Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં ગુનાખોરીના પાંચ બનાવો નોંધાયા:મોરવા હડફમાં યુવતી ગુમ, ગોધરામાં બાઈક ચોરી અને છેતરપિંડી, નાની કાંટડીમાં મહિલા પર હુમલો થયાનો બનાવ

    14 hours ago

    પંચમહાલ જિલ્લામાં ગુનાખોરીના પાંચ અલગ-અલગ બનાવો નોંધાયા છે. જેમાં મોરવા હડફમાં યુવતી ગુમ થવી, ગોધરામાં બાઈક ચોરી અને છેતરપિંડી, નાની કાંટડીમાં મહિલા પર હુમલો તેમજ ગોલી ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાવાનો સમાવેશ થાય છે. મોરવા હડફ તાલુકાના વાડોદર ગામના રાઠોડ ફળિયામાં રહેતી 23 વર્ષીય રશ્મિકાબેન રાઠોડ 16 ઓગસ્ટની રાત્રિના અરસામાં પોતાના ઘરેથી કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ ગઈ હતી. પરિવારજનોની શોધખોળ છતાં ભાળ ન મળતાં, 17 ઓગસ્ટના રોજ તેમના પિતાએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ગોધરા શહેરના ભુરાવાવ ચોકડી નજીક ખોડિયાર હોટલ પાસેથી 15 ઓગસ્ટની રાત્રિથી 16 ઓગસ્ટની સવાર દરમિયાન આશરે 15 હજાર રૂપિયાની કિંમતની બાઈક ચોરી થઈ હતી. હર્ષિલ ભાટીયાની પાર્ક કરેલી બાઈક અજાણ્યો તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે ગોધરા બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. ગોધરા શહેરના જાફરાબાદ વિસ્તારમાં એક વેપારી સાથે સ્કોર્પિયો ગાડીના સોદામાં 5 લાખ રૂપિયાની છેતરપિંડીનો બનાવ 29 માર્ચથી 30 માર્ચ દરમિયાન બન્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. અમિત મીણા અને જિતેન્દ્ર નરેન્દ્રસિંહ સોલંકીએ ગાડી વેચવાના બહાને 5 લાખ રૂપિયા મેળવ્યા બાદ ગાડી કે નાણાં પરત ન આપ્યા હોવાનો આક્ષેપ છે. આ અંગે 17 ઓગસ્ટના રોજ ગોધરા શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ગોધરા તાલુકાના નાની કાંટડી ગામના ખાંડિયા ફળિયામાં 17 ઓગસ્ટના રોજ બપોરના સમયે મનીષાબેન સોલંકી ખેતરમાં હતા. તે દરમિયાન અશ્વિનકુમાર સોલંકી ત્યાં આવી અગાઉની પોલીસ ફરિયાદની અદાવત રાખી બોલાચાલી કરી હતી. તેણે દાતરડાથી મનીષાબેનના ડાબા હાથ પર હુમલો કરી ઈજા પહોંચાડી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. ગોધરા તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગોધરા તાલુકાના ગોલી ગામે 17 ઓગસ્ટના રોજ સાંજના સમયે ખુલ્લી જગ્યામાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. કાર્યવાહી દરમિયાન પાંચ ઈસમોને જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી કુલ 810 રૂપિયા રોકડ રકમ તેમજ 52 નંગ ગંજીપાનાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળના ઈણાજ ગામે વાડીમાંથી 17 ફૂટનો અજગર જોવા મળ્યો:વન વિભાગે ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યૂ કર્યો
    Next Article
    અસારવા-ઇન્દોર એક્સપ્રેસની અડફેટે આવતા અજાણ્યો યુવક કપાયો:યુવકનું મોત થતાં પોલીસે તપાસ શરૂ કરી, હિંમતનગર પાસેનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment