Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણની સુહાની નાયક શૌર્ય ગીત સ્પર્ધામાં પ્રથમ:લાયન્સ ક્લબ દ્વારા આયોજિત સ્પર્ધામાં શેઠ એમ.એન. હાઈસ્કૂલનું ગૌરવ

    2 days ago

    પાટણ. ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત શેઠ એમ. એન. હાઈસ્કૂલની ધોરણ 11 આર્ટસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની નાયક સુહાનીએ લાયન્સ અને લિયો ક્લબ ઓફ પાટણ દ્વારા આયોજિત શૌર્ય ગીત સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ સુહાનીને શિલ્ડ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવી હતી. સુહાની નાયક ગાયન પ્રતિભાની સાથે અભ્યાસમાં પણ હોશિયાર છે. તે શાળાની વિવિધ શૈક્ષણિક અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લે છે. આ સ્પર્ધાની તૈયારી દરમિયાન શાળાના મદદનીશ શિક્ષિકા ડૉ. ગીતાબેન પરમાર દ્વારા સુહાનીને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ગીતની રજૂઆતમાં ઢોલક પર શાળાના કોમ્પ્યુટર શિક્ષક વિશાલભાઈ પ્રજાપતિએ અને હાર્મોનિયમ પર પી.પી.જી. એક્સપરિમેન્ટલ હાઈસ્કૂલના વિપુલભાઈ સોલંકીએ સંગત આપી હતી. સુહાનીની આ સફળતા બદલ શાળાના આચાર્ય ડૉ. ધનરાજભાઈ ઠક્કર અને સમગ્ર શાળા પરિવારે વિદ્યાર્થીની નાયક સુહાની તેમજ માર્ગદર્શક ડૉ. ગીતાબેન પરમારને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, વિશાલભાઈ પ્રજાપતિ અને વિપુલભાઈ સોલંકીના સહયોગને પણ બિરદાવવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં જાહેરમાં ગંદકી ફેલાવનારાઓ સાવધાન:પાંડેસરામાં ખાડી-રોડ પર કચરો ફેંકતા 50થી વધુને સ્થળ પર જ દંડ, દલીલબાજી અને દંડનો ઈનકાર કરે તો પોલીસ કાર્યવાહી થઈ શકે
    Next Article
    37 પેઢીઓમાં ચેકિંગ, 53 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો:5 વેપારીને નોટિસ અને 6,500નો દંડ, 12 નમૂના લેવાયા; રાજકોટમાં ફૂડ વિભાગની કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment