Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    FDAના બે અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા:ભરૂચમાં દવાના લાયસન્સ માટે રૂ. 40 હજાર માંગ્યા, ACBએ લાંચનું છટકું ગોઠવી ઝડપી પાડ્યાં

    19 hours ago

    ભરૂચમાં દવાના હોલસેલ લાયસન્સની મંજૂરી માટે લાંચ માંગવાના આરોપસર નર્મદા ACBએ કાર્યવાહી કરી છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (FDA) ભરૂચ કચેરીના મદદનીશ કમિશનર પ્રકાશ નાનકરામ પોસનાની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી મોહનલાલ દેસાઈને રૂ. 40,000ની લાંચ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા હતા. ACB પાસેથી મળતી માહિતી મુજબ, એક ફરિયાદીએ ભરૂચ ખાતે દવાના નવા હોલસેલ પરવાના માટે અરજી કરી હતી. લાયસન્સ પ્રક્રિયા અંગે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈનો સંપર્ક થતાં તેમણે રૂ. 40,000 થી રૂ. 50,000ની લાંચની માંગણી કરી હતી, જેમાં "સાહેબને આપવા પડશે" તેમ જણાવ્યું હતું. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે નર્મદા ACB પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. ફરિયાદના આધારે, ACB દ્વારા મંગળવારે, 18 ઓગસ્ટે લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, ભરૂચની FDA કચેરીમાં મદદનીશ કમિશનરની ચેમ્બરમાં બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી રૂ.40,000ની લાંચની રકમ સ્વીકારી હતી. તે જ સમયે, ACBની ટીમે તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા અને લાંચની સંપૂર્ણ રકમ રિકવર કરી હતી. ACBએ જણાવ્યું કે, સરકારી હોદ્દાનો દુરુપયોગ કરીને લાંચની માંગણી અને સ્વીકાર કરવા બદલ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી નર્મદા ACB પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. વસાવાના નેતૃત્વમાં કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    અનહાઇજેનિક અને લાયસન્સ વગર ચાલતી 3 હોટેલ બંધ કરાવાઈ:મહેસાણામાં ફૂડ વિભાગની ‘કિચન કિંગ પ્રોજેક્ટ’ હેઠળ કાર્યવાહી
    Next Article
    ચિત્રા-સિદસર રોડ પર અકસ્માત બાદ હોબાળો:પૂરપાટ સ્કોર્પિયો ચાલકે કારને ટક્કર મારી, મારામારી કરીને ધમકી આપી કે-ફરિયાદ કરી તો મારી નાખીશું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment