Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીના મોત બાદ પાલિકાના ફૂડ વિભાગનો 'દેખાડો':આરોગ્ય મંત્રીના આદેશની પણ ઐસીતૈસી, શીતલ રેસ્ટોરન્ટને સીલ ન કર્યું; ખાડી બ્રિજ પાસે બંધ કરાયેલી રેસ્ટોરન્ટ સવારે ધમધમતી થઈ ગઈ

    16 hours ago

    સુરતમાં વરાછા વિસ્તારમાં શીતલ રેસ્ટોરન્ટનું ભોજન આરોગ્યા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં એક નિર્દોષ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે. જો કે, મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ સુધરવાનું નામ નથી લઈ રહ્યું. તંત્ર દ્વારા માત્ર કાગળ પર અને લોકોની આંખમાં ધૂળ નાખવા પૂરતી કામગીરી કરવામાં આવી રહી હોવાનો પર્દાફાશ થયો છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, આ મામલે ખુદ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ શીતલ રેસ્ટોરન્ટને તાત્કાલિક અસરથી સીલ કરવા કડક આદેશ આપ્યો હતો, તેમ છતાં પાલિકાના બેફામ બનેલા ફૂડ અને આરોગ્ય વિભાગના અધિકારીઓએ મંત્રીના આદેશની પણ ખુલ્લેઆમ અવગણના કરી છે. મંત્રીનો આદેશ છતાં શીતલ રેસ્ટોરન્ટ સીલ નહીં શીતલ રેસ્ટોરન્ટનું પંજાબી શાક ખાધા બાદ એક જ પરિવારના પાંચ સભ્યોને ગંભીર ફૂડ પોઈઝનિંગ થયું હતું, જેમાં એક નિર્દોષ બાળકીનું મોત નીપજ્યું હતું. પાલિકાની ટીમે રૂબરૂ તપાસ કરતાં કિચનમાંથી રોગચાળો ફેલાવે તેવી ગંભીર લાપરવાહી સામે આવી હતી. વાસી અને ફૂગ ચડી ગયેલી અખાદ્ય સામગ્રી રાંધવામાં વપરાતી હતી. ખરાબ અને ગંધાતા બટાકા-ડુંગળીનો જથ્થો ઝડપાયો હતો. ફૂગવાળું ચીઝ અને તારીખ વીતી ગયેલું દૂધ મળી આવ્યું હતું. રેસ્ટોરન્ટમાં ગંભીર સ્થિતિ અને બાળકીના મોત બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રેસ્ટોરન્ટને સીલ કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો હતો. જોકે, પાલિકાના અધિકારીઓએ પોતાના આકાઓ કે સંચાલકને બચાવવા માટે મંત્રીના આદેશને પણ નેવે મૂકી દીધો અને રેસ્ટોરન્ટ સીલ કરવાના બદલે માત્ર બંધ કરવાની ઉપરછલ્લી કામગીરી કરી સંતોષ માન્યો. રાત્રે 'ધ દિલ્હી રેસ્ટોરન્ટ' બંધ કરાવી, સવારે ફરી શટર ખૂલી ગયા! તંત્રની દેખાડાની કામગીરી અહીં જ ન અટકી. પાલિકાના ફૂડ વિભાગ દ્વારા અર્ચના ખાડી બ્રિજ પાસે આવેલી 'ધ દિલ્હી રેસ્ટોરન્ટ એન્ડ ચાઈનીઝ' ખાતે પણ તપાસ કરવામાં આવી હતી. રેસ્ટોરન્ટમાં ધારા-ધોરણ મુજબનો ફૂડ કોડ ન હોવા અને અત્યંત ગંદકી જોવા મળતાં ગઈકાલે રાત્રે આ રેસ્ટોરન્ટ બંધ કરાવી દેવામાં આવી હતી. પરંતુ અધિકારીઓ સાથે થયેલા કથિત આંતરિક 'સેટિંગ'ના જોરે સવાર પડતાં જ સંચાલકોએ કોઈ પણ ડર વગર ફરીથી રેસ્ટોરન્ટ શરૂ કરી દીધી હતી. શું તંત્ર કોઈ બીજા મોટા કાંડની રાહ જુએ છે? એક તરફ અખાદ્ય સામગ્રીના કારણે પરિવારો પોતાના વહાલસોયા ગુમાવી રહ્યા છે, ત્યારે બીજી તરફ પાલિકાના અધિકારીઓ મંત્રીઓના આદેશોને પણ ઘોળીને પી રહ્યા છે અને રાતોરાત બંધ કરાવેલી દુકાનો સવારે ફરી ચાલુ કરાવી દેવાનો ખેલ રમી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    CNGમાં સબ્સિડી આપવા રિક્ષાચાલકોની માગ:સરકારે ભાડામાં વધારો મંજૂર કર્યો, પરંતુ, ઓનલાઈન એપ્લિકેશને વધારો ન આપતા રિક્ષાચાલકોની બહિષ્કારની ચીમકી
    Next Article
    In U-Turn, Vijay Government Withdraws Order Barring Students From Protesting

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment