Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસુમાં બિઝનેસવુમન કાર ચાલકે ફૂટપાથ પર શ્રમજીવીને લીધા અડફેટે:માથાના ભાગે ગંભીર ઈજા થતા લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયા, સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે અથડાતા નુકસાન

    1 day ago

    સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં મોડી રાતે એક મહિલા કારચાલકની અતિશય બેદરકારી અને ગફલતભરી ડ્રાઇવિંગનો કિસ્સો સામે આવ્યો છે. ઉધના-મગદલ્લા રોડ પર એસ.ડી. જૈન સ્કૂલ નજીક BRTS બસ સ્ટોપ પાસે સિલ્વર કલરની મારુતિ સુઝુકી ગ્રાન્ડ વિટારા (નંબર GJ-05-RT-3761) લઈ નીકળેલી મહિલાએ પૂરપાટ ઝડપે કાર હંકારી હતી. મહિલા સ્ટેયરિંગ પરથી સંપૂર્ણ કાબૂ ગુમાવી બેસતાં કાર સીધી ડિવાઈડર પર આવેલી સ્ટ્રીટલાઈટના થાંભલા સાથે ધડાકાભેર અથડાઈ ગઈ હતી. મહિલા કાર ચાલકે જોરદાર ટક્કરથી થાંભલો ઉખેડ્યો મહિલા એટલી તેજ ગતિમાં કાર ચલાવી રહી હતી કે ટક્કર લાગતાં જ લોખંડનો ભારેખમ સ્ટ્રીટલાઇટનો થાંભલો મૂળમાંથી ઉખડીને રસ્તા અને ફૂટપાથ પર પટકાયો હતો. આ જોરદાર ટક્કરના કારણે કારનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બીજી તરફ, ફૂટપાથ પર નિરાંતે સૂતેલા નિર્દોષ હાથલારીવાળા શ્રમજીવી પર થાંભલો અને કાટમાળ પડતાં તેને માથાના ભાગે જીવલેણ ઇજા પહોંચી હતી અને તે લોહીલુહાણ થઈ ગયો હતો. મહિલાની આ ગફલતભરી ડ્રાઇવિંગે ફૂટપાથ પર સૂતેલા અન્ય લોકોમાં પણ નાસભાગ મચાવી દીધી હતી. ટુર એન્ડ ટ્રાવેલ્સ ચલાવતી 45 વર્ષીય નિકીતા શાહ કાર ચલાવી રહી હતી ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસની PCR વાન અને વેસુ-1 પોલીસ વાન સ્થળ પર દોડી આવી હતી. કાર ચલાવી રહેલી મહિલાની ઓળખ નિકીતાબેન નેહલ અશોકભાઇ શાહ (ઉંમર 45 વર્ષ) તરીકે થઈ છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે નિકીતાબેન વ્યવસાયે ટુર એન્ડ ટ્રાવેલ્સ સાથે સંકળાયેલા છે અને વેસુમાં ગ્રીન સિગ્નેચર નજીક આવેલ 'ધ લેજેન્ડ' ફ્લેટના C-401 માં રહે છે. અકસ્માત સમયે તેમની સાથે તેમના પતિ નેહલ અશોકભાઇ શાહ પણ કારમાં સવાર હતા. મહિલા અને તેના પતિને તાત્કાલિક પોલીસ મથકે લઈ જવાયા અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોનું મોટું ટોળું એકઠું થઈ ગયું હતું. ઉમરા PCR-35 ના ઇન્ચાર્જ અનાર્મ હેડ કોન્સ્ટેબલ નરહરદાન દાદુભાઇ (બ.નં- 2150) દ્વારા સ્થિતિ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. પોલીસે કારચાલક નિકીતાબેન શાહ અને તેમના પતિ નેહલ શાહને સ્થળ પરથી સુરક્ષિત રીતે પોતાની સાથે પોલીસ સ્ટેશન લઈ જઈ કાયદેસરની પૂછપરછ હાથ ધરી હતી. બીજી તરફ, ગંભીર રીતે ઘવાયેલા હાથલારીવાળા યુવકને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. નિકીતાબેન શાહ દ્વારા જાહેર માર્ગ પર ગફલતભરી રીતે વાહન ચલાવી અકસ્માત સર્જવા બદલ સુરત મહાનગરપાલિકા (SMC) અને ઈજાગ્રસ્ત પક્ષે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી છે. પાલિકાની જાહેર મિલકત સમાન સ્ટ્રીટલાઈટનો થાંભલો તોડી પાડવા બદલ નુકસાની તથા શ્રમજીવીનો જીવ જોખમમાં મૂકવા બદલ મહિલા કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી વેસુ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. સમગ્ર મામલે PSI એ.કે. ચૌધરી દ્વારા કાયદેસરનો રિપોર્ટ નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    હેલ્પ્સ ફાઉન્ડેશને જરૂરિયાતમંદ પરિવારોને રાશન કીટ આપી:અમદાવાદમાં ‘ખુશીઓ કી દિવાળી’ પ્રોજેક્ટ હેઠળ મીઠાઈ અને ચવાણાનું પણ વિતરણ
    Next Article
    કાગવડ ખોડલધામ મંદિર રોશનીથી ઝળહળી ઉઠ્યું:ડ્રોન નજારામાં આકાશગંગા જેવો ભાસ; દર્શન-આરતી સમયપત્રક જાહેર;વર્ણીન્દ્રધામમાં 5 લાખ ઇલેક્ટ્રિક દીવડાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment