Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાંચમા દિવસે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ:શ્રીલંકન કેપ્ટન પછી ગત ઇનિંગના સેન્ચુરિયન સોનલની પણ ફિફ્ટી; ભારતીય બોલર્સને વિકેટ માટે તરસાવ્યા

    19 hours ago

    ભારતીય ટીમ ગૉલ ટેસ્ટ જીતવાથી 6 વિકેટ દૂર છે. પાંચમા દિવસની રમત શરૂ થઈ ગઈ છે. 372 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી શ્રીલંકન ટીમનો બીજી ઇનિંગ્સમાં સ્કોર 139/4 છે. ટીમ તરફથી કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને સોનલ દિનૂષા ક્રિઝ પર છે. ધનંજય ડી સિલ્વા પછી સોનલ દિનૂષાએ પણ ફિફ્ટી ફટકારી છે. બન્ને વચ્ચે 90+ રનની પાર્ટનરશીપ થઈ ગઈ છે. ભારત માટે બીજી ઇનિંગમાં માનવ સુથારે 2, જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ 1-1 વિકેટ લીધી. ભારતે પહેલી ઇનિંગ્સમાં 462 રન બનાવ્યા હતા, જ્યારે શ્રીલંકાની પહેલી ઇનિંગ્સ 284 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતને પહેલી ઇનિંગ્સમાં 178 રનની લીડ મળી હતી. બીજી ઇનિંગ્સમાં 193 રન ઉમેર્યા પછી ભારતની કુલ લીડ 371 રનની થઈ. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિકલ, શુભમન ગિલ (કેપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, માનવ સુથાર, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. શ્રીલંકા (SL): લાહિરુ ઉદારા, નિશાન મદુષ્કા, દિનેશ ચંદીમલ, કામિન્દુ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા (કેપ્ટન), સોનલ દિનુષા, નિરોશન ડિકવેલા (વિકેટકીપર), કેશરા નુવંથા, પ્રબથ જયસૂર્યા, લાહિરુ કુમારા અને અસિથા ફર્નાન્ડો.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ટાંકી જ નહીં, છતાં ₹50.43 લાખનું બિલ!:2 ઈજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થશે; 13 દિવસ પહેલા મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત સમયે ભાંડો ફૂટ્યો હતો
    Next Article
    સિંકફિલ્ડ કપ: પ્રજ્ઞાનંદાએ મેક્સિમ વાચિયર-લાગ્રેવને હરાવ્યો:5 પોઇન્ટ્સ સાથે વેસ્લી સોના સંયુક્ત ટોચ પર પહોંચ્યો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment