Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીકરીના અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા:શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચને ફૂડ પોઈઝન, દંપતી અને બે દિકરીની સ્થિતિ સ્થિર

    13 hours ago

    સુરત શહેરમાં બહારનું ખાવાનું ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોની તબિયત લથડવાની ગંભીર ઘટના સામે આવી હતી. સુરતની શીતલ રેસ્ટોરન્ટમાંથી પંજાબી શાક ખાધા બાદ પરિવારજનોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હતી. જેમાં એક બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. સદભાવના હૉસ્પિટલના ડૉક્ટર પરેશે જણાવ્યું હતું કે, અશોકભાઈ સહિત દાખલ કરાયેલા ચારેય દર્દીઓની તબિયત હાલ સંપૂર્ણપણે સુધારા પર અને સ્થિર છે. દર્દીઓની સ્થિતિ સામાન્ય જણાતાં સાંજ સુધીમાં જરૂરી રિપોર્ટ્સ ચકાસીને તમામને હૉસ્પિટલમાંથી રજા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. દીકરીના અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા પરિવારના અન્ય તમામ સભ્યો હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી કરુણ સ્થિતિ સર્જાઈ હતી. બાળકીના અંતિમ સંસ્કાર વખતે પરિવારમાંથી માત્ર તેના પિતા અશોકભાઈ કળસરિયા જ હૉસ્પિટલમાંથી જઈ શક્યા હતા, જ્યારે બાકીના સભ્યો સારવાર હેઠળ હતા. અંતિમ સંસ્કાર થયા બાદ પિતા ફરી હોસ્પિટલમાં સારવાર હેઠળ આવી ગયા હતા. બાળકીને સતત ઊલટી થતાં સારવાર દરમિયાન દમ તોડ્યો પરિવારે બે દિવસ પહેલાં બહારથી ભોજન મંગાવ્યું હતું, જે બાદ પરિવારજનોને પેટમાં દુખાવો અને ઊલટીની સમસ્યા શરૂ થઈ હતી. જેમાં બાળકીને સતત ઊલટી થતાં તેની હાલત વધુ નાજુક બની ગઈ હતી. બાળકીને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન ઇમરજન્સી રૂમમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. ફૂડ પોઇઝનિંગ અંગે પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ સત્ય બહાર આવશે પરિવારજનો દ્વારા રેસ્ટોરન્ટના ભોજનથી ફૂડ પોઇઝનિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. સમગ્ર મામલે ફૂડ પોઇઝનિંગની સત્તાવાર પુષ્ટિ ફોરેન્સિક વિભાગ અને બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. માતા સહિત અન્ય સભ્યોની સ્થિતિ હવે જોખમમુક્ત દર્દીઓ જ્યારે હૉસ્પિટલ આવ્યા ત્યારે તેમને પેટમાં દુખાવો અને ઊલટીની ફરિયાદ હતી. પરિવારના જ્યોત્સનાબેનને બ્લડ પ્રેશર સંબંધિત સમસ્યા હોવાથી શરૂઆતમાં ચિંતા હતી, પરંતુ તબીબી સારવાર બાદ તેમની હાલત પણ સ્થિર છે અને કોઈ દર્દી ક્રિટિકલ નથી. સાંજ સુધીમાં તમામ જરૂરી પેરામીટર્સ ચેક કરીને ડિસ્ચાર્જનો નિર્ણય લેવાશે.
    Click here to Read More
    Previous Article
    વાંકાનેરમાં ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો:એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, અઠવાડિયામાં બીજો દરોડો
    Next Article
    CNGમાં સબ્સિડી આપવા રિક્ષાચાલકોની માગ:સરકારે ભાડામાં વધારો મંજૂર કર્યો, પરંતુ, ઓનલાઈન એપ્લિકેશને વધારો ન આપતા રિક્ષાચાલકોની બહિષ્કારની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment