Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુર યાર્ડમાં ઇસબગુલની આવકમાં મોટો ઉછાળો:ઊંઝામાં હરાજી બંધ થતા ખેડૂતો-વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા

    10 hours ago

    સિદ્ધપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે ઇસબગુલની હરાજી શરૂ થતાં છેલ્લા ૧૦ દિવસમાં આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીએસટી સંબંધિત કારણોસર ઇસબગુલની હરાજી બંધ હોવાથી ખેડૂતો અને વેપારીઓ સિદ્ધપુર તરફ વળ્યા છે. આના પરિણામે દૈનિક આવક ૧૭૨૯ બોરી સુધી પહોંચી ગઈ છે. સિદ્ધપુર APMCમાં ગત ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ઇસબગુલની હરાજી શરૂ થઈ હતી. પ્રથમ દિવસે ૨૩૫ બોરીની આવક નોંધાઈ હતી. ત્યારબાદ આવકમાં સતત વધારો થતાં ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ કુલ આવક ૧૭૨૯ બોરી પર પહોંચી હતી. જીએસટીના ટેકનિકલ પ્રશ્નોને કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં હાલ ઇસબગુલની હરાજી બંધ છે. આથી આસપાસના પંથકના ખેડૂતો પોતાનો માલ વેચવા સિદ્ધપુર યાર્ડમાં આવી રહ્યા છે. ખેડૂતોની સાથે સાથે રાજ્યભરમાંથી વેપારીઓ પણ મોટી સંખ્યામાં માલની ખરીદી કરવા સિદ્ધપુર માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે. સિદ્ધપુર APMCના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ અને વાઇસ ચેરમેન બાબુભાઈ પટેલે જણાવ્યું હતું કે, હરાજી શરૂ થવાથી ખેડૂતો અને વેપારીઓ બંને પક્ષે સારો પ્રતિસાદ મળ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં હરાજીની વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવામાં આવશે અને ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવશે. છેલ્લા ૧૦ દિવસના આંકડા દર્શાવે છે કે, ૬ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૨૩૫ બોરીની આવક સામે ૧૯ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ૧૭૨૯ બોરીની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ઇસબગુલના ભાવ ૨૦૦૮ થી ૨૮૦૧ રૂપિયા પ્રતિ બોરીની રેન્જમાં રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું- NEETની સિસ્ટમ ફૂલપ્રૂફ છે, તોડવી મુશ્કેલ:SCએ કહ્યું- ટેકનોલોજી સમજતા અધિકારીઓની ભરતી કરો, તેમની વારંવાર બદલી ન કરો
    Next Article
    અમદાવાદમાં દહેજ ભૂખ્યા પતિ-સાસુનો અત્યાચાર:"પત્ની ઘર ન છોડે તો તેજાબ નાખી દો", ઓડિયો ક્લિપ મોકલી પરિણીતાને ઢોર માર મારી કાઢી મુકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment