Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય મજદૂર સંઘનું કલેક્ટરને આવેદન આપી પ્રશ્નો ઉકેલવા રજૂઆત‎:મોરબી જિલ્લામાં આશા વર્કર-આંગણવાડી વર્કરની માગણી લાંબા સમયથી અધ્ધરતાલ

    1 day ago

    મોરબી જિલ્લામાં વિવિધ ઉદ્યોગો તેમજ સરકારી તેમજ અર્ધ સરકારી વિભાગોમાં કોન્ટ્રાક્ટ અને કરાર આધારિત કામગીરી કરતા અસંગઠિત કર્મચારીઓ- શ્રમિકોના વેતન અને હક્ક-હિસ્સા સહિતના પ્રશ્નો લાંબા સમયથી અધ્ધરતાલ છે. હજારો શ્રમિકો ઉપરાંત સરકારના અલગ-અલગ વિભાગોમાં વર્ષોથી કોન્ટ્રાક્ટ બેઇઝ પર ફરજ બજાવતા કર્મચારીઓને વેતન, કાયમી કરવા સહિતના મુદ્દે લાંબા સમયથી અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે આવા કર્મચારીઓ-શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે ભારતીય મજદૂર સંઘ દ્વારા અવાજ ઉઠાવાયો છે. મોરબી જિલ્લા ભારતીય મજદૂર સંઘના જિલ્લા પ્રમુખ ડી.એન. ઝાલા, ગુજરાત પ્રદેશ મંત્રી સમીરભાઈ જોશી તથા મંત્રી પ્રણવભાઈ નવીનભાઈ ઠાકરે કલેક્ટરને આવેદન પાઠવી વિવિધ સંગઠનો સાથે જોડાયેલા શ્રમિકો -કર્મચારીઓના પડતર પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવા માંગ કરવામાં આવી હતી. જ્યારે આશા અને આશા ફેસિલિટર બહેનોનું કામ કાયમી પ્રકારનું હોવાથી તેમને આરોગ્ય વિભાગમાં કાયમી કરવાની માંગ કરવામાં આવી છે. ઉપરાંત લઘુત્તમ વેતનનો લાભ આપવા, અગાઉ ઓનલાઈન તથા ઓફલાઈન કરવામાં આવેલી કામગીરીનું વળતર હજુ ચૂકવાયું ન હોવાથી તેનું તાત્કાલિક ચુકવણું કરવા અને આશા વર્કરોને તાત્કાલિક ધોરણે 5જી સ્માર્ટ ફોન આપવા તેમજ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોના લઘુત્તમ વેતન સહિતના વિવિધ પડતર પ્રશ્નોનોમાં લાંબા સમયથી કામગીરી કરી રહેલા આ કર્મચારીઓને તેમના કામના પ્રમાણમાં યોગ્ય વેતન તથા અન્ય હક્ક-હિસ્સા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા શ્રમિકોની વિવિધ માંગણીઓ તથા મધ્યાહન ભોજન યોજનામાં કામગીરી કરતા શ્રમિકોના પડતર પ્રશ્નો અંગે પણ તંત્ર સમક્ષ રજૂઆત કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીમાં ગુજરાત મોડલ લાગુ થશે!:સાબરમતીની તર્જ પર યમુના રિવરફ્રન્ટ બનાવાશે,નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્મા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે
    Next Article
    સરકાર 5 વર્ષમાં રમતો પર ₹36,441 કરોડ ખર્ચશે:2036 ઓલિમ્પિકમાં ટૉપ-10, 2048માં ટૉપ-5માં આવવાનું લક્ષ્ય; છેલ્લી વખત 71મો નંબર હતો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment