Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તૂટેલા ડિવાઇડર અને રખડતા પશુઓને લીધે મુસાફરોના જીવ જોખમમાં:જેતપુર-સોમનાથ હાઇવે પર તંત્રની બેકાળજીથી અકસ્માત ઝોન બન્યો

    1 day ago

    ​જેતપુર-સોમનાથ નેશનલ હાઇવે પર દિન-પ્રતિદિન અકસ્માતોના બનાવો વધી રહ્યા છે, જેને કારણે વાહનચાલકોમાં ભારે ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નેતાઓ અને સામાજિક કાર્યકરો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) પર ઘોર નિંદ્રામાં હોવાના અને કોઈ નક્કર કામગીરી ન કરવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. બાયપાસ અને ગ્રામ્ય વિસ્તારોમાં હાઇવે પર ઠેર-ઠેર અનધિકૃત રીતે ડિવાઇડરો તોડી પાડવામાં આવ્યા છે. આ મનસ્વી રીતે કરાયેલા ભંગાણને લીધે પુરઝડપે આવતા વાહનો અકસ્માતનો ભોગ બને છે, જેમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ સમસ્યાથી વાહનચાલકો માટે સતત જોખમ ઊભું થઈ રહ્યું છે. '125 જેટલા અકસ્માતો સર્જાયા છે, ટોલ ટેક્સ વસૂલે પણ સુવિધાઓ આપવામાં નિષ્ફળ' ​કેશોદના પીપળી ગામના સરપંચ અને તાલુકા સરપંચ યુનિયનના પ્રમુખ મૂળુભાઈ રાવલિયાએ કહ્યું હતું કે, આ હાઇવે બન્યા પછી કેશોદ બાયપાસ પર જ આશરે 125 જેટલા અકસ્માતો સર્જાયા છે, જેમાં પચાસથી વધુ લોકોના મોત નીપજ્યા છે. આ અકસ્માતોમાં અનેક પરિવારોએ પોતાના મા-બાપ કે સંતાનો ગુમાવ્યા છે. હાઇવે ઓથોરિટી ટોલનાકા પરથી મોટા પ્રમાણમાં ટોલ ટેક્સ વસૂલે છે પરંતુ સુરક્ષા અને સુવિધાઓ આપવામાં તદ્દન નિષ્ફળ રહી છે. રસ્તા પર પેટ્રોલીંગ અત્યંત ઓછું હોવાથી તૂટેલા ડિવાઇડરો અને રખડતા પશુઓની સમસ્યા વકરી રહી છે. ખાસ કરીને સાબળીયા નેસથી બંને બાજુ કેશોદ અને જૂનાગઢ તરફ સર્વિસ રોડ તેમજ જરૂરી સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની લોકમાગણી હોવા છતાં યોગ્ય પગલાં લેવાયા નથી. ખાચા તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરવા માગ ​સામાજિક કાર્યકર હરસુખભાઈ સિદ્ધપરાએ જણાવ્યું હતું કે, સમગ્ર હાઇવે પર લોકોએ મન પડે ત્યાંથી રસ્તો બનાવવા ડિવાઇડર તોડી નાખ્યા છે. આ તોડેલા ખાચાઓના કારણે અકસ્માતોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી ગયું છે. તંત્ર દ્વારા આ ખાચા તાત્કાલિક અસરથી કાયમી ધોરણે બંધ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. આ ઉપરાંત હાઇવે પર મુક્તપણે ફરતા ગોવંશ અને અન્ય રખડતા પશુઓના કારણે પણ અનેક ગંભીર અકસ્માતો થાય છે, જેમાં માનવજિંદગીની સાથે ગૌવંશના પણ કરુણ મોત નીપજે છે. હાઇવે પરની તમામ કામગીરી અને સુરક્ષાની જવાબદારી હાઇવે ઓથોરિટીની હોવાથી તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ​'ગામલોકો ડિવાઇડર તોડીને રસ્તો બનાવી લે છે' નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના અધિકારી વિકાસ મિશ્રએ કહ્યું હતું કે, હાઇવે પરના ડિવાઇડર ઓથોરિટી દ્વારા તોડવામાં આવ્યા નથી. સ્થાનિક ગામલોકો અને વાહનચાલકો પોતાના અંગત સ્વાર્થ, શોર્ટકટ કે થોડું પેટ્રોલ-ડીઝલ બચાવવા માટે ડિવાઇડર તોડીને રસ્તો બનાવી લે છે. NHAI દ્વારા આવા તૂટેલા ડિવાઇડરોને નિયમિતપણે રિપેર કરવાની અને બેરિકેડિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ રિપેર કર્યા બાદ પણ લોકો ફરીથી તેને તોડી નાખે છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને જ્યાં પણ આવું ધ્યાન પર આવે ત્યાં તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે છે. રોડ પરથી દૂર ખસેડવાના પ્રયાસો કરાશે માત્ર 1-2 કિલોમીટરનું અંતર બચાવવા માટે પોતાના અને અન્ય લોકોના જીવ જોખમમાં મૂકીને ડિવાઇડર ન તોડે અને તંત્રને સહયોગ આપે. રખડતા પશુઓની સમસ્યા અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ખેડૂતો ખેતરોની સીમ બંધ કરી દેતા હોવાથી પશુઓ રોડ પર આવી જાય છે. NHAI દ્વારા સ્થાનિક નગરપાલિકા અને તંત્ર સાથે મળીને પશુઓને રોડ પરથી દૂર ખસેડવાના પ્રયાસો કરવામાં આવે છે. ગૌરક્ષા અને હાઇવે સુરક્ષા એ માત્ર તંત્રની જ નહીં પરંતુ સૌ નાગરિકોની પણ સંયુક્ત નૈતિક જવાબદારી છે.
    Click here to Read More
    Previous Article
    સેન્સેક્સ 493 પોઈન્ટ ઘટીને 77,235 પર બંધ:નિફ્ટી પણ 133 પોઈન્ટ ગગડીને 24,155 પર આવ્યો, બેન્કિંગ અને IT શેર્સમાં વધુ વેચવાલી રહી
    Next Article
    ગોધરામાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા:દેશભક્તિ અને સંસ્કારનો સંગમ, અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment