Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ટાંકી જ નહીં, છતાં ₹50.43 લાખનું બિલ!:2 ઈજનેર સસ્પેન્ડ, કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ થશે; 13 દિવસ પહેલા મંત્રી પ્રફુલ પાનસેરિયાની મુલાકાત સમયે ભાંડો ફૂટ્યો હતો

    16 hours ago

    ભાવનગરના પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં 2.55 લાખ લીટર ક્ષમતાની ભૂગર્ભ પાણીની ટાંકીનું સ્થળ પર કામ થયું જ ન હોવા છતાં તેના માટે ₹50.43 લાખનું બિલ મંજૂરી માટે રજૂ કરવામાં આવતા આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચ્યો છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સમગ્ર મામલાની ગંભીર નોંધ લઈ જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપી છે. જેમાં બે ઈનજરોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. પાલીતાણાની સરકારી હોસ્પિટલની આરોગ્ય મંત્રીએ 13 દિવસ પહેલા મુલાકાત કરી હતી ત્યારે હોસ્પિટલ માટે મંજૂર કરાયેલી ભૂગર્ભ પાણીની ટાંકી સ્થળ પર જોવા મળી ન હતી. તપાસમાં સામે આવ્યું કે ટાંકીનું કામ થયું ન હોવા છતાં લાખોનું બિલ વડી કચેરીમાં મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યું હતું. વીડિયો કોન્ફરન્સ યોજી તાત્કાલિક સમીક્ષા મામલો ધ્યાનમાં આવતા મંત્રીએ તાત્કાલિક વીડિયો કોન્ફરન્સ યોજી પાલીતાણા હોસ્પિટલ અને પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટેશન યુનિટ (PIU)ના સંબંધિત અધિકારીઓ પાસેથી સમગ્ર પ્રક્રિયાની વિગતો મેળવી હતી. બિલ રજૂ કરવાની પ્રક્રિયામાં જવાબદારી નિભાવનારા અધિકારીઓની ભૂમિકા અંગે પણ ગંભીર સવાલો ઉઠ્યા હતા. બે ઈજનેરો સામે પોલીસ ફરિયાદની સૂચના બિલ રજૂ કરનાર ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેર મેહુલ દવે અને નાયબ કાર્યપાલક ઈજનેર એન.વી.કાલીયા સામે પોલીસ ફરિયાદ નોંધાવવા સૂચના આપવામાં આવી છે. સાથે જ ફરજમાં બેદરકારી બદલ બંને સામે સસ્પેન્શન/ફરજમુક્તિની કાર્યવાહી કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. ધર્મનંદન કન્સ્ટ્રકશનને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી આ મામલે સંડોવાયેલી ધર્મનંદન કન્સ્ટ્રકશન, સુરત સામે પણ કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. કંપનીને બ્લેકલિસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું છે. ‘જાહેર નાણાંની બેદરકારી નહીં ચલાવાય’ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, રાજ્યની આરોગ્ય સેવાઓ માટે ફાળવવામાં આવતા જાહેર નાણાંના ઉપયોગમાં કોઈપણ પ્રકારની બેદરકારી, ગેરરીતિ કે અનિયમિતતા ચલાવી લેવામાં આવશે નહીં. સરકારી આરોગ્યલક્ષી વિકાસકાર્યોમાં ગુણવત્તા, પારદર્શિતા અને જવાબદારી જળવાય તે સરકારની પ્રાથમિકતા હોવાનું તેમણે જણાવ્યું હતું. મંજૂર થયેલા કામો વાસ્તવમાં સ્થળ પર પૂર્ણ થાય અને ગુણવત્તાના ધોરણો જળવાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા કડક દેખરેખ રાખવામાં આવશે. હાલ આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ, સસ્પેન્શન/ફરજમુક્તિ અને કોન્ટ્રાક્ટર સામે બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી આગળ વધારવાની સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દ્વારકા શી-ટીમે દિવ્યાંગ વિદ્યાર્થીઓને કરાવ્યા દ્વારકાધીશ દર્શન:તલોદના બહેરા-મૂંગા શાળાના વિદ્યાર્થીઓને વિશેષ સુવિધા અપાઈ
    Next Article
    પાંચમા દિવસે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ:શ્રીલંકન કેપ્ટન પછી ગત ઇનિંગના સેન્ચુરિયન સોનલની પણ ફિફ્ટી; ભારતીય બોલર્સને વિકેટ માટે તરસાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment