Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીના રંગપર વાડીમાં જુગારધામ પર દરોડો:પોલીસે 10 જુગારીઓને ઝડપી રૂ. 1.22 લાખ રોકડ જપ્ત કરી

    22 hours ago

    મોરબી તાલુકા પોલીસે રંગપર ગામની સીમમાં આવેલી એક વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 10 ઈસમોને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી રૂ. 1,22,700 રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. મોરબી તાલુકા પોલીસનો સર્વેલન્સ સ્ટાફ પ્રોહિબિશન અને જુગાર અંગે પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી બાતમીના આધારે ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલાની માલિકીની વાડીની ઓરડીમાં આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુગાર રમતા ધનશ્યામસિંહ સજજનસિંહ ઝાલા (રહે. રંગપર), અલ્પેશભાઈ બાબુભાઈ કાનાણી (રહે. ધર્મવિજય સોસાયટી, વિજયનગર), જગદીશભાઈ ચતુરભાઈ બાવરવા (રહે. ધર્મગંગા સોસાયટી, મહેન્દ્રનગર), મહેશભાઈ અંબારામભાઈ અંબાણી (રહે. થોરાળા), રાજેશભાઈ કાનજીભાઈ મોટકા (રહે. ખાખરેચી, તા. માળીયા), ભરતભાઈ ચંદુભાઈ લોરીયા (રહે. સરદારનગર, કન્યા છાત્રાલય રોડ), સુરેશભાઈ દેવશીભાઈ જાલરીયા (રહે. શિવશક્તિ સોસાયટી, રવાપર રોડ), કાંતીલાલ નાગજીભાઈ દેત્રોજા (રહે. પ્રભુકૃપા ટાઉનશીપ, મહેન્દ્રનગર), જીજ્ઞેશભાઈ હરજીવનભાઈ કડીવાર (રહે. વાઘપર) અને રમેશભાઈ ધરમશીભાઈ જેઠલોજા (રહે. પીપળી, મોરબી) ને ઝડપી પાડ્યા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસે તમામ 10 આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોતની તપાસ SMCને સોંપાઈ:મોડી રાત્રે એરપોર્ટ પર સંઘવીની ઇમરજન્સી મિટિંગ, DGP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા
    Next Article
    દિલ્હીમાં ગુજરાત મોડલ લાગુ થશે!:સાબરમતીની તર્જ પર યમુના રિવરફ્રન્ટ બનાવાશે,નાયબ મુખ્યમંત્રી પ્રવેશ વર્મા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment