Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં નિર્મલનગર હરિપુરા પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન:ગટર અને વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઉકેલાશે

    1 week ago

    પાટણ નગરપાલિકા દ્વારા નિર્મલનગર હરિપુરા ખાતે પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. પાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળના હસ્તે આ સ્ટેશનનું લોકાર્પણ થયું. આ પમ્પિંગ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં એકત્ર થતા ગટર અને વરસાદી પાણીના યોગ્ય નિકાલ માટે કાર્યરત કરાયું છે, જેનાથી સ્થાનિકોને ગંદકી અને પાણી ભરાવાની સમસ્યામાંથી રાહત મળશે. જોકે, ઉદ્ઘાટન સમયે જ હરિપુરા જવાના માર્ગ પર ભૂગર્ભ ગટરના પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. સફાઈના અભાવે શાળાએ જતા બાળકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. આ ગંદકીને કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે, જેનાથી રોગચાળાની સંભાવના સેવાઈ રહી છે. રહીશો દ્વારા તાત્કાલિક સફાઈની માંગ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નગરપાલિકાના સત્તાધીશોની હાજરીમાં આ નવા પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન થયું. આ વિસ્તારમાં લાંબા સમયથી ગટરના પાણી ઉભરાવા અને ગંદકી ફેલાવાની ગંભીર સમસ્યા હતી. પમ્પિંગ સિસ્ટમ કાર્યરત થવાથી પાણી એકત્ર કરીને તેનો નિકાલ કરી શકાશે, જેનાથી ગટર ઉભરાવાની શક્યતાઓ નહિવત થઈ જશે. આ વિકાસ કાર્યો માટે કુલ 150 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેમાં STP, WTP અને અન્ય મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. નિર્મલનગરનું પમ્પિંગ સ્ટેશન આ સમગ્ર યોજનાનો પ્રથમ તબક્કો છે. ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું કે આગામી 10 દિવસમાં સમગ્ર વિસ્તારમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચલાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગટર અને પાણીની સમસ્યાનું કાયમી સમાધાન લાવ્યા બાદ જ નવા રસ્તા બનાવવાનું કામ હાથ ધરવામાં આવશે. પાલિકા દ્વારા તબક્કાવાર રીતે તમામ બાકી રહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકાબેન રાવળ, ઉપપ્રમુખ ઉત્કર્ષભાઈ પટેલ, કારોબારી ચેરમેન નીલમભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી બાબુજી ઠાકોર, શહેર પ્રમુખ હર્ષભાઈ પટેલ, શહેર મહામંત્રી મનીષભાઈ મોદી, ભૂગર્ભ ચેરમેન રેણુકાબેન ઠાકોર, પક્ષના નેતા મનોજભાઈ ઠાકોર અને દંડક મનીષાબેન પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વસ્ત્રાપુરની હોટલમાંથી યુવતી MD ડ્રગ્સ સાથે ઝડપાઈ:રૂમમાં સાથે રહેલો યુવક પોલીસને જોઈ ફરાર થઈ જતા શોધખોળ
    Next Article
    માળિયામાં મીઠા ઉદ્યોગ અંગે શિક્ષણ આપતી સંસ્થા શરૂ કરવા માંગ‎:સોલ્ટ ટેક્નોલોજીની સમજ આપતી સંસ્થાના અભાવે મીઠા ઉદ્યોગનો વિકાસ રુંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment