Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગરમાં લઠ્ઠાકાંડ, ડુપ્લિકેટ દારૂ પીવાથી એકનું મોત, 6 સારવાર હેઠળ:નકલી રોયલ સ્ટેગ વેચનારા 4 બુટલેગર ડિટેઈન, મૃતકના ભાઈએ કહ્યું-દારૂમાં પોઈઝન છે

    13 hours ago

    ભાવનગરમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવી છે, જેમાં ડુપ્લિકેટ દારૂ પીવાથી એક વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે અન્ય 6 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ડુપ્લિકેટ 'રોયલ સ્ટેગ' દારૂનું વેચાણ કરતા 4 બુટલેગરોને ડિટેઈન કરીને આગળની તપાસ શરૂ કરી છે. મૃતકના ભાઈએ કહ્યું- ત્રણથી ચાર મિત્રો દારૂની પાર્ટી કરી હતી. દારૂમાં પોઈઝન હોવાની શક્યતા છે. પોલીસ તપાસ કરી રહી છે. મોતનું ચોક્કસ કારણ જાણવા બુધવારે મૃતક ઉપેન્દ્રસિંહના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાશે. દારૂની પાર્ટી કર્યા બાદ 25 વર્ષીય યુવાનનું મોત ઘોઘાના ખરકડી ગામમાં રહેતા ઉપેન્દ્રસિંહ ગોહિલ (25)એ અન્ય ત્રણ મિત્રો સાથે 16 ઓગસ્ટે રાત્રે પોતાના ગામની જ એક વાડીમાં દારૂની પાર્ટી કરી હતી. જે બાદ ત્રણ મિત્રોની અચાનક તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. 24 કલાક સુધી બેભાન રહ્યા બાદ ઉપેન્દ્રસિંહ ગોહિલનું મોત નિપજ્યું. જ્યારે ઘનશ્યામસિંહ જાડેજા સદવિચાર હોસ્પિટલમાં અને વિશ્વરાજસિંહ વનરાજસિંહ ગોહિલ (ઉ.વ.24) ભાવનગરની અર્હમ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. દારૂમાં પોઈઝન હોય એવું લાગે છે- મૃતકના ભાઈ ભાવનગર સરટી હોસ્પિટલમાં પર હાજર મૃતકના ભાઈ નરેન્દ્રસિંહ ગોહિલ ભાસ્કરને જણાવ્યું કે, 16 ઓગસ્ટે રાત્રિના ચારેક મિત્રોએ ઈંગ્લીશ દારૂની પાર્ટી કરી હતી. ડ્રિન્ક કર્યા બાદ ઉલટીઓ થવા લાગતા ત્રણ લોકોને સારવાર માટે ખસેડાયા હતા. જેમાં મારા કાકાના દીકરા ભાઈ ઉપેન્દ્રસિંહનું મોત નિપજ્યું છે. મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાશે વરતેજ પોલીસ સ્ટેશનના PIએ ભાસ્કરની સાથેની વાતમાં જણાવ્યું કે, 16મી તારીખે ત્રણ મિત્રો ખરકડી ગામે પાર્ચટી કરવા બેઠા હતા. જેમાં ઉપેન્દ્રસિંહનું સારવાર દરમિયાન મોત થયું છે. જ્યારે વિશ્વરાજસિંહ સહિત બે યુવાનો સારવાર હેઠળ છે અને સ્થિતિ સામાન્ય છે. પ્રાથમિક તપાસમાં ત્રણ વ્યકિત પૈકી બે રૂટીન દારૂનું સેવન કરતા હોવાનું જાણવા મળ્યું છે. ત્રણેય દારૂ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ કરાશે. મૃતકનું ફોરેન્સિક પીએમ બુધવારે કરવામાં આવશે. પીએમ પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે. ત્રણેય પાર્ટી માટે દારૂ ક્યાંથી લાવ્યા હતા તેની તપાસ કરાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાયબર ક્રાઇમ અટકાવવા પોલીસ અને બેંક અધિકારીઓની બેઠક યોજાઈ:નવા બેંક ખાતા ખોલતી વખતે ગ્રાહકોની કડકાઈથી ચકાસણી કરવા સૂચના
    Next Article
    રેડીમેઇડ કપડાનો હોલસેલ વેપારી સાથે સામાન્ય બાબતે માથાકૂટ:સામાન્ય બોલાચાલીની અદાવતમાં વેપારી પિતા-પુત્ર પર હુમલો, લોખંડના પાઇપ અને ધોકાથી માર મારનાર ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment