Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અસારવા-ઇન્દોર એક્સપ્રેસની અડફેટે આવતા અજાણ્યો યુવક કપાયો:યુવકનું મોત થતાં પોલીસે તપાસ શરૂ કરી, હિંમતનગર પાસેનો બનાવ

    12 hours ago

    હિંમતનગરના હાપા રોડ રેલવે સ્ટેશન નજીક મંગળવારે સાંજે એક દુર્ઘટના બની હતી. અસારવા-ઇન્દોર વિરભૂમિ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે એક અજાણ્યા યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગાડી નંબર 19316 અસારવા થી ઇન્દોર જતી વિરભૂમિ એક્સપ્રેસ ટ્રેન મંગળવારે હિંમતનગર તરફ આવી રહી હતી. તે સમયે હાપા રોડ રેલવે સ્ટેશન 325/3 પાસે એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી ગયો હતો, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. ટ્રેન ગાર્ડ દ્વારા મૃતક યુવકના મૃતદેહને કપડામાં લપેટીને હિંમતનગર રેલવે સ્ટેશને લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને સ્ટેશન માસ્ટર અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) ને સોંપવામાં આવ્યો હતો. ત્યારબાદ RPF દ્વારા હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનના પીએસઆઈ સ્ટાફ સાથે રેલવે સ્ટેશને પહોંચ્યા હતા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે મૃતક પાસેથી મળી આવેલા મોબાઈલ ફોન દ્વારા તેની ઓળખ વિધિની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં ગુનાખોરીના પાંચ બનાવો નોંધાયા:મોરવા હડફમાં યુવતી ગુમ, ગોધરામાં બાઈક ચોરી અને છેતરપિંડી, નાની કાંટડીમાં મહિલા પર હુમલો થયાનો બનાવ
    Next Article
    સોમનાથ મહાદેવનો 155 કિલો કેસરિયા પુષ્પોથી શૃંગાર:ગર્ભગૃહને દિવ્ય આભાથી ઝળહળતું બનાવ્યું, પુષ્પોની મનોહર સજાવટ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment