Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાગવડ ખોડલધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું:ડ્રોન નજારામાં આકાશગંગા જેવો ભાસ; દર્શન-આરતી સમયપત્રક જાહેર;વર્ણીન્દ્રધામમાં 5 લાખ ઇલેક્ટ્રિક દીવડાં

    1 day ago

    રાજકોટ જિલ્લાના ગોંડલ નજીક કાગવડ સ્થિત લાખો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર એવું શ્રી ખોડલધામ મંદિર દિવાળીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને ભવ્ય રોશનીથી ઝળહળી ઊઠ્યું છે. દિવાળી તહેવારોને લઈને સમગ્ર મંદિર અને પરિસરને ભવ્ય લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે. 1800 ફૂટની ઊંચાઈએથી ડ્રોન કેમેરા દ્વારા લેવાયેલા વીડિયોમાં મંદિરનો આકાશી નજારો જાણે ધરતી પર આકાશગંગા ઊતરી આવી હોય તેવો મંત્રમુગ્ધ કરનારો દ્રશ્યમાન થાય છે. લાખો ભક્તોની સુવિધા માટે ટ્રસ્ટની તડામાર તૈયારીઓ દિવાળીના તહેવારો અને વેકેશનના દિવસો દરમિયાન દેશ-વિદેશમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડે તેવી શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓની સુવિધા અને સ્વાગત માટે વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. તહેવાર દરમિયાન મંદિર પરિસરમાં બે વિશાળ આકર્ષક રંગોળીઓ બનાવવામાં આવશે તેમજ માતાજીને દરરોજ વિશેષ અને અવનવા શણગાર ધરાવવામાં આવશે. દર્શન અને આરતીનું વિશેષ સમયપત્રક જાહેર તહેવારો દરમિયાન મંદિરનું કેમ્પસ દરરોજ વહેલી સવારે 5:30 વાગ્યે દર્શનાર્થીઓ માટે ખૂલી જશે. સવારની મંગળા આરતી 7:00 વાગ્યે અને સાંજની સંધ્યા આરતી પણ 7:00 વાગ્યે સંપન્ન થશે. રાત્રિના 9:00 વાગ્યે મંદિરના દ્વાર બંધ થશે, જ્યારે સમગ્ર મંદિર કેમ્પસ રાત્રે 9:30 વાગ્યે બંધ કરવામાં આવશે. દર્શનાર્થીઓ સરળતાથી દર્શન કરી શકે તે માટે ટ્રસ્ટ દ્વારા સ્વયંસેવકોની ખાસ ટીમો તૈનાત કરવામાં આવી છે. રાષ્ટ્રભક્તિ અને આસ્થાનો અનન્ય ત્રિવેણી સંગમ શ્રી ખોડલધામ મંદિર વિશ્વનું એવું પ્રથમ મંદિર છે જેના મુખ્ય પ્રવેશદ્વાર પર ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવે છે. મંદિરમાં મા ખોડલની મહાઆરતી પૂર્ણ થયા બાદ ભક્તો દ્વારા ‘ભારત માતા કી જય’ના નારા ગુંજવવામાં આવે છે. આમ, દિવાળીના પવિત્ર પર્વે ખોડલધામ પરિસર ભક્તિ, શ્રદ્ધા અને રાષ્ટ્રપ્રેમના અનોખા ત્રિવેણી સંગમ સાથે શ્રદ્ધાળુઓને આવકારવા માટે સજ્જ બન્યું છે. વર્ણીન્દ્રધામ 5,૦૦,૦૦૦ ઇલેક્ટ્રિક દીવડાઓની મનમોહક સજાવટ દિવાળીના પાવન પર્વ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત પાટડી વર્ણીન્દ્રધામ અંદાજીત 5,૦૦,૦૦૦ ઇલેક્ટ્રિક દીવડાઓ, મનમોહક જળ સજાવટ અને રંગબેરંગી રોશનીના અદભુત નજારા સાથે ઝળહળી ઉઠ્યું છે. ભક્તિ, નયનરમ્ય સુંદરતા અને આધ્યાત્મિકતાનો અલૌકિક ત્રિવેણી સંગમ ધરાવતા આ પરિસરમાં દિવ્ય ધાર્મિક વાતાવરણ વચ્ચે પરિવાર સાથે યાદગાર સમય વિતાવવાનો અનોખો લ્હાવો મળી રહ્યો છે, જ્યાં ધન્વંતરિ પૂજન, હનુમંત પૂજન, ચોપડા પૂજન અને ભવ્ય અન્નકૂટ દર્શન સહિતના વિવિધ પાવન ઉત્સવોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    વેસુમાં બિઝનેસવુમન કાર ચાલકે ફૂટપાથ પર શ્રમજીવીને લીધા અડફેટે:માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા, સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાતા નુકસાન
    Next Article
    Nagpur Doctor Tells Man His Injury Not Serious. His Cop Father Assaults Him

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment