Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંકાનેરમાં ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો:એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, અઠવાડિયામાં બીજો દરોડો

    12 hours ago

    રાજકોટ ફ્લાઈંગ સ્ક્વોડે વાંકાનેર પંથકમાં ખનીજ ચોરી પર અઠવાડિયામાં બીજો દરોડો પાડ્યો છે. દિઘલીયા ગામની સીમમાંથી એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. હાલ ખનીજ ચોરીની માપણીની કાર્યવાહી ચાલી રહી છે, જે પૂર્ણ થયા બાદ દંડ ફટકારવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, દરરોજ આશરે 200 જેટલા ડમ્પર ગેરકાયદેસર ખનીજનું વહન કરે છે, જેના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. સ્થાનિક તંત્રની કથિત મીઠી નજર હેઠળ આ પ્રવૃત્તિ ધમધમી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ દરોડાના માત્ર બે દિવસ પહેલાં જ ફ્લાઈંગ સ્ક્વોડે વાંકાનેર તાલુકાના લૂણસરિયા ગામની સીમમાંથી દરોડો પાડી એક મશીન અને એક ડમ્પર જપ્ત કર્યા હતા. એક જ અઠવાડિયામાં બે મોટા દરોડા પડતાં ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. વાંકાનેર પંથકમાં અઠવાડિયામાં બે દરોડા પાડી કરોડોનો મુદ્દામાલ જપ્ત થવો એ દર્શાવે છે કે બધા જ અધિકારીઓ ભ્રષ્ટ નથી. જોકે, ગણ્યાગાંઠ્યા ભ્રષ્ટ અધિકારીઓના કારણે પ્રમાણિક કર્મચારીઓનું મનોબળ તૂટે છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિ-સાસુનો અત્યાચાર:"પત્ની ઘર ન છોડે તો તેજાબ નાખી દો", ઓડિયો ક્લિપ મોકલી પરિણીતાને ઢોર માર મારી કાઢી મુકી
    Next Article
    દીકરીના અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા:શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચને ફૂડ પોઈઝન, દંપતી અને બે દિકરીની સ્થિતિ સ્થિર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment