Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીમાં ગુજરાત મોડલ લાગુ થશે!:સાબરમતીની તર્જ પર યમુના રિવરફ્રન્ટ બનાવાશે,નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્મા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે

    21 hours ago

    દિલ્હીના નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્માએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગરના વિકાસકાર્યોની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે ગુજરાત મોડેલની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસમાંથી પ્રેરણા લઈને દિલ્હીમાં પણ વિકાસકાર્યો હાથ ધરવામાં આવશે. વર્માએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ન અહીં સાકાર થયું છે. સાબરમતી રિવરફ્રન્ટની તર્જ પર દિલ્હીમાં યમુના રિવરફ્રન્ટ બનાવવામાં આવશે અને યમુના નદીને સ્વચ્છ બનાવવા માટેના વચન અનુસાર કામગીરી ચાલી રહી છે. દિલ્હીમાં ઝૂંપડપટ્ટીવાસીઓને ફ્લેટ ફાળવવાની દિશામાં પણ સરકાર કાર્યરત છે અને ચૂંટણીના વચનો પૂરા કરવા માટે સરકાર કટિબદ્ધ છે. પ્રવેશ વર્મા અને તેમના પ્રતિનિધિ મંડળનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અમિત અરોરા અને ડેપ્યુટી કલેક્ટર ગોપાલ બામણીયા સહિતના અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે પ્રતિનિધિ મંડળે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને વ્યુઈંગ ગેલેરી સહિતના વિવિધ પ્રોજેક્ટ નિહાળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબીના રંગપર વાડીમાં જુગારધામ પર દરોડો:પોલીસે 10 જુગારીઓને ઝડપી રૂ. 1.22 લાખ રોકડ જપ્ત કરી
    Next Article
    ભારતીય મજદૂર સંઘનું કલેક્ટરને આવેદન આપી પ્રશ્નો ઉકેલવા રજૂઆત‎:મોરબી જિલ્લામાં આશા વર્કર-આંગણવાડી વર્કરની માગણી લાંબા સમયથી અધ્ધરતાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment