Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિ-સાસુનો અત્યાચાર:"પત્ની ઘર ન છોડે તો તેજાબ નાખી દો", ઓડિયો ક્લિપ મોકલી પરિણીતાને ઢોર માર મારી કાઢી મુકી

    11 hours ago

    શહેરના શાહપુર વિસ્તારમાં રહેતી 28 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ અને સાસુ વિરુદ્ધ દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી છે. લગ્નના એક જ અઠવાડિયા બાદ ફોર વ્હીલર ગાડી અને સોનાની માંગણી કરી પરિણીતાને મેણા-ટોણા મારી ઢોર માર મારવામાં આવતો હતો. એટલું જ નહીં, સાસુએ પુત્રને "તારી પત્નીને ઘરમાંથી કાઢી મૂક અને ન જાય તો તેજાબ નાખી દે" તેવી ધમકી આપતી ઓડિયો ક્લિપ પણ વોટ્સએપ પર મોકલી હતી.અંતે પરિણીતાને પહેરેલા કપડે ઘરમાંથી હાંકી કાઢતા પોલીસે પતિ અને સાસુ સામે શાહપુર પોલીસ સ્ટેશને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પેટલાદની યુવતીના શાહપુરના યુવક સાથે લગ્ન થયા'તા મૂળ પેટલાદની યુવતીએ અમદાવાદના શાહપુર ખાતે રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્નમાં પિતાએ 25 તોલા સોનું,85 હજાર રોકડા,ઓનલાઈન તથા અન્ય કરીયાવર આપ્યો હોવા છતાં, લગ્નના એક અઠવાડિયા બાદ જ પતિ અને સાસુએ વધુ સોનું તથા ફોર વ્હીલર ગાડીની માંગણી શરૂ કરી હતી. દહેજ બાબતે બોલાચાલી થતાં બંને જણાએ પરિણીતાને ગડદાપાટુનો માર માર્યો હતો. એક દિવસ સાસુએ પોતાના મોબાઈલમાંથી પરિણીતાના ફોન પર 2 ઓડિયો ક્લિપ મોકલી હતી. જેમાં સાસુ પોતાના પુત્રને પત્ની પર તેજાબ નાખી દેવા અને તેના માબાપને ગાળો આપવા ઉશ્કેરતી જોવા મળી હતી.આ બાબતે ખુલાસો પૂછતાં જ પતિ અને સાસુ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને પરિણીતાને ફરીથી ઢોર માર મારવા લાગ્યા હતા. જેથી જીવ બચાવવા પરિણીતાએ બાથરૂમમાં ભરાઈ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો અને પેટલાદ ખાતે માતાને ફોન કરીને જાણ કરી હતી. બાદમાં પતિ-સાસુએ હેરાન ન કરવાની અને માતાને ન બોલાવવાની શરતે પરિણીતાને બાથરૂમમાંથી બહાર કાઢી હતી. 2 કલાક બાદ પરિણીતાના માતા અને નાની બહેન અમદાવાદ આવી પહોંચતા જ સાસુ-પતિએ "તારી માતાને કેમ બોલાવી?" તેમ કહી ઉશ્કેરાઈને માતા-બહેનની હાજરીમાં જ પરિણીતાને ધક્કા મારી પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી.આ અંગે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    સિદ્ધપુર યાર્ડમાં ઇસબગુલની આવકમાં મોટો ઉછાળો:ઊંઝામાં હરાજી બંધ થતા ખેડૂતો-વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા
    Next Article
    વાંકાનેરમાં ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્ક્વોડનો દરોડો:એક કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત, અઠવાડિયામાં બીજો દરોડો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment