Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા:દેશભક્તિ અને સંસ્કારનો સંગમ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    1 day ago

    ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં દેશભક્તિ અને સંસ્કારોનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. ભારત વિકાસ પરિષદ – ગોધરા શાખા દ્વારા ગોધરા સ્થિત બીઆરજીએફ ભવન હોલ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા અને સમર્પણના ઉમદા હેતુ સાથે તેનું આયોજન કરાયું હતું. આ રાષ્ટ્રભક્તિના મહોત્સવમાં વિવિધ સ્પર્ધકોએ દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાથી ભરપૂર સમૂહગાન રજૂ કર્યા હતા, જેણે ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ નીરજ પટેલ, પંચમહાલ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. હરેશ દુધાત, ગોધરા શ્રી સાર્વજનિક શિક્ષણ મંડળના પ્રમુખ ભૂપેશ શરદકુમાર શાહ સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ અને યુવાનોમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના તેમજ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો પ્રત્યે જાગૃતિ વધારવાનો હતો. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરોના જીવ જોખમમાં:જેતપુર-સોમનાથ હાઇવે પર તંત્રની બેકાળજીથી અકસ્માત ઝોન બન્યો
    Next Article
    બી ડિવિઝન પોલીસ સ્ટેશનનું રેન્જ IGએ ઇન્સ્પેક્શન કર્યું:રાજેન્દ્રસિંહ ચુડાસમાએ દફતરી રેકોર્ડ અને કાયદો-વ્યવસ્થાની સમીક્ષા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment