Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચિત્રા-સિદસર રોડ પર અકસ્માત બાદ હોબાળો:પૂરપાટ સ્કોર્પિયો ચાલકે કારને ટક્કર મારી, મારામારી કરીને ધમકી આપી કે-ફરિયાદ કરી તો મારી નાખીશું

    18 hours ago

    ભાવનગરના મસ્તરામબાપાના મંદિર પાસે 17 ઓગસ્ટની રાત્રે પૂરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો કારના ચાલકે સિવિલ એન્જિનિયર પ્રતીકભાઈ ચાપરાની કારને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ સ્કોર્પિયોમાં સવાર શખસોએ ઉશ્કેરાઈને પ્રતીકભાઈ તથા તેના પરિવાર પર હુમલો કરી માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટના અંગે પીડિતે અકસ્માત સર્જનાર અને મારમારી કરનાર ચાર શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્કોર્પિયો ચાલકે કારને ટક્કર મારી, બોનેટના ભાગમાં નુકસાન વિજયરાજનગર વિસ્તારમાં રહેતા સિવિલ એન્જિનિયર પ્રતીકભાઈ ચાપરા ગત રાત્રે આશરે 10:45 વાગ્યે પરિવારના પિતા નરેશભાઈ, માતા કલ્પનાબેન અને ભાઈ ભાવિકભાઈ સાથે ટોયોટા હાઈરાઈડર કારમાં મારુતિનંદન સોસાયટીથી રાજકોટ હાઈવે તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન મસ્તરામબાપાના મંદિર પાસે રાજકોટ હાઈવે આર.ટી.ઓ. સર્કલ તરફથી પૂરપાટ અને બેફિકરાઈથી આવતી બ્લેક કલરની સ્કોર્પિયો (GJ 04 EP 9302) ના ચાલકે તેમની કાર સાથે ધડાકાભેર અકસ્માત સર્જ્યો હતો. આ ટક્કરના કારણે પ્રતીકભાઈની કારના ડ્રાઈવર સાઈડના બોનેટના ભાગે ભારે નુકસાન પહોંચ્યું હતું. સ્કોર્પિયોમાંથી ચાર શખ્સોએ ઉતરીને ગાળાગાળી કરી અકસ્માત સર્જાયા બાદ પ્રતીકભાઈ અને પરિવાર કારમાંથી બહાર નીકળતા જ સામે આવેલી સ્કોર્પિયોમાંથી ચાર શખ્સોએ ઉતરીને ઉશ્કેરાઈ જઈ ગાળાગાળી શરૂ કરી દીધી હતી. આ હુમલાખોરોએ પ્રતીકભાઈ સાથે ધોલધપાટ કરી હતી તેમજ તેમના પિતા અને ભાઈને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. 'જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું' આ દરમિયાન આરોપીઓ પૈકી એક શખ્સે પોતાનું નામ મહેન્દ્ર ઉર્ફે ટકી જેન્તીભાઈ રાઠોડ હોવાનું જણાવીને ધમકી આપી હતી કે, "જો ફરિયાદ કરશો તો જાનથી મારી નાખીશું." આ અથાક માથાકૂટ અને ઝપાઝપી દરમિયાન પ્રતીકભાઈની સોનાની વીંટી અને પાકીટ પણ ક્યાંક પડી ગયા હતા. 'ટકી' સહિત ત્રણ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અકસ્માત અને મારમારીની ઘટનાની ગંભીરતા જોઈને ભોગ બનનારે તુરંત જ પોલીસને જાણ કરતા, ચારેય આરોપીઓ પોતાની સ્કોર્પિયો કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે પ્રતીક ચાપરાએ પોલીસ સ્ટેશનમાં અકસ્માત સર્જવા, મારમારી કરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ સ્કોર્પિયો ચાલક મહેન્દ્ર ઉર્ફે ટકી જેન્તીભાઈ રાઠોડ સહિત ત્રણ અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    FDAના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા:ભરૂચમાં દવાના લાયસન્સ માટે રૂ. 40 હજાર માંગ્યા, ACBએ લાંચનું છટકું ગોઠવી ઝડપી પાડ્યાં
    Next Article
    જમીનનો ભાડા કરાર પૂર્ણ થયો છતાં કબજો પરત ન સોંપ્યો:પારડીમાં BPCL મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment