Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથ મહાદેવનો 155 કિલો કેસરિયા પુષ્પોથી શૃંગાર:ગર્ભગૃહને દિવ્ય આભાથી ઝળહળતું બનાવ્યું, પુષ્પોની મનોહર સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની

    11 hours ago

    પવિત્ર શ્રાવણ માસમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળ્યો. શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે મહાદેવનો વિશેષ કેસરિયા પુષ્પોથી અલૌકિક શૃંગાર કરવામાં આવ્યો હતો. આ દિવ્ય દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. પૂજારીઓ દ્વારા મહાદેવને અંદાજે 155 કિલો સુંદર કેસરિયા પુષ્પોથી સજાવવામાં આવ્યા હતા. વિવિધ પ્રકારના કેસરિયા પુષ્પોથી કરાયેલા આ શણગારે ગર્ભગૃહને દિવ્ય આભાથી ઝળહળતું બનાવ્યું હતું. શિવલિંગ પર પુષ્પોની મનોહર સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી. ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન શિવને કેસરિયા પુષ્પ અર્પણ કરવાનું વિશેષ મહત્ત્વ છે. કેસરિયા રંગને તપ, ત્યાગ, પવિત્રતા અને આધ્યાત્મિક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. ભગવાન શિવના તપસ્વી સ્વરૂપ સાથે પણ કેસરિયા રંગનું વિશેષ આધ્યાત્મિક જોડાણ હોવાનું મનાય છે. શ્રદ્ધાળુઓમાં એવી માન્યતા છે કે ભાવપૂર્વક પુષ્પ અર્પણ કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ મહાદેવના વિશેષ શૃંગાર અને પૂજા-અર્ચનાનું આયોજન કરાય છે. શ્રાવણ સુદ છઠ્ઠે કરાયેલા કેસરિયા પુષ્પોના શૃંગારે મંદિર પરિસરમાં ભક્તિનો વિશેષ રંગ પૂર્યો હતો. મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તોએ 'હર હર મહાદેવ'ના જયઘોષ સાથે શિવભક્તિમાં લીન થઈ ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય શૃંગાર શ્રાવણની પવિત્રતામાં વધુ એક આધ્યાત્મિક રંગ ઉમેરતો જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    અસારવા-ઇન્દોર એક્સપ્રેસની અડફેટે આવતા અજાણ્યો યુવક કપાયો:યુવકનું મોત થતાં પોલીસે તપાસ શરૂ કરી, હિંમતનગર પાસેનો બનાવ
    Next Article
    સાયબર ક્રાઇમ અટકાવવા પોલીસ અને બેંક અધિકારીઓની બેઠક યોજાઈ:નવા બેંક ખાતા ખોલતી વખતે ગ્રાહકોની કડકાઈથી ચકાસણી કરવા સૂચના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment