Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માળિયામાં મીઠા ઉદ્યોગ અંગે શિક્ષણ આપતી સંસ્થા શરૂ કરવા માંગ‎:સોલ્ટ ટેક્નોલોજીની સમજ આપતી સંસ્થાના અભાવે મીઠા ઉદ્યોગનો વિકાસ રુંધાયો

    1 week ago

    ભારત વિશ્વમાં મીઠાના ઉત્પાદન ક્ષેત્રે અગ્રેસર હોવા છતાં સોલ્ટ ટેકનોલોજી અને મીઠાના વૈજ્ઞાનિક ઉત્પાદન-પ્રોસેસિંગ માટે વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાનો અભાવ હોવાથી મીઠા ઉદ્યોગને જરૂરી ટેકનિકલ મેન પાવરની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મોરબી જિલ્લાના માળીયા મી. સહિતનો પંથક ટેકનોલોજીના ઉપયોગ વગર પણ વિશ્વમાં મીઠાનું મહત્તમ ઉત્પાદન કરતો હોય ત્યારે આધુનિક ટેકનોલોજી સાથે ટેક્નિકલ શિક્ષણની સુવિધાઓ અપાય તો મીઠા ઉધોગ ઉચ્ચાઈના વધુ શિખરો સર કરી શકે તેમ છે. આથી મીઠા ઉદ્યોગના વિકાસ માટે સોલ્ટ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે વિશેષ અભ્યાસક્રમ તથા સંશોધન સંસ્થા સ્થાપવાની જરૂરિયાત મીઠા ઉત્પાદકોએ માંગ કરી છે. મોરબી મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશનના પ્રમુખ ડી. યુ. જાડેજાએ પીએમને સંબોધીને લખેલા પત્રમાં મીઠા ઉદ્યોગ માટે ટેકનિકલ શિક્ષણ તેમજ ઇન્ડસ્ટ્રી આધારિત રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટને પ્રોત્સાહન આપવા રજૂઆત કરી છે. દેશમાં સોલ્ટ ટેકનોલોજી માટે સમર્પિત કોલેજ કે સંસ્થા ન હોવાથી કુશળ ટેકનિકલ પ્રોફેશનલ્સ તૈયાર થવામાં અડચણ આવી રહી છે. આગામી સમયમાં દેશનું મીઠા ઉત્પાદન આશરે 55 મિલિયન ટન સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. જો કે ઉત્પાદન વધારવાની સાથે આંતરરાષ્ટ્રીય ગુણવત્તા અને કાર્યક્ષમતાના માપદંડો જાળવવા માટે વૈજ્ઞાનિક અભિગમ, આધુનિક ટેકનોલોજી અને સતત સંશોધનની જરૂરિયાત ઊભી થઈ છે. મીઠા ઉદ્યોગના વિકાસ માટે આટલા ‎મુદ્દાઓનો ઉકેલ આવશ્યક‎ 1. બદલાતી આબોહવાની પરિસ્થિતિમાં મીઠાની ઉત્પાદકતા વધારવા તથા ઇવેપોરેશન પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ બનાવી ઉત્પાદન ખર્ચ ઘટાડવા માટે ટેકનોલોજી વિકસાવવી. 2.મીઠાના કણોનું કદ, રંગ, સિલિકા, કેલ્શિયમ-મેગ્નેશિયમનું પ્રમાણ તેમજ ફ્રી એમોનિયા, ફ્રી આયર્ન, ફ્રી આયોડિન અને ફ્રી બ્રોમિન જેવા વિવિધ ગુણવત્તા માપદંડો જાળવવા વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિકસાવવાની જરૂર. 3.મીઠા તથા બીટર્નમાંથી મૂલ્યવર્ધિત ઉત્પાદનો અને ઉપયોગી બાય-પ્રોડક્ટ્સ વિકસાવી ઉદ્યોગની આવક તથા ઉપયોગિતા વધારવા સંશોધન હાથ ધરવાની માંગ. 4.મીઠાના સ્ટોરેજ, હેન્ડલિંગ, લોજિસ્ટિક્સ અને ટ્રાન્સપોર્ટેશન દરમિયાન થતું નુકસાન ઘટાડવા આધુનિક વ્યવસ્થાઓ વિકસાવવાની જરૂરિયાત. 5. ઓટોમેશન, ડિજિટલ ટેકનોલોજી અને પર્યાવરણને અનુકૂળ ટકાઉ ઉત્પાદન પદ્ધતિઓનો ઉપયોગ વધારવા માટે ઉદ્યોગને જરૂરી ટેકનિકલ માર્ગદર્શન ઉપલબ્ધ કરાવવું.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં નિર્મલનગર હરિપુરા પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન:ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉકેલાશે
    Next Article
    ટીમ ઈન્ડિયા પહેલી ટેસ્ટમાં જીતથી માત્ર એક વિકેટ દૂર:માનવ સુથારે એક જ ઓવરમાં 3 વિકેટ ઝડપીને લંકાના સૂપડા સાફ કર્યા; ઇનિંગમાં પાંચમા બેટરને પેવેલિયન ભેગો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment