Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના ઈણાજ ગામે વાડીમાંથી 17 ફૂટનો અજગર જોવા મળ્યો:વન વિભાગે ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યૂ કર્યો

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ઈણાજ ગામે એક વાડીમાંથી આશરે 17 ફૂટ લાંબો મહાકાય અજગર મળી આવ્યો હતો. ગૌશાળા પાછળ આવેલી આ વાડીના માલિક માલદે પટાટે વિશાળકાય અજગર જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ વેરાવળ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે વાડીમાં તપાસ કરતા અજગર નજરે પડ્યો હતો. ત્યારબાદ ટ્રેકર ટીમની મદદથી અજગરને સુરક્ષિત રીતે પકડવા માટે રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી હતી. અજગરનું કદ વિશાળ હોવાથી રેસ્ક્યૂ કામગીરી પડકારજનક બની હતી. વન વિભાગના કર્મચારીઓ અને ટ્રેકર ટીમે ભારે જહેમત અને સાવચેતીપૂર્વક કામગીરી કરીને આશરે 17 ફૂટ લાંબા અજગરને સુરક્ષિત રીતે પકડ્યો હતો. રેસ્ક્યૂ દરમિયાન અજગરને કોઈ ઈજા ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી. રેસ્ક્યૂ બાદ અજગરને વન વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. તેની પ્રાથમિક સારવાર અને જરૂરી તપાસ કર્યા બાદ વન વિભાગની નિયમિત પ્રક્રિયા મુજબ તેને યોગ્ય કુદરતી જંગલ વિસ્તારમાં સહીસલામત છોડવામાં આવશે. આ સમગ્ર રેસ્ક્યૂ કામગીરીમાં વેરાવળ વન વિભાગના એચ.એમ. મેર, ડી.બી. ચૌધરી સહિત ટ્રેકર ટીમના સભ્યોએ મહત્વની ભૂમિકા ભજવી હતી. ચોમાસાની ઋતુ દરમિયાન વન્યજીવો અને સરિસૃપો ઘણીવાર રહેણાક તેમજ ખેતીવાડી વિસ્તારોમાં જોવા મળતા હોય છે. આવા સમયે લોકોએ ગભરાયા વિના કે ઉત્સુકતામાં આવીને વન્યજીવને જાતે પકડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. વન્યજીવ નજરે પડે ત્યારે તાત્કાલિક વન વિભાગને જાણ કરવાથી માનવજીવનની સાથે વન્યજીવની સુરક્ષા પણ જળવાઈ રહે છે.
    Click here to Read More
    Previous Article
    જમીનનો ભાડા કરાર પૂર્ણ થયો છતાં કબજો પરત ન સોંપ્યો:પારડીમાં BPCL મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો
    Next Article
    પંચમહાલમાં ગુનાખોરીના પાંચ બનાવો નોંધાયા:મોરવા હડફમાં યુવતી ગુમ, ગોધરામાં બાઈક ચોરી અને છેતરપિંડી, નાની કાંટડીમાં મહિલા પર હુમલો થયાનો બનાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment