, શ્રી ત્યાગ સ્વામી, શ્રી પ્રભુ સ્વામી, શ્રી વિશ્વપ્રકાશ સ્વામી, શ્રી ચૈતન્ય સ્વામી, શ્રી હરિદર્શન સ્વામી, શ્રી વેદાંત સ્વામી, ભક્તિ તનય સ્વામી, ભંડારી શ્રી કૃષ્ણપ્રસાદ સ્વામી, તન્મય સ્વામી અને મુનિ સ્વામી વગેરે સંતોએ જોડાાઈને વિધિ સંપન્ન કરાવી હતી. ઈશાન ખૂણામાં સ્ફટિકના મહાદેવજી, માતા પાર્વતીજી અને નંદીજી વિરાજમાન થશે પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર, શાસ્ત્રોક્ત રીતે સ્ફટિકનું શિવલિંગ મનોકામના પૂર્ણ કરનારું મનાય છે. વાસ્તુશાસ્ત્ર મુજબ ઈશાન ખૂણો એ મહાદેવનું હાર્ટ (હૃદય) કહેવાય છે, તેથી નિકોલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ઈશાન ખૂણામાં જ સ્ફટિકના મહાદેવજી, માતા પાર્વતીજી અને નંદીજી સાથે વિરાજમાન કરવામાં આવશે. મહારુદ્રાભિષેક યજ્ઞ અને શિવકથાનું ભવ્ય આયોજન મહાદેવજીની પ્રતિષ્ઠાના આ પાવન પ્રસંગે યજ્ઞશાળામાં ત્રણ દિવસીય મહારુદ્રાભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેનો લાભ શ્રી દિગંતભાઈ ગજેરા, ડાયાભાઈ કચ્છી, નિખિલભાઈ અને અમિતભાઈ ડોબરીયાએ લીધો હતો. આ મહોત્સવ દરમિયાન ગુરુકુલના નવયુવાન સંત ગુણમંડિત શાસ્ત્રી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામીએ શ્રદ્ધાળુઓને શિવકથાનું શ્રવણ કરાવ્યું હતું. આ સમગ્ર ત્રિદિનાત્મક મહોત્સવના મુખ્ય યજમાન તરીકે અક્ષરનિવાસી શ્રી હરિબાપા રાદડીયાના સુપુત્રો શ્રી વિપુલભાઈ, હર્ષદભાઈ તથા સંજયભાઈએ સેવા આપી હતી.
    Click here to Read More
    Previous Article
    Kiara Advani And Saif Ali Khan Team Up For Kanika Dhillon's Supernatural Thriller
    Next Article
    ભારત 600મી ટેસ્ટ મેચમાં જીત્યું, શ્રીલંકાને 165 રનથી હરાવ્યું:દેવદત્ત પડિકલની સેન્ચુરી; માનવ સુથારે ટોટલ 10 વિકેટ લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment