Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોતની તપાસ SMCને સોંપાઈ:મોડી રાત્રે એરપોર્ટ પર સંઘવીની ઇમરજન્સી મિટિંગ, DGP સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા

    1 day ago

    રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્ય પોલીસ વડા જી.એસ મલિક અને આઈબીના વડા તેમજ અમદાવાદ પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. ભાવનગરમાં નકલી દારૂના વેચાણથી થયેલા મોત અને લોકોની તબિયત લથડી હોવાના પગલે નાયબ મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. સૂત્રો મુજબ સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને તપાસ સોંપવામાં આવી છે. એસપી મયુર ચાવડાને તાત્કાલિક ભાવનગર મોકલી આ ઘટનામાં કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. સંઘવી પહોંચે તે પહેલાં અધિકારીઓ પહોંચ્યા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત ઉચ્ચ IAS અધિકારીઓ સાથે વાયબ્રન્ટ ગુજરાત માટે વિદેશ પ્રવાસે ગયા હતા. દરમિયાનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દિલ્હી ગયા હતા અને મંગળવારે મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પાછા ફર્યા હતા. તેમના આગમન પહેલાં જ ગુજરાતના પોલીસ વડા જી.એસ.મલિક સહિતના અધિક પોલીસ મહાનિર્દેશક તેમજ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી વધુ બેના મોત, મૃત્યુઆંક 3:તપાસ SMCને સોંપાઈ, નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન
    Next Article
    મોરબીના રંગપર વાડીમાં જુગારધામ પર દરોડો:પોલીસે 10 જુગારીઓને ઝડપી રૂ. 1.22 લાખ રોકડ જપ્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment