Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જમીનનો ભાડા કરાર પૂર્ણ થયો છતાં કબજો પરત ન સોંપ્યો:પારડીમાં BPCL મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

    16 hours ago

    પારડી તાલુકાના તિધરા ખાતે આવેલી કરોડોની કિંમતની જમીનનો ભાડા કરાર 2017માં પૂર્ણ થયો હોવા છતાં, તેનો કાયદેસરનો કબજો પરત ન સોંપી જમીન પચાવી પાડવાના પ્રકરણમાં ગુનો નોંધાયો છે. વલસાડ કલેક્ટરના આદેશથી પારડી પોલીસ મથકે ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ના જવાબદાર અધિકારી સામે 'ધી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ 2020' હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમદાવાદના રહેવાસી અને જમીન માલિક દીપકકુમાર મગનભાઈ ગોહિલે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, વલસાડ જિલ્લાના પારડી તાલુકાના તિધરા ખાતે ખાતા નંબર 321, રી.સ.નં. 453 (ક્ષેત્રફળ 0-33-39 ચો.મી.) વાળી જમીન આવેલી છે. આ જમીન દીપકકુમારે 1999માં મૂળ માલિક વજસીભાઈ સામતભાઈ ભાટીયા પાસેથી રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજથી ખરીદી હતી. આ જમીન અગાઉ ભારત પેટ્રોલિયમ કંપની (BPCL)ને 20 વર્ષના ભાડા કરાર પેટે આપવામાં આવી હતી. આ ભાડા કરાર 30 મે 2017ના રોજ પૂર્ણ થઈ ગયો હતો. ભાડા કરારની મુદત પૂરી થતાં જમીન માલિકે લીગલ નોટિસ આપી જમીન ખાલી કરવા અને કંપનીનું નામ કમી કરવા ઈ-ધરામાં અરજી કરી હતી. કાયદાકીય પ્રક્રિયા બાદ કલેક્ટર રિવિઝન અરજીમાં પણ જમીન માલિકની તરફેણમાં હુકમ થયો હતો. આ ઉપરાંત, PESO વડોદરા દ્વારા પેટ્રોલ પંપનું લાયસન્સ પણ રદ કરી દેવાયું હતું, જેના કારણે જાન્યુઆરી 2025થી વેચાણ બંધ હતું. તેમ છતાં, કંપની દ્વારા આશરે 9 વર્ષથી જમીનનો ગેરકાયદેસર કબજો જાળવી રાખવામાં આવ્યો હતો. અરજદારે કલેક્ટર કચેરી, વલસાડ ખાતે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ અરજી કરી હતી. કલેક્ટરની અધ્યક્ષતાવાળી સમિતિએ સર્વાનુમતે તપાસ કરી ગુનો રજિસ્ટર કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશના આધારે પારડી પોલીસે BPCL સુરત હજીરાના ટેરીટરી મેનેજર (રિટેલ) જોહન થોમસ અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે કલમ 3 અને 4 મુજબ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કર્યો છે. આ મામલે વધુ તપાસ પી.આઈ. વાય.બી. ગોહિલે હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ચિત્રા-સિદસર રોડ પર અકસ્માત બાદ હોબાળો:પૂરપાટ સ્કોર્પિયો ચાલકે કારને ટક્કર મારી, મારામારી કરીને ધમકી આપી કે-ફરિયાદ કરી તો મારી નાખીશું
    Next Article
    વેરાવળના ઈણાજ ગામે વાડીમાંથી 17 ફૂટનો અજગર જોવા મળ્યો:વન વિભાગે ભારે જહેમત બાદ સુરક્ષિત રેસ્ક્યૂ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment