Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CNGમાં સબ્સિડી આપવા રિક્ષાચાલકોની માગ:સરકારે ભાડામાં વધારો મંજૂર કર્યો, પરંતુ, ઓનલાઈન એપ્લિકેશને વધારો ન આપતા રિક્ષાચાલકોની બહિષ્કારની ચીમકી

    14 hours ago

    છેલ્લા કેટલાક સમયથી અદાણી CNG દ્વારા ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે તો ગુજરાત ગેસ દ્વારા CNGના ભાવમાં 3.75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. સતત CNGના ભાવ વધતા CNG પર સબસિડી આપવામાં આવે તેવી રિક્ષા ચાલકોએ દ્વારા માંગ કરી છે. અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન દ્વારા 20થી 30 રૂપિયા જેટલી રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ કરી છે. તેમજ સરકારે ભાડું વધાર્યું પરંતુ ઓનલાઈન એપ્લિકેશનમાં ભાડામાં વધારો કરવામાં ન આવતા તેના સામે વિરોધ નોંધાવ્યો છે. ઓનલાઈન એપ્લિકેશન સામે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. CNGના ભાવમાં સતત વધારો થતા રિક્ષાચાલકો પરેશાન CNGના ભાવમાં સતત વધારો થતા થોડા દિવસ પહેલા સરકાર દ્વારા મિનિમમ ભાડું 25 રૂપિયા અને રનિંગ ભાડું 20 રૂપિયા કરવામાં આવ્યું હતું. જો કે તે બાદ પણ સરકારના નિયમ પ્રમાણે ઓનલાઇન એપ્લિકેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. જેથી રીક્ષાચાલકોએ ચીમકી ઉચ્ચારી છે કે, 31 ઓગસ્ટ સુધીમાં ઑનલાઇન એપ્લિકેશનમાં ગેરકાયદાર સફેદ નંબર પ્લેટ વગર ચાલતી ટુ વ્હીલર બંધ કરવામાં આવે અને સરકારી નિયમ પ્રમાણે એપ્લિકેશનમાં ઑનલાઇન ભાડું વધારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે. તેમજ માંગણી નહીં સ્વીકારે તો અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયન સાથે જોડાયેલા 2.50 લાખ અને ગુજરાતની 15 લાખ રિક્ષા ચાલકોએ ઓનલાઇન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. ઓનલાઈન એપ્લીકેશને ભાડામાં વધારો ન આપતા રિક્ષાચાલકોની ચીમકી અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, વધતા જતા CNGના ભાવનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રીક્ષા ચાલકો સીધા CNG સાથે સંકળાયેલા છે એકપણ રૂપિયો ભાવ વધે તો તેની સીધી અસર થતી હોય છે. જ્યારે વધારો કરવામાં આવતો હોય છે ત્યારે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવ્યો છે પરંતુ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા ભાડામાં વધારો કરવામાં આવ્યો નથી. ઓનલાઇન એપ્લિકેશન દ્વારા રીક્ષા ચાલકોનું શોષણ કરવામાં આવી રહ્યું છે. જેથી ઓનલાઇન એપ્લિકેશનના વિરોધમાં મોટું આંદોલન કરવામાં આવશે. અમદાવાદ અને ગુજરાતભરના રીક્ષા ચાલકો ઓનલાઈન એપ્લિકેશનનો બહિષ્કાર કરવાના છે. સફેદ નંબર પ્લેટ સાથે જે ટુ વ્હીલર ચાલી રહ્યા છે તેને બંધ કરવા માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. પરંતુ હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી તેને બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે. વધુમાં વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, જે પ્રમાણે CNGના ભાવ સતત વધી રહ્યા છે તેને જોતા રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે તેવી પણ અમે માંગ કરીએ છીએ. કારણ કે CNG નો ભાવ જે વધે છે તેની અસર રિક્ષા ભાડા પર પડે છે. તેમજ જ્યારે રિક્ષા ભાડું વધતું હોય ત્યારે તેનો બોઝ જનતા પર પડતી હોય છે. જેથી જનતા પર ભાડાના વધારાનો બોઝ પડે તેવું અમે નથી ઇચ્છતા જેના કારણે સરકારને વિનંતી કરીએ છીએ કે CNG પર રિક્ષા ચાલકોને સબસિડી આપવામાં આવે. 20થી 30 રૂપિયા જેટલી સબસિડી આપવામાં આવે તેવી સરકાર પાસે માંગણી કરીએ છીએ. જો સબસિડી આપવામાં આવશે તો ભાડામાં પણ અમે ઘટાડો કરીશું. 6 મહિનામાં જ 12થી 15 રૂપિયા સુધીનો CNGના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ ગુજરાત ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેથી અદાણી દ્વારા હજુ પણ CNG ના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે. પેટ્રોલ સમકક્ષ ભાવ થઈ જતા રિક્ષા ચલાવવી મુશ્કેલ બની ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    દીકરીના અંતિમ સંસ્કારમાં માત્ર પિતા જ જઈ શક્યા:શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચને ફૂડ પોઈઝન, દંપતી અને બે દિકરીની સ્થિતિ સ્થિર
    Next Article
    બાળકીના મોત બાદ પાલિકાના ફૂડ વિભાગનો 'દેખાડો':આરોગ્ય મંત્રીના આદેશની પણ ઐસીતૈસી, શીતલ રેસ્ટોરન્ટને સીલ ન કર્યું; ખાડી બ્રિજ પાસે બંધ કરાયેલી રેસ્ટોરન્ટ સવારે ધમધમતી થઈ ગઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment