Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાયબર ક્રાઇમ અટકાવવા પોલીસ અને બેંક અધિકારીઓની બેઠક યોજાઈ:નવા બેંક ખાતા ખોલતી વખતે ગ્રાહકોની કડકાઈથી ચકાસણી કરવા સૂચના

    10 hours ago

    વર્તમાન સમયમાં ભાવનગરમાં વધતા જતા સાયબર ક્રાઇમ અને ડિજિટલ ફ્રોડના બનાવોને ડામવા માટે પોલીસ વિભાગ અને બેંક અધિકારીઓ વચ્ચે સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિક્ષક નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ, એ.પી.એસ. ઘનશ્યામ ગૌતમની અધ્યક્ષતામાં એસ.પી. ઓફિસના કોન્ફરન્સ હોલ ખાતે સરકારી અને ખાનગી બેંકોના આશરે 50 જેટલા મેનેજરો અને પ્રતિનિધિઓની બેઠક યોજાઈ હતી. નવા બેંક ખાતા ખોલતી વખતે ગ્રાહકોની પૂરતી ચકાસણી કરો બેઠકમાં એ.પી.એસ.ગૌતમે જણાવ્યું હતું કે, 'ઓપરેશન મ્યુલ હંટ-1.0 અને 2.0 અંતર્ગત જરૂરિયાતમંદ લોકોના ભાડેથી મેળવેલા બેંક ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવા માટે થઈ રહ્યો છે. આથી, નવા ખાતા ખોલતી વખતે ગ્રાહકની પૃષ્ઠભૂમિ, આવક મર્યાદા અને વ્યવસાયની ચકાસણી કડકાઈથી કરવા સૂચના અપાઈ હતી. 50 હજાર સુધીની હોલ્ડ રકમના રિફંડની કામગીરી ઝડપથી પૂર્ણ કરો ઉપરાંત, શંકાસ્પદ કે બલ્ક ટ્રાન્ઝેક્શન જણાય તો તુરંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ફોન નં.0278-2512810ને જાણ કરવા અપીલ કરાઈ હતી. સાયબર ફ્રોડમાં ભોગ બનનાર નાગરિકોના નાણાં ઝડપથી પરત મળે તે માટે કેન્દ્ર સરકારના 'MRM પોર્ટલ' અંતર્ગત 50 હજાર સુધીની હોલ્ડ થયેલી રકમના રિફંડની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા બેંક અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા ન હોય પરંતુ અજાણતાં ખાતા ફ્રીઝ થયા હોય તેવા નાગરિકો માટે શરૂ કરાયેલા 'GRM પોર્ટલ' પર અરજી કરનાર ગ્રાહકોને હોમ બ્રાંચ દ્વારા સત્વરે સહકાર આપી ખાતું અનફ્રીઝ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવવા વિગતવાર ચર્ચા કરાઈ હતી.
    Click here to Read More
    Previous Article
    સોમનાથ મહાદેવનો 155 કિલો કેસરિયા પુષ્પોથી શૃંગાર:ગર્ભગૃહને દિવ્ય આભાથી ઝળહળતું બનાવ્યું, પુષ્પોની મનોહર સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની
    Next Article
    ભાવનગરમાં લઠ્ઠાકાંડ, ડુપ્લિકેટ દારૂ પીવાથી એકનું મોત, 6 સારવાર હેઠળ:નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન, મૃતકના ભાઈએ કહ્યું-દારૂમાં પોઈઝન છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment